/indian-express-gujarati/media/media_files/2026/02/04/bikes-scooters-mileage-increase-tips-2026-02-04-17-49-20.jpg)
Bikes Scooters Mileage Increase Tips : બાઇક સ્કૂટરનું માઇલેજ વધારવાની ટીપ્સ Photograph: (Freepik)
Bike Scooters Mileage Increase Tips In Gujarati : બાઇક સ્કૂટર ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા વાહન છે, જે પેટ્રોલથી ચાલે છે. આજના સમયમાં પેટ્રોલના વધતા ભાવ દરેક બાઇક અને સ્કૂટર સવાર માટે ચિંતાનો વિષય છે. દરેક વ્યક્તિ તેનું ટુ-વ્હીલર વધુ માઇલેજ આપે તેવી અપેક્ષા છે. જો કે તેની માટે માત્ર સારી બાઇક અથવા સ્કૂટર પૂરતું નથી, પરંતુ સારું ડ્રાઇવિંગ અને મેન્ટેનન્સ પણ જરૂરી છે. ચાલો જાણીએ અમુક સરળ ટિપ્સ જે તમારી મોટરસાયકલ અને સ્કૂટરની માઇલેજ વધારવામાં મદદ કરશે.
સ્કૂટર અને બાઇક ની માઇલેજ વધારવાની ટિપ્સ
Best Mileage tips for scooters and bikes : યોગ્ય સ્પીડે વાહન ચલાવો
સ્કૂટર હોય કે બાઇક, 40 થી 60 કિમી / કલાકની સ્પીડે ચલાવવી હંમેશાં શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે ખૂબ ઝડપથી એક્સિલરેટ કરવું અને અચાનક બ્રેક લગાવવાથી પેટ્રોલ વધુ વપરાય છે.
Best tips for fuel efficiency in two wheeler : સમયસર સર્વિસ મેળવો
એન્જિન ઓઈલ, એર ફિલ્ટર અને સ્પાર્ક પ્લગને સમયસર બદલવું અત્યંત મહત્ત્વનું છે, કારણ કે સમયસર સર્વિસ ન થવાથી એન્જિન પર દબાણ વધે છે અને વધુ ઈંધણ વપરાય છે.
Increase two wheeler fuel efficiency: ટાયરનું પ્રેશર ચકાસો
સ્કૂટર અથવા મોટરસાઇકલ બંનેના ટાયરમાં યોગ્ય એર પ્રેશર (હવા) હોવું મહત્વપૂર્ણ છે કારણ કે વધુ કે ઓછી હવા માઇલેજ પર સીધી અસર કરે છે.
Petrol Saving Hacks For Motorcycles : ક્લચ અને બ્રેક્સનો યોગ્ય ઉપયોગ કરો
ક્લચને સતત દબાવવાથી અથવા બ્રેક લગાવવાથી બળતણનો બગાડ થાય છે અને સરળ ડ્રાઇવિંગથી એન્જિન પર ઓછું દબાણ આવે છે અને માઇલેજ વધે છે.
Mileage Tips For Scooters And Bikes: સારી ક્વોલિટીનું પેટ્રોલ પુરાવો
હંમેશા તમારા ટુ વ્હીલરમાં સારી ક્વોલિટીનું પેટ્રોલ પુરાવો. હંમેશા વિશ્વસનીય પેટ્રોલ પંપ પરથી જ ફ્યૂઅલ પુરાવવું જોઇએ, કારણ કે ભેળસેળયુક્ત પેટ્રોલ એન્જિનને નુકસાન પહોંચાડે છે અને માઇલેજ ઘટાડે છે, જે તમારા વાહન અને તમારા ખિસ્સા બંને માટે હાનિકારક છે.
Mileage Increase Tips For Scooters And Bikes : એન્જિન ગરમ કરો
સવારે ટુ વ્હીલરનું સ્ટાર્ટ કર્યા બાદ એન્જિન થોડીક સેકન્ડ માટે વોર્મ-અપ (ગરમ થવા દો) દો, આમ કરવાથી એન્જિન પરનો લોડ ઓછો થાય છે અને ફ્યૂઅલનો વપરાશ સંતુલિત થાય છે.
Fuel Saving Tips For Scooters And Bikes: બિનજરૂરી વજન ટાળો
સ્કૂટર અથવા બાઇકમાં વધુ સામગ્રી મૂકવાથી એન્જિન પર દબાણ આવે છે, તેથી તમારા ટુ-વ્હીલર પર નિર્ધારિત મર્યાદામાં વજન લોડ કરો કારણ કે હળવું વાહન વધુ સારી માઇલેજ આપે છે.
Petrol Saving Hacks For Motorcycles : બાઇક માટે યોગ્ય ગિયરનો ઉપયોગ કરો
હંમેશા યોગ્ય સ્પીડ અનુસાર મોટરસાયકલના ગિયર બદલો કારણ કે ખોટા ગિયર પર દોડવાથી વધુ પેટ્રોલનો વપરાશ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us