Elon Musk: દુનિયાના 100 શક્તિશાળી લોકોમાં એલોન મસ્ક સૌથી મોખરે, યાદીમાં માત્ર 1 ભારતીય સામેલ

Fortune 100 Most Powerful People List: ફોર્ચ્યુન દ્વારા ઉદ્યોગજગતના દુનિયાના 100 પાવરફુલ લોકોની યાદીમાં એલોન મસ્ક પ્રથમ નંબર પર આવ્યા છે. જો કે અલબત્ત આ યાદીમાં માત્ર એક ભારતીયને સ્થાન મળ્યું છે.

Written by Ajay Saroya
November 14, 2024 13:47 IST
Elon Musk: દુનિયાના 100 શક્તિશાળી લોકોમાં એલોન મસ્ક સૌથી મોખરે, યાદીમાં માત્ર 1 ભારતીય સામેલ
Elon Musk Most Powerful People In Business: એલોન મસ્ક ફોર્ચ્યુન 100 સૌથી શક્તિશાળી લોકોમાં પ્રથમ નંબર છે. (Photo: Tesla)

Fortune 100 Most Powerful People List 2024: એલોન મસ્ક દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. ફોર્ચ્યુન દ્વારા ઉદ્યોગજગતના ટોપ 100 પાવરફુલ લોકોની યાદીમાં ટેસ્લા અને ટ્વિટર કંપનીના માલિક એલોન મસ્ક સૌથી ટોચ પર છે. સૌથી ખાસ વાત એ છે કે, દુનિયાના શક્તિશાળી નેતાઓની યાદીમાં માત્ર એક ભારતીયને સ્થાન મળ્યું છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે ફોર્ચ્યુનની આ લિસ્ટમાં એ બિઝનેસ લીડર્સનો સમાવેશ થાય છે જેમણે બિઝનેસની સાથે-સાથે બીજા ઘણા ક્ષેત્રોમાં પણ દુનિયા પર પોતાની ઉંડી અસર છોડી છે.

ફોર્ચ્યુનની નવી યાદીમાં વિશ્વના 40 દેશોના ઉદ્યોગપતિઓને સ્થાન મળ્યું છે અને તેમની ઉંમર 30થી 90 વર્ષની વચ્ચે છે. જેમાં કંપનીઓના સ્થાપકો, ચીફ એક્ઝિક્યુટિવ્સ, ઇનોવેટર્સનો સમાવેશ થાય છે. ભારતની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી આ લિસ્ટમાં સ્થાન મેળવનાર એક માત્ર ભારતીય છે.

મુકેશ અંબાણી દુનિયાના 12માં નંબરના સૌથી શક્તિશાળી વ્યક્તિ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન રિલાયન્સ અંબાણી ભારત અને એશિયાના સૌથી વધુ ધનવાન વ્યક્તિ છે. તેમણે ટેલિકોમ અને એનર્જી સેક્ટરમાં મોટી સફળતા હાંસલ કરી વૈશ્વિક સ્તરે ઉદ્યોગ જગતમાં ભારતનો ડંકો વગાડ્યો છે. ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દુનિયાના સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં 12મા નંબરે છે. આ યાદીમાં તેમની આગળ એમેઝોનના જેફ બેજોસ 11માં નંબર પર છે અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ 10માં નંબર પર છે.

ફોર્ચ્યુન 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં એલન મસ્ક બાદ Nvidia ના સીઈઓ Jensen Huang (જેન્સન હુઆંગ) અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા બીજા નંબર પર છે. આ બંનેએ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ક્રાંતિકારી પ્રગતિ કરી સમગ્ર દુનિયા પર વ્યાપક અસર કરી છે.

માર્ક ઝુકરબર્ગ, સેમ ઓલ્ટમેન શક્તિશાળી લોકોની યાદીમાં સામેલ

દુનિયાના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં વોરેન બફેટ, જેમી ડિમોન અને એપલના ટિમ કુકનો સમાવેશ થાય છે. ફેસબુક – મેટાના માર્ક ઝકરબર્ગને પણ મેટાવર્સમાં તેની સ્ટ્રેટેજીના કારણે આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. એઆઈ ડેવલપમેન્ટમાં સૌથી આગળ રહેલા ઓપનએઆઈના સેમ ઓલ્ટમેનનું નામ પણ સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં છે.

આ ઉપરાંત ટોપ 15 સેલિબ્રિટીઝમાં જનરલ મોટર્સના મેરી બૈરાનું નામ પણ છે, જેમણે ઓટોમોટિવ અને ઇવી ઇન્ડસ્ટ્રીમાં ઉંચુ સ્થાન બનાવ્યું છે. ફાઈનાન્સિયલ સર્વિસમાં અસરકારક નેતૃત્વ માટે બેંક ઓફ અમેરિકાના સીઈઓ બ્રાયન મોયનિહાન પણ આ યાદીમાં છે. હ્યુઆવેઇના સ્થાપક રેન ઝેંગફેઇ 14માં, સિટી બેંકનું નેતૃત્વ કરનાર જેન ફ્રેઝર આ યાદીમાં 15મા ક્રમે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ