કિંમત અને ઇંધણ કાર્યક્ષમતાની દ્રષ્ટિએ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (Electric Vehicles) ધીમે ધીમે લોકોની પસંદગી બની રહ્યા છે. તેમ છતાં લોકોના મનમાં હજી પણ એક વાતને લઇને મોટી મૂંઝવણ છે કે શું ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ટકાઉ છે? તે ઉપરાંત લોકોને ઇલે. વ્હીકલ ખરીદવા માટે ફાઇનાન્સ, બજેટ અને જરૂરીયાતના આધારે નિર્ણય લેવાની જરૂર પડે છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને નોન- ઇલેક્ટ્રિક વ્હીકલ્સની લોન (Non-Electric Vehicles loans) વચ્ચે ઘણો તફાવત હોય છે. ચાલો જાણીયે તે સંબંધિત મહત્વપૂર્ણ બાબતો.
વાહનની કિંમત
ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઘણીવાર નોન-ઈલેક્ટ્રિક વ્હીકલ કરતાં વધુ મોંઘા હોય છે, પરંતુ તે ઓછા ઈંધણ અને મેઇન્ટેનન્સ ખર્ચ સાથે લાંબા ગાળે બચત કરાવી આપે છે. ઉપરાંત તે તમને ધિરાણ માટે આવશ્યક લોનની રકમ પર પણ અસર કરી શકે છે.
વ્હીકલ લોનના વ્યાજદર
ઇલેક્ટ્રિક વ્હીકલ્સની લોનના વ્યાજદર નોન-ઈલેક્ટ્રિક વાહન લોન કરતાં ઓછા હોઈ શકે છે, કારણ કે ધિરાણકર્તાઓ ગ્રાહકોને વધુ પર્યાવરણને અનુકૂળ વાહનો ખરીદવા પ્રોત્સાહિત કરવા નીચા વ્યાજદર ઓફર કરી શકે છે. જો કે, તમારે વિવિધ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ દ્વારા ઓફર કરાતી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લોનના વ્યાજદરોની તુલના કરવી જરૂરી છે. કેટલીક બેંકો નીચા વ્યાજદરે ઓટો લોન ઓફર કરે છે, જ્યારે ઘણા ફાઇનાન્સરો ઈલેક્ટ્રિક અને નોન-ઈલેક્ટ્રિક વ્હીકલ્સની લોનના વ્યાજદરમાં કોઇ મોટો ફેરફાર રાખતી નથી.
લોનની શરતો
જ્યારે તમે ઓટો લોન માટે અરજી કરો છો, ત્યારે લોનના નિયમો અને શરતોને ધ્યાન પૂર્વક સમજવી જરૂરી છે. ઓટો લોન લેવાની પહેલા, લોન એગ્રીમેન્ટને ધ્યાનપૂર્વક વાંચી લો અને બેંકના એક્ઝિક્યુટિવ સાથે વાતચીત કરીને તમામ જાણકારી મેળવો જેથી કરીને પાછળથી કોઇ મૂંઝવણ કે ગેરસમજ ઉભી થાય નહીં. વાહનની ઉંચી પ્રારંભિક કિંમતને સરભર કરવામાં મદદ કરવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લાંબા ગાળાની લોન ઓફર કરી શકે છે, જે ઓટો લોનની માસિક EMI ચૂકવણીને વધુ વાજબી અને સુવિધાજનક બનાવે છે.
ઇન્સ્યોરન્સ રેટ
વાહનોની ઊંચી કિંમત અને ઇલેક્ટ્રિક સ્પેસિફિક પાર્ટ્સના રિપેરિંગ અથવા બદલવાના ઊંચા ખર્ચને કારણે ઇલેક્ટ્રિક વાહનો માટેના ઇન્સ્યોરન્સ રેટ નોન-ઇલેક્ટ્રિક વ્હીકલની તુલનાએ ઉંચા હોઈ શકે છે. તેથી કારના શોરૂમની મુલાકાત લેતા પહેલા, તમારે એક વાર ઇલેક્ટ્રિક વ્હીકલ્સના ઇન્સ્યોરન્સ રેટ ચકાસી લો અને તમારા બજેટના આધારે નિર્ણય લઈ શકો છો.
ટેક્સ બેનિફિટ્સ
તમે ક્યાં રહો છો અને તમારા દ્વારા ખરીદવામાં આવેલા ઇલેક્ટ્રિક વ્હીકલના આધાર પર, તમે ટેક્સ બેનિફિટ્સ માટે પાત્ર હોઈ શકો છો જે ઇલેક્ટ્રિક વાહનની ઊંચી પ્રારંભિક કિંમતને સરભર કરી શકે છે. જ્યારે તમે ઇલેક્ટ્રિક કાર ખરીદો છો ત્યારે અમુક રાજ્ય સરકારો તમને ટેક્સ બેનિફિટ્સ આપે છે.
નીચે આપેલુ કોષ્ટક તમને કેટલીક બેંકોના ઇલેક્ટ્રિક અને નોન-ઇલેક્ટ્રિક વ્હીકલના વ્યાજદરની તુલના કરવામાં મદદ કરે છે. તમે તમારી જરૂરિયાતોને આધારે નિર્ણય લઈ શકો છો.
કાર લોનના વ્યાજ દરો: ઇલેક્ટ્રિક વ્હીકલ્સ VS નોન-ઇલેક્ટ્રિક વ્હીકલ્સ
