/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Rakul-Preet-Singh-Jackky-Bhagnani-71.jpg)
ઈલેક્ટ્રિક વ્હીકલની પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)
Electric Vehicles EMPS 2024 Subsidy : તમે ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે ઇ-બાઈક કે ઈલે. સ્કુટર ખરીદવાનું વિચારી રહ્યા છે, તમારી માટે એક બેસ્ટ સરકારી યોજના છે. જેમાં આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે. લોકસભા ચૂંટણી 2024 પહેલા કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે નવી યોજનાની જાહેરાત કરી છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે દેશમાં ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવા હેતુ આ યોજનાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારે ઈએમ પીએમ 2024 યોજના શરૂ કરી છે, જેનું પુરું નામ છે. ઈ-વ્હીકલ પ્રમોશન સ્કીમ 2024. જાણકારી અનુસાર આ સ્કીમ હાલ ચાર મહિના એટલે કે એપ્રિલ 2024થી જુલાઇ 2024 સુધી છે અને તેની પાછળ 500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ખાસ કરીને ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર માટે આ સ્કીમ શરૂ કરવામાં આવી છે.
દેશમાં ઝડપી ઉત્પાદન અને ઇલેક્ટ્રિક વ્હીકલની સ્વીકૃત્તિનો બીજો તબક્કો 31 માર્ચ, 2024 ના રોજ સમાપ્ત થાય છે. ભારે ઉદ્યોગ પ્રધાન મહેન્દ્ર નાથ પાંડેએ ઇ-વ્હીકલ પ્રમોશન સ્કીમ 2024 (ઇએમપીએસ 2024) યોજનાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકાર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
ઈ-વ્હીકલ પ્રમોશન સ્કીમ 2024 શું છે?
ઈ-વ્હીકલ પ્રમોશન સ્કીમ હેઠળ દરેક ટુ-વ્હીલર ઈલેક્ટ્રિક વ્હીકલની ખરીદી પર 10 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો હેતુ લગભગ 3.3 લાખ ટુ-વ્હીલર્સ સબસિડી પર વેચવાનો છે.
તો બેટરી સંચાલિત થ્રી-વ્હીલર્સ (ઇ-રિક્ષા અને ઇ-કાર્ટ) ની ખરીદી પર 25,000 રૂપિયા સુધીની સબસિડી મળશે. આ સબસિડીથી આ યોજના હેઠળ 41 હજારથી વધુ વાહનોનું વેચાણ થશે. સાથે જ મોટા થ્રી-વ્હીલર ઈ-વ્હીકલની ખરીદી પર 50,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
ફેમ-2 હેઠળ આ સબસિડી 31 માર્ચ, 2024 સુધી અથવા ભંડોળ ઉપલબ્ધ હોય ત્યાં સુધી વેચાનાર ઇ-વાહનો માટે ઉપલબ્ધ રહેશે.
ભારે ઉદ્યોગ મંત્રાલય અને આઇઆઇટી રૂરકીએ સાથે મળીને કામ કરવા અને ઓટોમોટિવ અને ઇલેક્ટ્રિક વ્હિકલ (ઇવી) ક્ષેત્રમાં ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ પર ભારે ઉદ્યોગ મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી, ભારે ઉદ્યોગ મંત્રાલય અને ઉત્તરાખંડ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો | Renault 5 EV : ટેલ્સા અને BYDની ઇકારને ટક્કર આપશે રેનો 5 ઇવી; જાણો લેટેસ્ટ ઇ-કારની ડિઝાઇન, રેન્જ સહિત તમામ વિગત
2023માં દેશમાં 15.3 લાખ ઈલેક્ટ્રિક વાહનો વેચાયા
તમને જણાવી દઇયે કે, દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ની માંગ અને વેચાણમાં ઝડપથી વધારો થયો છે. ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર સેગમેન્ટમાં સૌથી વધુ ગ્રોથ જોવા મળ્યો છે. 2023 માં ઇલેક્ટ્રિક વાહનોના કુલ ૧૫.૩૦ લાખ યુનિટ વેચાયા હતા. જ્યારે 2022માં 10.2 લાખ ઈવી વેચાયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us