વીજળી બચાવવા માટેની ટીપ્સ: ભારતમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને આગામી દિવસોમાં તાપમાન વધવાની ધારણા છે. હવામાન વિભાગ દ્વારા હીટ સ્ટ્રોકની અનેક ચેતવણીઓ પણ આપવામાં આવી છે. ગરમીથી બચવા લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે, ગરમીથી બચવા લોકો કોલ્ડ ડ્રિંક – જ્યુસ – ઠંડુ પાાણી પીવે છે. ઉપરાંત ઘરની અંદર ગરમીથી બચવા માટે પંખા, કુલર અને એર કન્ડિશનર (એસી) ચલાવે છે, જેના કારણે ઉનાળામાં લાકડા તોડ લાઇટ બિલ આવે છે. આજના મોંઘવારીના સમયમાં કેટલીક વાતોનું ધ્યાન રાખીને ઉનાળામાં લાઇટ બિલનો ખર્ચ ઘટાડી શકાય છે. તો ચાલો જાણીયે ઉનાળામાં લાઇટ બિલ ઘટાડવાની ટિપ્સ
ACનું ટેમ્પરેચર નોર્મલ રાખો
ઉનાળામાં AC નો વપરાશ નોંધપાત્ર રીતે વધી જાય છે. ઘણા લોકો ઘરમાં દિવસ-રાત એરકન્ડિશનર ચાલુ રાખે છે. જેના કારણે તેમનું વીજળીનું બિલ પણ ઘણું વધી જાય છે. જો કે, તમે તમારા ACનું ટેમ્પરેચર નોર્મલ રાખીને ઘણી વીજળી બચાવી શકો છો. જેમ કે જો તમે તાપમાન 16 ડિગ્રી રાખો છો તો વધારે વીજળી વપરાશે પરંતુ જો તમે તેને 24 ડિગ્રી પર સેટ કરશો તો વીજળીનો વપરાશ ઓછો થશે.
LED લાઇટનો ઉપયોગ કરો
જો તમે હજી પણ જૂના બલ્બનો ઉપયોગ કરી રહ્યાં છો અથવા તમારા ઘરમાં કોઈ બલ્બ લગાવવામાં આવ્યો છે જે વધુ વીજળી વાપરે છે, તો તેને જલ્દીથી બદલી નાખો. આ સિવાય ઘણા નાના LED બલ્બથી લાઇટ કરવાને બદલે એક મોટા LED બલ્બનો ઉપયોગ કરો. લાઇટ બિલ ઘટાડવાનો આ પણ એક અસરકારક ઉપાય છે.
સ્ટેન્ડ-બાય મોડમાંથી ટીવી દૂર કરો
જો તમે ટીવી જોવાનું બંધ કરી દીધું હોય તો પણ તેમાં વીજળી વપરાય છે. તેથી, ટીવીને બંધ કરતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે તે હજુ પણ ‘સ્ટેન્ડ-બાય’ મોડમાં નથી. ઉપરાંત ઘણા લોકો મોબાઈલ ચાર્જર પ્લગ ઈન છોડી દે છે. તેથી એકવાર મોબાઈલ ચાર્જ થઈ જાય પછી સોકેટમાંથી ચાર્જર કાઢી લો. આમ કરવાથી તમે વીજળી બચાવી શકો છો.
ઇલેક્ટ્રિક સ્ટોવનો ઉપયોગ કેવી રીતે કરવો
તમારામાં ઇલેક્ટ્રિક સ્ટોવમાં પણ વધારે વીજળી વપરાય છે. તેથી ઇલેક્ટ્રિક સ્ટોવ પર રસોઈ કરતી વખતે ધ્યાનમાં રાખો કે ભોજન તૈયાર થાય તેની થોડીક મિનિટો પહેલાં તેને બંધ કરો દો અને બચેલી આગનો ઉપયોગ કરો. ઉપરાંત ફ્રિજમાં રાખેલ કોઈપણ શાકને બહાર કાઢ્યા પછી તરત જ તેને ફ્રાય કે ગરમ કરવું નહીં. ભોજનને ફ્રિજમાંથી બહાર કાઢીને તેને ખોલ્લામાં રહેવા દો, જેથી તે રૂમના તાપમાને અનુકૂળ થઈ શકે. આમ કરવાથી પણ તમારી વીજળી ઓછી વપરાશે.
કપડાને ઇસ્ત્રી કરવા માટે કેવા પ્રકારની પ્રેસનો ઉપયોગ કરવો
ઘણા લોકો નથી જાણતા કે તમે કપડાને ઇસ્ત્રી કરતી વખતે પણ ઘણી વીજળી વપરાય છે. જો તમે હજુ પણ જૂનું ઇસ્ત્રી વાપરતા હોવ તો તેને બદલી નાંખો. તમારે એવા પ્રકારની ઇસ્ત્રીનો ઉપયોગ કરવો જોઈએ જેમાં ઓટોમેટિક સ્વીચ – ઓફનો વિકલ્પ હોય. આવા પ્રકારન ઇસ્ત્રીનો ઉપયોગ કરવાથી તમારા ખિસ્સા પર લાઇટ બિલનો બોજ ઓછો થશે.