એલોન મસ્કે ટ્વિટરના નવા સીઈઓ ઘોષણા કરી છે. એલોન મસ્કે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે, ટ્વિટર માટે નવા CEOની પસંદગી કરી લેવામાં આવી છે, તેણી છ સપ્તાહની અંદર આ જવાબદારી સંભાળી લેશે. જો કે મસ્કે ટ્વિટરના નવા મહિલા સીઇઓ કોણે છે તેનો ખુલાસો કર્યો હતો. જો કે હાલ એવી અટકળો વહેતી થઇ છે કે, ટ્વિટરના નવા સંભવિત મહિલા સીઇઓમાં લિન્ડા યાકારિનો છે. ટ્વિટરના સીઇઓની પદની રેસમાં તેઓ સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તો ચાલો જાણયે કોણ છે લિન્ડા યાકારિનો
લિન્ડા યાકારિનો કોણ છે? જે બની શકે છે ટ્વિટરના નવા સીઇઓ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એલોન મસ્કે ટ્વિટરના નવા સીઇઓ માટે જે મહિલાની પસંદગી કરી છે તે કદાચ લિન્ડા યાકારિનો હોઇ શકે છે. લિન્ડા યાકારિનો હાલ એનબીસી યુનવર્સિલ (NBCUniversal)ના પાર્ટનરશીપ અને ગ્લોબલ એડવર્ટાઇઝમેન્ટના હેડ છે. તેઓ વર્ષ 2011થી આ કંપની સાથે જોડાયેલા છે.
લિન્ડા યાકેરિનો મીડિયા અને જાહેરાત ઉદ્યોગમાં બહોળો અનુભવ ધરાવનાર એક કુશળ એક્ઝિક્યુટિવ છે. NBCUniversal ખાતે લિન્ડા યાકારિનો લીનિયર ટીવી નેટવર્ક્સ, ડિજિટલ અને સ્ટ્રીમિંગ સર્વિસ અને ડિસ્ટ્રીબ્યૂશન પાર્ટનરશીપ સહિત કંપનીના વિવિધ મીડિયા પ્લેટફોર્મની દેખરેખ અને મોનેટાઇઝિંગ માટે જવાબદાર છે. તેમની કામગીરીમાં ગ્લોબલ, નેશનલ અને સ્થાનિક જાહેરાતોના વેચાણ, તેમજ માર્કેટિંગ, એડ ટેકનોલોજી, ડેટા, મેઝરમેન્ટ, કોમર્સ અને વ્યૂહાત્મક પહેલનું સંચાલન શામેલ છે.
લિન્ડા યાકારિનોનો વર્ષ 1962માં અમેરિકામાં રહે છે. મીડિયા રિપોર્ટ્ મુજબ તેમની પાસે અંદાજે 2.8 થી. 3.2 કરોડ ડોલર જેટલી સંપત્તિ હોવાનું મનાય છે. તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત પગાર છે.
આની પહેલા લિન્ડા યાકારિનોએ ટર્નર બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ સહિતની જાહેરાત એજન્સીઓમાં વિવિધ સિનિયર લિડરની ભૂમિકાઓ સંભાળી હતી. તેમણે ટર્નર એન્ટરટેઈનમેન્ટ એડવર્ટાઈઝિંગ સેલ્સનાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ/સીઓઓ તરીકે પણ કામગીરી કરી છે.
લિન્ડા યાકેરિનોની પ્રોફેશનલ ઉપલબ્ધિઓની વાત કરીયે બિઝનેસ ઇનસાઇડરની “ટોપ 10 પીપલ ટ્રાન્સફોર્મિંગ એડવર્ટાઇઝિંગ”; એડવીકની “ટીવીમાં દસ સૌથી શક્તિશાળી મહિલાઓ”; હોલીવુડ રિપોર્ટરનું “વિમેન ઇન એન્ટરટેઇનમેન્ટ: પાવર 100” ; અને વેરાયટીની “ન્યુ યોર્કની પાવર વુમન”માં તેમણે સ્થાન મેળવ્યું છે.
તેમનો B&Cના હોલ ઓફ ફેમમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માનવતાવાદી શ્રેષ્ઠતા માટે UJA ફાઉન્ડેશનનો મેક ડેન એવોર્ડ, પેન સ્ટેટ યુનિવર્સિટી તરફથી પ્રતિષ્ઠિત એલ્યુમિની એવોર્ડ પણ મળ્યો છે.
ટ્વિટરને 44 અબજ ડોલરમાં ટેકઓવર કર્યુ
નોંધનિય છે કે, દુનિયાના સૌથી ધનિક એલોન મસ્કે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં 44 અબજ ડોલરમાં સોશિયલ મીડિયા ટ્વિટરને ટેકઓવર કરવાની કર્યું હતું. ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ એલોન મસ્કે કડક વલણ અપનાવી કંપનીના ભારતીય સીઇઓ સહિત ઘણા ઉચ્ચ અધિકારીઓને નોકરીમાં છુટાં કર્યા હતા. ઉપરાંત ટ્વિટરના બ્લુ ટીક માટે ચાર્જ વસૂલવાનું પણ શરૂ કર્યું છે.