Elon Musk: એલન મસ્ક સામે સંકટ, માતાએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું ” મારા દીકરા પર જીવનું જોખમ”

Elon Musk Twitter CEO: એલન મસ્કે (Elon Musk) ચેતવણી આપતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિનું રિયલ ટાઈમ લોકેશનની જાણકારીને ઇન્ટરનેટ પર પોસ્ટ કરનારાઓના એકાઉન્ટ બંધ કરી દેવાશે, કેમ કે આ શારીરિક સુરક્ષાનું ઉલ્લંઘન છે.

Written by shivani chauhan
Updated : December 19, 2022 15:52 IST
Elon Musk: એલન મસ્ક સામે સંકટ, માતાએ વ્યક્ત કરી ચિંતા,  કહ્યું ” મારા દીકરા પર જીવનું જોખમ”

Elon Musk News : ટ્વિટર (Twitter) ના સીઈઓ એલન મસ્ક (Elon Musk) થોડા સમયથી સતત પોતાનો પરિવાર જોખમ છે એ વાત કહી રહ્યા છે. થોડા દિવસ પહેલા એલન મસ્કએ ખુલાસો કર્યો હતો કે એક વ્યક્તિએ તેમના 2 વર્ષના પુત્રની પાછળ પડ્યો હતો. આ મામલો સતત આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને હવે એલન મસ્કની મા મેય મસ્ક (Maye Musk) એ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમનો પુત્ર જોઈ જોખમમાં છે. બીજી તરફ એલન મસ્કએ એક ટ્વિટ પોલ કરી હતી જેમાં ટ્વિટ્ટર યુઝર્સે તેમને સીઈઓનું પદ છોડવું જોઈએ કે નહિ ના સવાલ પર વોટ કરવા માટે કહ્યું હતું, મસ્કએ વાયદો કર્યો હતો કે જે પણ પરિણામ આવશે તેને તેઓ સ્વીકારી લેશે.

લેરી એલ્ડરની ટ્વિટ પર મેય મસ્ક (Maye Musk) એ આપ્યો જવાબ:

અમેરિકન લેખક લેરી એલ્ડરએ એલન મસ્કને લઈને એક ટ્વિટ કરી હતી, જેમાં લેરી એલ્ડરએ લખ્યું હતું કે, ” જો એડોલ્ફ હિટલર માઓત્સે તુંગ અને એલન મસ્ક રસ્તા પર ચાલી રહ્યા હોય અને તમે એક એમેરિકનને 2 ગોળી સાથે બંદૂક આપી હોય તો તે બંને ગોળીથી એલન મસ્કને મારી નાખે.”

આ પણ વાંચો: આજનો ઇતિહાસ : 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ, 450 વર્ષ બાદ ‘પોર્ટુગીઝ રાજ’ સમાપ્ત થયો

આ ટ્વિટ પર જવાબ આપતા એલન મસ્કની મા મેય મસ્કે (Maye Musk) એ લખ્યું હતું કે, ” કેટલી ધમકી ભરી અને ધિક્કારવા પાત્ર ટ્વિટ છે. મને આશા છે કે તમારા કોઈ પરિવાર અને બાળકો નહિ હોય, કેમ કે તેઓ હોય તો શરમથી તેઓનું માથું ઝુકાવ્યું હોત”

એલન મસ્કએ કાનૂની કાર્યવાહીની આપી ચેતવણી :

પહેલા પણ એલન મસ્કએ પોતાના દીકરાને લઈને કહ્યું હતું કે તેમનો દીકરો કારમાં જઈ રહ્યો હતો, કોઈ વ્યક્તિએ તેનો પીછો કર્યો હતો, અને મસ્કે કહ્યું કે તે વિદ્યાર્થી જેક સ્વીની સામે તેની ખાનગી જેટ ફ્લાઇટ્સ પર નજર રાખવા બદલ કાનૂની કાર્યવાહી કરશે.

મસ્કે ચેતવણી આપતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિનું રિયલ ટાઈમ લોકેશનની જાણકારીને ઇન્ટરનેટ પર પોસ્ટ કરતાઓ કોઈ પણ એકાઉન્ટ બંધ કરી દેવાશે, કેમ કે આ શારીરિક સુરક્ષાનું ઉલ્લંઘન છે, તેમાં રિયલ ટાઈમ લોકેશનની જાણકારી વળી સાઈટોની લિંક પોસ્ટ કરવામાં શામેલ છે. કોઈ પણ વ્યક્તિના લોકેશનની જાણકારી થોડા ટાઈમ પછી પોસ્ટ કરવામાં કોઈ પ્રોબ્લમ નથી, તે બરોબર છે.

આ પણ વાંચો: ઈલેક્શન કમિશને 54.32 કરોડ લોકોના આધાર કાર્ડ લીધા, હજુ એક પણ વોટર આઈડી સાથે લિંક નથી થયું – RTIમાં થયો ખુલાસો

શું સીઈઓનું પદ છોડશે મસ્ક? :

એલન મસ્કએ કે ટ્વિટ પોલ કરી હતી. જેમાં ટ્વિટ્ટર યુઝર્સને એ નક્કી કરવા કહ્યું હતું કે મસ્કે સીઇઓનું પદ છોડવું જોઈએ કે નહિ, અને વાયદો કર્યો હતો કે જો પોલનું પરિણામ જે પણ હશે તે સ્વીકારી લેશે. મસ્ક સીઈઓ તરીકે થોડા મહિના ઉથલ પાથલ ભરેલા રહ્યા, ટ્વિટ્ટરના હજારો કર્મચારીઓની છટણી અને મોટા પ્રમાણમાં નીતિગત બદલાવોને લાગુ કરવાએ તેમની માટે ચેલેંજિંગ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ