Elon Musk Net Worth : એલોન મસ્કે રચ્યો ઇતિહાસ, 500 અબજ ડોલરની સંપત્તિ ધરાવનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ, જાણો નંબર 2 કોણ છે?

Elon Musk Net Worth : ટેસ્લા કંપનીના સીઇઓ એલોન મસ્ક 500 અબજ ડોલરની સંપત્તિ ધરાવનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ બની ગયા છે. ટેસ્લા, X, સ્પેસએક્સ કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળાની મસ્કની સંપત્તિમાં રોકેટ ગતિએ વધારો થયો છે.

Written by Ajay Saroya
October 02, 2025 10:02 IST
Elon Musk Net Worth : એલોન મસ્કે રચ્યો ઇતિહાસ, 500 અબજ ડોલરની સંપત્તિ ધરાવનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ, જાણો નંબર 2 કોણ છે?
Elon Musk Net Worth : એલોન મસ્ક દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે. (Photo : Social Media)

Elon Musk Net Worth History : એલોન મસ્કે ઇતિહાસ રચ્યો છે. ફોર્બ્સ અનુસાર ટેસ્લા કંપનીના સીઇઓ એલોન મસ્ક 500 અબજ ડોલરની સંપત્તિ ધરાવનાર ઇતિહાસના પ્રથમ વ્યક્તિ બની ગયા છે. 500 અબજ ડોલરની સંપત્તિનો સીમાચિહ્ન હાંસલ કરવા પાછળ ટેસ્લા કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો અને રોકેટ બનાવતી સ્પેસએક્સ થી લઇ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ xAI એ એલોન મસ્કની સંપત્તિમાં વધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

ટેસ્લા કંપનીના શેરમાં ઉછાળો

ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી ટેસ્લા કંપની એલોન મસ્કની સંપત્તિમાં સૌથી વધુ યોગદાન આપે છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં ટેસ્લા કંપનીના શેર 14 ટકા કરતા વધુ વધ્યા છે, જેમા એકલા બુધવારે જ કંપનીનો શેર 4 ટકા જેટલો વધ્યો હતો. શેરમાં એક દિવસની તોફાની તેજીથી મસ્કની સંપત્તિમાં 7 અબજ ડોલરનો ઉમેરો થયો હતો.

1 ટ્રિલિયનનું કોમ્પનસેશન પેકેજ

ટેસ્લા કંપનીના બોર્ડે પાછલા મહિને સ્પષ્ટ કર્યુ હતું કે, એલોન મસ્ક કંપનીના ભવિષ્ય માટે બહુ મહત્વપૂર્ણ બની ગયા છે. બોર્ડના સીઇઓ માટે 1 ટ્રિલિયન ડોલરનું કોમ્પન્સેશન પેકેજ ઓફર કરાયું હતું, કારણ કે મસ્ક પોતે AI અને રોબોટિક્સના દિગ્ગજ સ્વરૂપે ફરીથી સ્થાપિત કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે.

xAI અને SpaceX ની વેલ્યૂએશન વધી

ટેસ્લા સિવાય ખાનગી સ્પેસ લોન્ચ ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રણી સ્પેસએક્સની વેલ્યૂએશન સતત વધી રહી છે. સાથે જ OpenAI અને અન્ય એઆઈ કંપનીઓને પડકારવા માટે મસ્કના લેટેસ્ટ વેન્ચર xAIની પણ વેલ્યૂએશન વધી રહી છે. તેનાથી મસ્કની સંપત્તિમાં રોકેટ ગતિથી વધારો થયો છે.

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં બીજા નંબર પર Oracle કંપનીના સ્થાપક Larry Ellison છે. તેની સંપત્તિ 350.7 અબજ ડોલર છે. એટલે કે તેમના કરતા એલોન મસ્ક પાસે 150 અબજ ડોલર વધારે સંપત્તિ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ