શેરબજાર: 3 રૂપિયા નો શેર 1 સપ્તાહમાં ₹ 3.16 લાખ નો થયો, જાણો શેર કેમ 70000 ગણો ઉછાળ્યો, કંપની શું બિઝનેસ કરે છે?

Elcid Investment Most Expensive Stock In India: એલસીડ ઇન્વેસ્ટમેન્ટે એક સપ્તાહમાં 70000 ગણો ઉછળી ભારતીય શેરબજારનો સૌથી મોંઘો શેર બની ઇતિહાસ રચ્યો છે. સપ્તાહ પહેલા 3.51 રૂપિયા ભાવ બોલાતો શેર આજે 3.16 લાખ રૂપિયાનો થયો છે.

Written by Ajay Saroya
Updated : November 07, 2024 17:38 IST
શેરબજાર: 3 રૂપિયા નો શેર 1 સપ્તાહમાં ₹ 3.16 લાખ નો થયો, જાણો શેર કેમ 70000 ગણો ઉછાળ્યો, કંપની શું બિઝનેસ કરે છે?
Elcid Investment Share Price Jumps: એલસીડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો શેર 1 સપ્તાહમાં 3.51 રૂપિયાથી ઉછળી 3.16 લાખ રૂપિયા થયો છે. (Photo: Freepik)

Elcid Investment Most Expensive Stock In India: એલસીડ ઇન્વેસ્ટમેન્ટ્સ શેર ભારતીય શેરબજારનો સૌથી મોંઘો શેર બની ગયો છે. એક સમયે જે શેરની કિંમત 3 રૂપિયાની આસપાસ હતી, તે ગણતરીના દિવસોમાં 70000 ગણી વધીને 3.16 લાખ રૂપિયાને આંબી જતા એલસીડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ ઈતિહાસ સર્જાયો છે. ગણતરીના દિવસોમાં રોકાણકારોને લખપતિ – કરોડપતિ બનાવનાર એલસીડ ઇન્વેસ્ટમેન્ટન શેર કેમ ઉછળ્યો, કંપનીના માલિક કોણ છે સહિત તમામ વિગતો વિશે ચાલો જાણીયે

Elcid Investment Share Price: એલસીડ ઇન્વેસ્ટમેન્ટ શેર નો ભાવ ₹ 3 થી ઉછળી ₹ 3.16 લાખ થયો

એલસીડ ઇન્વેસ્ટમેન્ટનો શેર ભાવ 3 રૂપિયા થી ઉછળી 3.16 લાખ રૂપિયાને સ્પર્શી જતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. 29 નવેમ્બરના રોજ એલસીડ ઇન્વેસ્ટમેન્ટનો શેર 67000 ગણા ઉછળ્યો અને શેર ભાવ 3.51 રૂપિયાથી વધીને 236250 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો. સાડા ત્રણ રૂપિયાના શેરમાં 67000 ગણા ઉછાળાથી શેરબજારના રોકાણકારો આશ્ચર્યચકિત થયા હતા.

Elcid Investment Most Expensive Stock In India : એલસીડ ઇન્વેસ્ટમેન્ટ ભારતીય શેરબજારનો સૌથી મોંઘો શેર

એલસીડ ઇન્વેસ્ટમેન્ટ શેર છેલ્લા એક સપ્તાહમાં 70000 ગણો ઉછળ્યો છે. છેલ્લા એક સપ્તાહથી એલસીડ ઇન્વેસ્ટમેન્ટ શેરમાં 5 ટકાની તેજીની સર્કિટ લાગી રહી છે. આજે 7 નવેમ્બરના રોજ બીએસઇ પર એલસીડ ઇન્વેસ્ટમેન્ટનો શેર 5 ટકા ઉછલી 316597 રૂપિયા થયો છે. આ સાથે એલસીડ ઇન્વેસ્ટમેન્ટ ભારતીય શેરબજારનો સૌથી મોંઘો શેર બની ગયો છે. આ શેર ભાવ કંપનીની માર્કેટ વેલ્યૂએશન 6331.95 કરોડ રૂપિયા છે.

એલસીડ ઇન્વેસ્ટમેન્ટ શેરમાં તેજીનું કારણ

એલસીડ ઇન્વેસ્ટમેન્ટ શેરમાં તેજીના કારણ વિશે વાત કરીયે તો 29 ઓક્ટોબર 2024ના રોજ બીએસઇ દ્વારા હોલ્ડિંગ કંપનીઓની કિંમતને લઇ સ્પેશિયલ કોલ ઓક્શન રાખવામાં આવ્યું હતું. આ ઓક્શન સેશનમાં એલસીડ ઇન્વેસ્ટમેન્ટ શેરની કિંમત 2.25 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. એલસીડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો શેર 29 ઓક્ટોબરના રોજ બીએસઇ પર ફરી લિસ્ટિંગ કરવામાં આવ્યો હતો. શેર લિસ્ટિંગ 2.25 લાખ રૂપિયાના ભાવ થયુ હતુ, પરંતુ સ્મોલકેપ સ્ટોકે દલાલ સ્ટ્રીટમાં ઇતિહાસ રચ્યો અને 2,36,250 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો. જે શેર ભાવમાં 67000 ગણો ઉછાળો દર્શાવે છે.

તમને જણાવી દઇયેકે, 21 જૂન, 2024ના રોજ આ પેની સ્ટોકની કિંમત માત્ર 3.51 રૂપિયા હતા. ત્યારબાદ આ શેરમાં ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. રિ લિસ્ટિંગ બાદ એલસીડ ઇન્વેસ્ટમેન્ટ શેરમાં સતત તેજીની સર્કિટ લાગી રહી છે અને શેર ભાવ 3 લાખ રૂપિયાની ઉપર પહોંચી સતત નવી ઉંચાઇએ પહોંચી રહ્યો છે.

એલસીડ ઇન્વેસ્ટમેન્ટ કંપની ક્યો બિઝનેસ કરે છે?

એલસીડ ઇન્વેસ્ટમેન્ટ કંપની રિઝર્વ બેંક સાથે ઇન્વેસ્ટમેન્ટ કંપની કેટેગરી હેઠળ એક રજિસ્ટર્ડ એનબીએફસી છે. કંપની હાલ પોતાનો કોઇ ઓપરેશન બિઝનેસ સંચાલિત કરતી નથી. તાજેતરના FY24 વાર્ષિક અહેવાલ મુજબ ડેટ અને ઇક્વિટી બંને સહિત એલસીડ ઇન્વેસ્ટમેન્ટના રોકાણનું મૂલ્ય 12450 રૂપિયા કરોડથી વધુ છે.

એલસીડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના માલિક કોણ છે?

એલસીડ ઇન્વેસ્ટેન્ટ કંપનીના માલિકની વાત કરીયે તો વરુણ અમર વકીલ છે, જે કંપનીના નોન એક્ઝિક્યુટિવ નોન ઇન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ભારતની સૌથી મોટી પેઈન્ટ કંપની એશિયન પેઈન્ટ્સમાં પણ એલસીડ ઈન્વેસ્ટમેન્ટે જંગી રોકાણ કર્યું છે. એલસીડ ઇન્વેસ્ટમેન્ટ એશિયન પેઇન્ટમાં 2.83 ટકા શેરહોલ્ડિંગ ધરાવે છે, જેની માર્કેટ વેલ્યૂ 8500 કરોડ રૂપિયાની આસપાસ છે. એલસીડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના કુલ 2 લાખ શેર ઇક્વિટી બેસ ઝે. જેમા 6 પ્રમોટર પાસે કંપનીના 1.50 લાખ શેર અને 322 જાહેર શેરધારકો પાસે કંપનીના 50 હજાર શેર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ