Electric Vehicle Loans: ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવું છે? આ બેંકો આપી રહી છે ખાસ વ્યાજદરે ઓટો લોન

Electric Vehicle Loan Interest Rates: નવી ઈલેક્ટ્રિક કાર ખરીદવા માટે ઘણી બેંકો ખાસ વ્યાજદરે લોન આપી રહી છે. ઉપરાંત ઇવી માટેની કાર લોનમાં અન્ય ઘણી સુવિધાઓ છે, જેનો તમે લાભ લઈ શકો છો.

Written by Ajay Saroya
January 19, 2024 16:00 IST
Electric Vehicle Loans: ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવું છે? આ બેંકો આપી રહી છે ખાસ વ્યાજદરે ઓટો લોન
નવીાઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા ઘણી બેંકો ખાસ ઓટો લોન આપી રહી છે. (Photo - freepik)

Electric Vehicle Loan Interest Rates: ભારતીય કાર બજારમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યા સતત વધી રહી છે. નવી ઈલેક્ટ્રિક કાર માત્ર સ્ટાઇલિશ જ નથી પણ સલામત પણ માનવામાં આવે છે. જેના કારણે લોકોમાં બેટરી સંચાલિત વાહનો ખરીદવાનો ક્રેઝ વધી રહ્યો છે. આ ઉપરાંત, ઇવી ડ્રાઇવરો પણ ખુશ છે કે તેઓ પર્યાવરણ માટે વધુ સારા પરિવહનનો ઉપયોગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે સરકાર પણ ઈવીને પ્રોત્સાહન આપવા માંગે છે. આ બધા કારણોસર, જો તમે પણ નવી EV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો તમને આવું કરવાનું બીજું કારણ જણાવીએ.

હકીકતમાં, દેશની ઘણી બેંકોએ હવે નવી ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે ખાસ વ્યાજદરે કાર લોન આપવાનું શરૂ કર્યું છે, જેમાંથી કેટલીક વિશેની માહિતી અમે તમને અહીં આપી રહ્યા છીએ.

SBI ઇલેક્ટ્રિક વ્હીકલ લોન ફેસ્ટિવલ ધમાકા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) નવી ઈલેક્ટ્રિક કાર ખરીદનારા તમામ વર્ગના ગ્રાહકોને સામાન્ય કાર લોન માટે લાગુ પડતા વ્યાજ દરમાં 25 બેઝિસ પોઇન્ટ એટલે કે 0.24 ટકાની વધારાની છૂટ ઓફર કરી રહી છે. SBIની વેબસાઈટ અનુસાર, 31 જાન્યુઆરી, 2024 સુધી આવી કાર લોન પર ઝીરો પ્રોસેસિંગ ફીનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. ઇલેક્ટ્રિક કાર માટે SBI ગ્રીન કાર લોન 8.75 ટકાથી 9.45 ટકા સુધીના વ્યાજદરે ઓફર કરવામાં આવી રહી છે. આટલું જ નહીં, SBIની વેબસાઈટ અનુસાર પસંદગીની EV કારની ઓન-રોડ કિંમતના 90 થી 100 ટકા સુધી લોન મેળવી શકાય છે.

પીએનબી ગ્રીન કાર લોન

પંજાબ નેશનલ બેંક (PNB) ખાસ ગ્રીન કાર લોન (ગ્રીન કાર ઇ-વ્હીકલ લોન) પણ ઓફર કરી રહી છે. બેંક નવી ઇવીની સંપૂર્ણ એક્સ-શોરૂમ કિંમત જેટલી લોન આપી રહી છે. બેંક નવી ઈ-વ્હીકલ લોન પર કોઈ પ્રોસેસિંગ અને ડોક્યુમેન્ટેશન ફી પણ વસૂલતી નથી. બેંક ફ્લોટિંગ રેટ કાર લોન પર વાર્ષિક 8.75 ટકા વ્યાજ અને EV માટે ફિક્સ વ્યાજની કાર લોન પર 9.75 ટકા વ્યાજ વસૂલે છે.

Electric Vehicles | Electric Vehicles Battery | Superfast Charging Battery | CATL Shenxing | CATL Shenxing lfp battery | Auto News |
ચીનની CATL કંપનીએ

ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે સુપર ફાર્સ્ટ ચાર્જિંગ Shenxing lfp બેટરી લોન્ચ કરી છે.

બેંક ઓફ મહારાષ્ટ્ર ગ્રીન કાર લોન

બેંક ઓફ મહારાષ્ટ્ર તેની ઓટો ઇલેક્ટ્રિક ગ્રીન કાર લોન સ્કીમ પર કોઈ પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટ ચાર્જ પણ વસૂલતી નથી. આ કાર પર, બેંક તેની વર્તમાન મહા સુપર કાર લોન સ્કીનના વ્યાજદર પર 0.25 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. મહા સુપર કાર લોન સ્કીમના હાલના વ્યાજદર 8.8 ટકાથી 13 ટકાની વચ્ચે છે. વ્યાજનો વાસ્તવિક દર ઉધાર લેનારના સિબિલ સ્કોર પર આધાર રાખે છે. ઉપરાંત બેંક ગ્રીન કાર લોન પર પ્રી-પેમેન્ટ, પ્રી-ક્લોઝર, પાર્ટ-પેમેન્ટ ચાર્જ પણ વસૂલતી નથી.

આ પણ વાંચો | એક અવાજમાં સ્ટાર્ટ થશે હ્યુન્ડાઇ ક્રેટા; ડિઝાઇન અને સેફ્ટી ફીચર્સમાં દમદાર આ એસયુવીની કિંમત જાણો

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની ગ્રીન માઈલ સ્કીમ

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા તેની ગ્રીન માઈલ સ્કીમ હેઠળ 9.15 ટકાથી 12.25 ટકાના વ્યાજદરે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે કાર લોન ઓફર કરી રહી છે. વ્યાજના વાસ્તવિકદર ઉધાર લેનારના ક્રેડિટ સ્કોરના આધારે નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત, જો તમે તમારી લોનની વહેલી ચૂકવણી કરવા માંગતા હોવ, તો તમારે કોઈ પ્રી-પેમેન્ટ પેનલ્ટી ચૂકવવી પડશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ