Eightco Holdings Share Price Skyrocket : શેરબજારમાં લિસ્ટેડ કંપનીનો શેર એક જ દિવસમાં અધધધ 5700 ટકા ઉછળતા ચારેબાજુ ચર્ચા થઇ રહી છે. શેર ભાવમાં અભૂતપૂર્વ ઉછાળાથી રોકાણકારોની 1 લાખની મૂડી એક જ દિવસમાં 57 લાખ થઇ ઘઇ છે. રોકાણકારોને કમાણી કરાવનાર આ શેરનું નામ છે એટકો હોલ્ડિંગ્સ (Eightco Holdings), જે ઇન્ટ્રા ડે 5700 ટકા ઉછળ્યો હતો અને કામકાજના અંતે 3000 ટકા તેજી સાથે બંધ થયો છે. ચાલો Eightco Holdings કંપની શું કામગીરી કરે છે અને શેરમાં કેમ તેજી આવી.
Eightco Holdings Share Price : એટકો હોલ્ડિંગ્સ શેરમાં ઉછાળો
અમેરિકાના શેરબજારમાં લિસ્ટેડ એટકો હોલ્ડિંગ્સ (Eightco Holdings)ના શેરમાં સોમવારે અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો છે. આ કંપનીનો શેર સોમવારે 18.86 ડોલરના ભાવે ખુલ્યો હતો જ્યારે પાછલો બંધ ભાવ 1.45 ડોલર હતો. સેશન દરમિયાન શેર ભાવ 83.12 ડોલર સુધી ઉછળ્યો અને અંતે 45.08 ડોલર બંધ થયો હતો. આમ Eightco Holdings શેરમાં ઇન્ટ્રા ડે 5632 ટકા ઉછાળો નોંધાયો અને કામકાજના અંતે 3000 ટકા તેજી સાથે બંધ થયો હતો.
Eightco Holdings Business : એટકો હોલ્ડિંગ્સ કંપની શું બિઝનેસ કરે છે?
એટકો હોલ્ડિંગ્સ એક ઇ કોમર્સ કંપની છે અને એક જ દિવસમાં શેરમાં ઐતિહાસિક તેજી માટે 3 પરિબળો છે – (1) ડિજિટલ ટોકન ખરીદવાની યોજના, (2) ઓપનઆઈ અને (3) સેમ ઓલ્ટમેન. શેરમાં ઉછાળા બાદ કંપનીની માર્કેટ વેલ્યૂએશન વધીને 19 કરોડ ડોલરે પહોંચી ગઇ છે, જે એક દિવસ અગાઉ માત્ર 44 લાખ ડોલર હતી.
Eightco Holdings Share Jumps Reason : એટકો હોલ્ડિંગનો શેર કેમ ઉછળ્યો?
એટકો હોલ્ડિંગ્સ કંપનીએ સોમવારે ઘોષણા કરી કે, તેણે ડિજિટલ ટોકન ખરીદવાની યોજના બનાવી છે અને આ ડિજિટલ કોટન ઓપનઆઈ સેમ ઓલ્ટમેનની છે. તે ઉપરાંત કંપનીએ વોલ સ્ટ્રીટ એનાલિસ્ટ ડેન ઇવ્સ (Dan Ive) ને નવા ચેરમેન બનાવ્યા છે. માર્કેટ ખુલવાની પહેલા કંપનીએ ફાઇલિંગમાં ખુલાસો કર્યો હતો કે, આ પ્રાઇવેટ પ્લેટમેન્ટ મારફતે 1.46 ડોલરના ભાવે 17.12 લાખ શેર વેચશે અને શેરના વેચાણથી એક્ત્ર કરેલા ભંડોળનો ઉપયોગ વર્લ્ડકોઇન (Worldcoin) ખરીદવા માટે કરશે. આ શેર Mozayyx અને વર્લ્ડ ફાઉન્ડેશન (World Foundation) ખરીદશે. વર્લ્ડ ફાઉન્ડેશનની શરૂઆત સેમ ઓલ્ટમેન અને એલેક્સ બ્લાનિયાએ કરી હતી.
Worldcoin Price : વર્લ્ડકોઇનની કિંમત
વર્લ્ડકોઇનની વાત કરીયે તે તેની માર્કટકેપ 300 કરોડ ડોલર છે અને કોઇન માર્કેટકેપ પર હાલ ઉપલબ્ધ વિગત મુજબ સોમવારે તે 40 ટકા કરતા વધુ ઉછળ્યો હતો. ઉપરાંત એટકો હોલ્ડિંગ્સ કંપનીનું એવું પણ કહેવું છે કે, એથર (Ether) કરન્સીને સેકન્ડ રિઝર્વ કરન્સી તરીકે સામેલ કરવામાં આવી શકે છે.
આ પહેલી વાર છે કે, કોઇ કંપની શેર વેચી ક્રિપ્ટો કરન્સી ખરીદવાની રણનીતિ બનાવી રહી છે. તેની પહેલા સ્ટ્રેટેજી ઇંક (Strategy Inc) અને માઇકલ સેલર (Michael Saylor) એ પોતાની કંપનીના શેર ઘણી વખત વેચી પોતાની બેલેન્સ સીટમાં બિટકોઇન સામેલ કર્યા હતા. પેન્ડર ફંડ કેપિટલ મેનેજમેન્ટ (PenderFund Capital Management) ના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર ગ્રેગ ટેલરનું કહેવું છે કે, તે બજારમાં મોટું જોખમ લેવાના નવા સંકેત છે.