EV Battery Charging Tips In Winter : ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી ચાર્જ કરતી વખતે કાળજી રાખવી જરૂરી છે, પછી ભલેને શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું. હાલ ઇલેક્ટ્રિક કાર અને ટુ વ્હીલર્સ બહુ લોકપ્રિય થયા છે. બેટરી ઇ વ્હીલકનો મુખ્ય પાર્ટ્સ છે, જેથી તે ચાર્જ કરવામાં બેદરકારી મોટું નુકસાન કરાવી શકે છે. શિયાળામાં ઇલેક્ટ્રિક વાહનની બેટરી ચાર્જ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે, જેથી બેટરીની બાઇફ અને ક્ષમતા પર ખરાબ અસર ન થાય.
ઠંડી બેટરી તરત ચાર્જ ન કરવી
શિયાળામાં અતિશિય ઠંડી પડે છે ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરની અંદર સુધી ઠંડી હવા પહોંચી શકે છે. આવી સ્થિતિમાં તરત જ ફાસ્ટ ચાર્જિંગ કરવામાં આવે તો બેટરી પર વધારા દબાણ આવે છે. આથી શિયાળામાં બેટરી ચાર્જ કરવાની પહેલા તેને થોડીક ગરમ થવા દો. એટલે કે બેટરી ચાર્જ કરવાની પહેલા તમારી કાર કે બાઇકને થોડીક ચલાવો, તેનાથી બેટરીનું તાપમાન સામાન્ય થઇ જશે. ત્યાર બાદ પરત આવીને બેટરી ચાર્જ કરો. આમ કરવાથી બેટરી ચાર્જિંગ સુરક્ષિત અને અસરકારક રહે છે.
ફાસ્ટ ચાર્જરનો જરૂર કરતા વધારે ઉપયોગ
શિયાળામાં EV બેટરીની રેન્જ બહુ ઝડપથી ઘટવા લાગે છે, જેના કારણે ઘણા લોકો વારંવાર ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરે છે. પરંતુ સતત ફાસ્ટ ચાર્જરથી બેટરી લાઇફ ઝડપથી ઘટવા લાગે છે. આથી શક્ય હોય ત્યાં સુધી સામાન્ય બેટરી ચાર્જરનો ઉપયોગ કરવો. આવશ્યક હોય ત્યારે જ ફાસ્ટ ચાર્જર વડે બેટરી ચાર્જ કરવી જોઇએ.
આખી રાત બેટરી ચાર્જ કરવી નહીં
ઠંડા હવામાનમાં પણ ઇલેક્ટ્રિક બેટરીને આખી રાત ચાર્જ કરવી કે 100 ટકા ફુલ ચાર્જ કરવી જોઇએ નહીં. આમ કરવાથી બેટરી ક્ષમતા પર ખરાબ અસર પડે છે. આદર્શ રીતે બેટરીને 80 થી 90 ટકા સુધી જ ચાર્જ કરો. ઘણી EV કંપનીઓ પણ 10 0 ટકા બેટરી ચાર્જ કરવાની સલાહ આપે છે, જ્યારે તમારે લાંબું અંતર કાપવાનું હોય તો.
બેટરી ચાર્જ કરતી વખતે રૂમ હીટર ન વાપરવું
શિયાળામાં બહુ ઓછું બેટરી ચાર્જિંગ હોય ત્યારે કાર પાર્ક કરવાથી બેટરીને નુકસાન પહોંચી શકે છે. ઉપરાંત ચાર્જિંગ દરમિયાન કેબિન હીટર ચલાવવાથી પણ બેટરી પર વધારે લોડ પડે છે. અને ચાર્જિંગની ગતિ ધીમી પડી જાય છે. આથી કાર કે બાઇકની બેટરી ચાર્જ કરવાની પહેલા કેબિનને પ્રીહિટ કરી લો.





