Elon Musk Post On Microsoft Windows PC Laptop : એલોન મસ્ક અને માઈક્રોસોફ્ટ વચ્ચે વિવાદ સર્જાયો છે. દુનિયાના સૌથી ધનિક અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે તાજેતરમાં એક નવું લેપટોપ ખરીદ્યું છે. પરંતુ તેઓએ હજુ સુધી તેનો ઉપયોગ કર્યો નથી. એલોન મસ્કએ વિન્ડોઝ પીસી લેપટોપ ખરીદ્યું અને તે તેના કેટલાક ફંક્શનથી ખુશ નથી. એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી
એલોન મસ્કે માઈક્રોસોફ્ટમાં ખામીઓ દર્શાવી
એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, “તાજેતરમાં મેં પીસી લેપટોપ ખરીદ્યું છે પરંતુ હું તેનો ઉપયોગ કરી શકીશ નહીં. આ માટે મારે માઈક્રોસોફ્ટ એકાઉન્ટ બનાવવું પડશે. આનો અર્થ એ છે કે હું મારું પોતાનું એઆઈ એક્સેસ કોમ્પ્યુટરને આપી રહ્યો છું. ઉપરાંત એલોન મસ્કે સૂચન આપતા લખ્યું કે, આને ઓપન કરતી વખતે વિકલ્પ હોવો જોઇએ કે, તમે એકાઉન્ટ બનાવવા ઇચ્છો છો કે આ સ્ટેપને સ્કિપ કરવા માંગો છો.
એલોન મસ્કની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ ગઇ, કેટલાક યુઝર ડેટા પ્રાયવસી અને સંભવિત AI અસર વિશે તેમની ચિંતાઓનું વ્યક્ત કરી છે. જો કે, ઘણા લોકોએ ધ્યાન દોર્યું હતું કે Microsoft એકાઉન્ટ બનાવવું એ Windows PC માટે એક એક્સરસાઇઝ છે, જે ક્લાઉડ સ્ટોરેજ, એપ્લિકેશન ડાઉનલોડ્સ અને સિસ્ટમ અપડેટ્સ જેવા ફીચર પ્રદાન કરે છે.
એલોન મસ્ક ની પોસ્ટ પછી, ઘણા લોકોએ તેને વૈકલ્પિક ઉકેલ રજૂ કર્યા છે. કોમ્યુનિટી ફીચર નોટ્સ કહે છે, “માઈક્રોસોફ્ટ એકાઉન્ટ વિના વિન્ડોઝનું નવું વર્ઝન સેટ કરવું હજુ પણ શક્ય છે.” એલોન મસ્કે કહ્યું કે, કોમ્યુનિટી ફીચર નોટ્સ અહીં ફેલ થઈ રહી છે. એક યુઝરે મસ્કને સૂચન કર્યું કે તેમણે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાનો સંપર્ક કરવો જોઈએ. આ અંગે મસ્કએ કહ્યું કે તેણે આ મુદ્દે નડેલાને ટેક્સ્ટ કર્યો હતો. માઇક્રોસોફ્ટે હજુ સુધી મસ્કની ટિપ્પણીનો સત્તાવાર રીતે જવાબ આપ્યો નથી.
આ પણ વાંચો | મેટા થ્રેડ્સ નવું ફીચર લોન્ચ કરશે, એલોન મસ્કના ટ્વિટરને ટક્કર આપશે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ
Grok AI લોન્ચ કરશે એલોન મસ્ક
એલોન મસ્ક Grok AI લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ એઆઈ તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X માં જોવા મળશે. આ ચેટબોટ બધા યુઝર માટે ઉપલબ્ધ નથી. ફક્ત તે જ યુઝર કે જેમણે X પર સબ્સ્ક્રાઇબ કર્યું છે તેઓ જ તેનો ઉપયોગ કરી શકે છે અને તે ChatGPTની જેમ જ કામ કરશે.





