Elon Musk: એલોન મસ્કે X પોતાની જ કંપની xAIને વેચ્યું, 33 અબજ ડોલરમાં થયો સોદો

Elon Musk sells X to xAI : ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલોન મસ્કે વર્ષ 2022માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું અને તેનું નામ એક્સ રાખ્યું હતું.

Written by Ajay Saroya
March 29, 2025 07:58 IST
Elon Musk: એલોન મસ્કે X પોતાની જ કંપની xAIને વેચ્યું, 33 અબજ ડોલરમાં થયો સોદો
એલોન મસ્ક ફાઈલ તસવીર - photo - Social media

Elon Musk sells X to xAI : દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેમણે 33 અબજ અમેરિકન ડોલરના ઓલ સ્ટોક સોદામાં સોશિયલ મીડિયા સાઇટ એક્સને તેની પોતાની એક્સએઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીને વેચી દીધી છે. અમેરિકાના ઉદ્યોગપતિ ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ મસ્કે 2022 માં ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું અને તેનું નામ X રાખ્યું હતું.

મસ્કે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આ પગલું એક્સએઆઈની અદ્યતન એઆઈ ક્ષમતા અને એક્સની વ્યાપક પહોંચ સાથે કુશળતાને જોડીને પુષ્કળ સંભાવનાઓ ખોલશે.” તેમણે કહ્યું કે આ ડીલમાં એક્સએઆઇનું મૂલ્ય 80 અબજ અમેરિકન ડોલર અને એક્સનું મૂલ્ય 33 અબજ અમેરિકન ડોલર છે. બંને કંપનીઓ ખાનગી માલિકીની છે, જેનો અર્થ એ છે કે તેઓએ તેમના નાણાકીય નિવેદનો જાહેર કરવાની જરૂર નથી.

એલોન મસ્ક, જે ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ પણ છે, તેમજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પણ છે, તેમણે 2022 માં ટ્વિટર નામની સાઇટ 44 અબજ ડોલરમાં ખરીદી હતી. જે બાદ તેઓએ પોતાના સ્ટાફને હટાવીને હેટ સ્પીચ, ખોટી માહિતી અને યુઝર વેરિફિકેશન પર પોતાની નીતિઓ બદલીને તેનું નામ બદલીને એક્સ કરી દીધું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ