Twitter: ટ્વિટરનો લોગો – કલર બદલાશે, એલોન મસ્કે ટ્વિટર કરીને આપ્યા સંકેત

Elon Musk Twitter: ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે જ્યારથી ટ્વિટરનું અધિગ્રહણ કર્યું છે ત્યારથી તેમાં સતત ફેરફારો થઇ રહ્યા છે

Written by Ajay Saroya
July 23, 2023 13:59 IST
Twitter: ટ્વિટરનો લોગો – કલર બદલાશે, એલોન મસ્કે ટ્વિટર કરીને આપ્યા સંકેત
Twitter: એલોન મસ્ક ટ્વિટરના માલિક છે

Elon Musk and Twitter logo changes:એલોન મસ્ક ટૂંક સમયમાં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરને છોડી શકે છે અથવા તેમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યા છે. એલોન મસ્કે તાજેતરમાં કરેલા ટ્વિટ્સે ફરી એકવાર આ તરફ ધ્યાન ખેંચ્યુ છે. જ્યારથી ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે ટ્વિટરને હસ્તગત કર્યું છે, ત્યારથી તેમાં કેટલાક મોટા ફેરફારો થયા છે. લેટેસ્ટ અપડેટ મુજબ આ ઘટનાક્રમ હાલ અટકે તેવી કોઇ શક્યતા દેખાતી નથી.

એલોન મસ્કે એક પછી એક ટ્વિટ કરીને યુઝર્સના અભિપ્રાય માંગ્યા

દુનિયા સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે રવિવાર, 23 જુલાઈના રોજ એક પછી એક ટ્વિટ કર્યા છે. આ ટ્વીટ્સથી એક વાત સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં ટ્વિટર, તેના કલર અને લોગોમાં ફેરફાર થવા તો ટ્વિટરની કાયાપલટ થવાની શક્યતા છે. મસ્કે પોતાના ટ્વીટમાં પોસ્ટ કરેલા પોલમાં યુઝર્સ પાસેથી આ મુદ્દે સુચનો માંગ્યા છે. મસ્ક અગાઉ પણ ટ્વિટરમાં યુઝર્સના અભિપ્રાય અનુસાર ફેરફાર કરવાનો દાવો કરી ચૂક્યા છે.

Twitterનો કલર બદલાશે!

ટ્વિટરમાં વારંવાર થતા મોટા ફેરફારો વચ્ચે એલોન મસ્કે એક ટ્વિટ કરીને ટ્વિટરના ડિફોલ્ટ રંગને સફેદમાંથી બ્લેક કરવા અંગે લોકોનો અભિપ્રાય માંગ્યો છે. મસ્કે અન્ય એક ટ્વિટમાં આ પોલને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેના પ્રત્યુત્તર જવાબમાં 75 ટકાથી વધુ યુઝર્સનું માનવુ છે કે, ટ્વિટરનો ડિફોલ્ટ રંગ સફેદથી કાળો કરવો જોઈએ.

બ્રાન્ડ તરીકે ટ્વિટરની થશે વિદાય, નવો લોગો આવશે

ટ્વિટરનો ડિફોલ્ટ કલર બદલવા સંબંધિત પોલ બાદ એલોન મસ્કે વધુ એક ટ્વિટ કરીને સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેણે લખ્યું છે કે ટૂંક સમયમાં જ ટ્વિટર એક બ્રાન્ડ તરીકે વિદાય લેવા જઈ રહ્યું છે અને પક્ષી ઉડી જવાનું છે. આ પછી તરત જ, એલોન મસ્કએ અન્ય એક ટ્વિટમાં માહિતી આપી છે કે જો આજે રાત સુધીમાં ટ્વિટરનો એક મહાન લોગો તૈયાર થઈ જશે, તો અમે આવતીકાલે તેને વિશ્વભરમાં લાઈવ કરીશું.

આ પણ વાંચોઃ મનુષ્ય બે પગ પર સીધા- ટટ્ટાર કેમ ચાલે છે? માનવ શરીરમાં ખાસ જનીન શોધ્યો હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો

મસ્કે ટ્વિટરના લોગો વિશે નવી માહિતી આપી, ક્યા ફેરફારો થશે

એલોન મસ્કે એક તસવીર ટ્વીટ કરી અને લખ્યું- Like This અને તસવીરમાં દેખાતા નવા લોગોથી જાણવા મળે છે કે પહેલા અને હાલની સરખામણીમાં ટ્વિટરના પક્ષીનો રંગ બદલાશે. કારણકે અત્યાર સુધી ટ્વિટરના લોગોમાં વાદળી કલરનાબ્રેકગાઉન્ડમાં સફેદ કલરનું પક્ષી દેખાતુ હતુ. એલોન મસ્ક ટુંક સમમયાં ટ્વિટરનો નવો લોગો પબ્લિશ કરશે જેમાં કાળા કલરના બ્રેકગ્રાઉન્ડમાં સફેદ રંગનું પક્ષી દેખાશે. આ બધા ફેરફારો જોઇને સ્પષ્ટપણે લાગે છે કે એલોન મસ્ક ટ્વિટરને ચર્ચામાં રાખવા માટે કંઇને કંઇ ગતકડાં કરતા રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ