Elon Musk’s SpaceX Starsihp : એલન મસ્કની કંપની SpaceX નું લોન્ચ કરેલું રોકેટ આકાશમાં જ ફાટી ગયું, જુઓ વીડિયો

Elon Musk's SpaceX Starship : અમેરિકાના ટેક્સાસ શહેરમાં અત્યારનું સૌથી મોટું રોકેટ સ્ટારશિપ લોન્ચ થયું હતું પરંતુ લોન્ચ થયાના થોડા સમય બાદ રોકેટ આકાશમાં જ ફાટી ગયું હતું.

Written by Ankit Patel
Updated : April 21, 2023 09:20 IST
Elon Musk’s SpaceX Starsihp : એલન મસ્કની કંપની SpaceX નું લોન્ચ કરેલું રોકેટ આકાશમાં જ ફાટી ગયું, જુઓ વીડિયો
અમેરિકાના ટેક્સાસ શહેરમાં અત્યારનું સૌથી મોટું રોકેટ સ્ટારશિપ લોન્ચ થયું હતું

Elon Musk’s SpaceX Starship : બિઝનેસ મેન એલન મસ્કની કંપની સ્પેસએક્સ ગુરુવારે ઇતિહાસ રચવાનારી હતી. પરંતુ એક મોટી ઘટનાના કારણે સ્પેસએક્સ ઇતિહાસ ચરવાથી ચૂકી ગઈ હતી. અમેરિકાના ટેક્સાસ શહેરમાં અત્યારનું સૌથી મોટું રોકેટ સ્ટારશિપ લોન્ચ થયું હતું પરંતુ લોન્ચ થયાના થોડા સમય બાદ રોકેટ આકાશમાં જ ફાટી ગયું હતું. આ રોકેટનું નિર્માણ એલન મસ્કની કંપની સ્પેસ એક્સે કર્યું હતું.

આ રોકેટને પહેલા 17 એપ્રિલે લોન્ચ કરવાનું હતું

ભારતીય સમય અનુસાર સાંજ 7.3 વાગ્યે સ્ટારશિપ રોકેટને લોન્ચ કરવામાં આવ્યું હતું. અમેરિકાના ટેક્સાસ સ્થિ બોકાચિકા ફેસિલિટીથી ટેસ્ટ ફ્લાઇટ માટે રોકેટને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટને પહેલા 17 એપ્રિલે સાંજે 6.50 વાગ્યે લોન્ચ કરવાનું હતું પરંતુ આમાં ટેક્નિકલ ખરાબી થવાના કારણે લોંચિંગને સ્થગિત રાખવામાં આવી હતી.

રોકેટ ફાટવાના કારણે મોટો ધડાકો થયો

રોકેટ ફાટવાના કારણે એક મોટો ધડાકો થયો હતો. આ સાથે જ રોકેટ નષ્ટ થયું હતું. સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં બધા કર્મચારી એક જગ્યા પર ઉભા છે અને રોકેટ જોઇ રહ્યા છે. રોકેટ ફાટ્યા બાદ એલન મસ્ક સહિત દરેક કર્મચારી તાળી વગાડી રહ્યા હતા.

સ્ટારશિપ રોકેટ પર આખી દુનિયાની હતી નજર

સ્ટારશિપ રોકેટ ઉપર આખી દુનિયા નજર રાખીને બેઠી હતી. કારણે સ્પેસએક્સ રોકેટની મદદથી માણસો પણ બીજા ગ્રહ પર મોકલવા માંગતા હતા. કંપનીએ પહેલા જ જણાવી દીધું હતું કે એલન મસ્ક 2029 સુધી માણસોને અવકાશમાં મોકલવા માંગે છે. ત્યાં માણસોના રહેવા માટે વ્યવસ્થા પણ કરવા માંગે છે. સ્ટારશિપ રોકેટને આ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવ્યું હતું. આ દુનિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકેટ હતું. આ રોકેટની ઉંચાઇ 295 ફૂટ હતી.

એલન મસ્કે પોતાના બધા વૈજ્ઞાનિકો અને કર્મચારીઓને શુભેચ્છા પાઠી

રોકેટ બ્લાસ્ટ થયા બાદ પણ કંપનીના માલિક એલન મસ્કે પોતાના દરેક વૈજ્ઞાનિકો અને કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે સ્ટારશિપના રોમાંચક પરીક્ષણ લોન્ચ પર સ્પેસ એક્સની ટીમનો શુભેચ્છાઓ. કેટલાક મહિનાઓ આગામી ટેસ્ટ લોન્ચ માટે ગણું બધું સીખ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ