CATL Shenxing LFP Superfast Charging Battery for Electric Vehicles: ઈલેક્ટ્રિક વાહન સેક્ટરનું આવનારા દિવસોમાં ચિત્ર બદલાઇ જશે, કારણ કે ચીનની દિગ્ગજ CATL કંપનીએ એક એવી બેટરી લોન્ચ કરી છે જે માત્ર 10 મિનિટના ચાર્જિંગમાં 400 કિલોમીટર એટલે કે 248 માઈલ સુધી વાહન દોડશે. ચીનની એક કંપનીએ તૈયાર કરેલી સુપરફાસ્ટ ચાર્જિંગ બેટરીનું નામ શેનક્સિંગ Shenxing છે. આ બેટરીને ફાસ્ટ ચાર્જિંગ લિથિયમ આયર્ન ફોસ્ફેટ એટલે કે LFP બેટરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ફુલ ચાર્જિંગ પર 700 કિમીની રેન્જ મળશે
કંપનીના જણાવ્યા અનુસાર શેનજિંગ (Shenxing)) બેટરી વિશ્વની પ્રથમ 4C સુપરફાસ્ટ ચાર્જિંગ બેટરી છે. આ બેટરી માત્ર 10 મિનિટના ચાર્જિંગ પર 400 કિમીની રેન્જ જ નહીં પરંતુ ફુલ ચાર્જ થવા પર 700 કિમીની રેન્જ પણ આપી શકે છે. આ કંપની લિથિયમ આયન બેટરીનું મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદન કરે છે, તેનો હેતુ ઇલેક્ટ્રિક વ્હિકલના વપરાશકર્તાઓ માટે ચાર્જિંગની ચિંતાઓને દૂર કરવાનો છે અને Shenxing બેટરીની રજૂઆત કરીને લોકો માટે EV સુપરફાસ્ટ ચાર્જિંગની દુનિયાના દરવાજા ખોલી દીધા છે.
ખૂબ જ ઓછા તાપમાને 30 મિનિટમાં બેટરી 0 થી 80% ચાર્જ થઈ જશે
શેનક્સિંગ બેટરી વિશે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તે લાંબી ડ્રાઇવિંગ રેન્જ, ઊંચા તાપમાને ઝડપી ચાર્જિંગ અને ઉચ્ચ સ્તરની સલામતી પ્રદાન કરવા માટે પ્રોડક્શન ઇનોવેશન અને ઇન્ટેલિજન્ટ અલ્ગોરિધમનો લાભ લઈ શકશે. CATL એ દાવો કર્યો છે કે રૂમના તાપમાને, Shenxing બેટરી માત્ર 10 મિનિટમાં 0 ટકાથી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. આ સેલ ટેમ્પરેચર કંટ્રોલ ટેક્નોલોજીથી સજ્જ છે, જેના કારણે -10 ડિગ્રીથી ઓછા તાપમાનમાં શેનજિંગ બેટરી 30 મિનિટમાં 0 ટકાથી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે.
આ પણ વાંચો | ભારતની ટોપ-10 આઇકોનિક બાઇક; સ્પીડ અને સ્ટાઇલિશ લુકથી બાઇક લવરની પહેલી પ્રસંદ બન્યા
Shenxing બેટરીથી સજ્જ ઇલેક્ટ્રિક વ્હીકલ આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં લોન્ચ થશે
વર્ષના અંત સુધીમાં શેનજિંગ (Shenxing) નામની નવી બેટરી વર્ષનું મોટા પાયે ઉત્પાદનમાં થવાની ધારણા છે. CATL ઇ-કાર બિઝનેસના ચીફ ટેકનિકલ ઓફિસરે જણાવ્યું હતું કે 2024ના પ્રથમ ક્વાર્ટરમાં Shenxing બેટરીથી સજ્જ ઇલેક્ટ્રિક વાહન બજારમાં રજૂ કરવામાં આવશે. જ્યારે CATL એ હજુ સુધી જાહેરાત કરી નથી કે કઇ કાર કંપની નવી Shenxing સુપરફાસ્ટ ચાર્જિંગ બેટરીનો ઉપયોગ કરીને કઈ કાર ચલાવી શકાશે. આ ચીની કંપનીના ક્લાયન્ટમાં બીએમડબ્લ્યુ, મર્સિડિઝ બેન્ઝ, હ્યુન્ડાઇ, હોન્ડા, ટેસ્લા, ટોયોટા, ફોક્સવેગન, વોલ્વો, પીએસએ ગ્રૂપ વગેરેનો સમાવેશ થાય છે.