scorecardresearch

આજનો ઇતિહાસ : 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ, 450 વર્ષ બાદ ‘પોર્ટુગીઝ રાજ’ સમાપ્ત થયો

Today history (19 December) : આજે તારીખ 19 ડિસેમ્બર, 2022 (19 december) છે. હિન્દુ પંચાગ (hindu panchang tithi) અનુસાર આજની તિથિ માગસર વદ અગિયારસ છે. આજનો દિવસ ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવાય છે, તે 450 વર્ષ સુધી પોર્ટુગલની ગુલાબીમાંથી વર્ષ 1961માં સ્વતંત્ર થયુ હતું. જાણો ઇતિહાસ ની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

આજનો ઇતિહાસ : 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ, 450 વર્ષ બાદ ‘પોર્ટુગીઝ રાજ’ સમાપ્ત થયો
આજનો ઇતિહાસ 19 ડિસેમ્બર

આજે તારીખ 19 ડિસેમ્બર, 2022 (19 december) અને સોમવારનો (Monday) દિવસ છે. હિન્દુ પંચાગ (hindu panchang tithi) અનુસાર આજે માગસર વદ અગિયારસ તિથિ છે. કેલેન્ડર વર્ષ 2022 સમાપ્ત થવામાં હવે માત્ર 12 દિવસ બાકી છે. આજના ઇતિહાસની વાત કરીએ તો 19 ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1961માં આજના દિવસે ભારતીય સેનાએ ગોવા પર આક્રમણ કરી તેને પોર્ટુગીઝ આધિપત્યમાંથી મુક્ત કરાવ્યું અને ભારતમાં સામેલ કરી લેવામાં આવ્યું હતું. ઉપરાંત વર્ષ 1934માં આજના દિવસે ભારતના પ્રથમ અને એક માત્ર મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંહ પાટીલનો જન્મ થયો હતો. જાણો ઇતિહાસ ની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

19 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
 • 2012 – પાર્ક જ્યુન હી દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. જોકે, ભ્રષ્ટાચારના કારણે 2017માં તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2018માં તેમને 25 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
 • 2007 – ટાઇમ મેગેઝિને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પર્સન ઓફ ધી યરનો ખિતાબ આપ્યો.
 • 2006- નેપાળે શેલજા આચાર્યને ભારતમાં તેના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા.
 • 2005- અફઘાનિસ્તાનમાં ત્રણ દાયકા બાદ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સંસદની પ્રથમ બેઠક યોજાઈ.
 • 2003 – અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો હેઠળ કાશ્મીર મુદ્દાને ઉકેલવાની પાકિસ્તાનની માંગણીને પડતી મૂકવાનું સ્વાગત કર્યું.
 • 2000 – ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સતત 13મી ટેસ્ટ મેચ જીતી.
 • 1999 – 443 વર્ષ સુધી પોર્ટુગીઝના શાસનમાં રહ્યા બાદ મકાઉનું ચીનને હસ્તાંતરણ.
 • 1998-અમર્ત્ય સેનને બાંગ્લાદેશ દ્વારા માનદ નાગરિકતા આપવામાં આવી, શીલ કુમાર (ભારત) ડેનવર (અમેરિકા)માં યોજાયેલી વર્લ્ડ ડિસેબલ સ્કીઇંગમાં શ્રેષ્ઠ ખેલાડી જાહેર થયા.
 • 1998 – યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ​​દ્વારા તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સામે મહાભિયોગ કરવામાં આવ્યો. જોકે, ઉપલા ગૃહ સેનેટ દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
 • 1997 – ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો પૈકીની એક – ટાઇટેનિક રિલીઝ થઈ. આ ફિલ્મમાં લીઓનાર્ડો ડી કેપ્રિયો અને કેટ વિન્સલેટ મુખ્ય ભૂમિકામાં હતા.
 • 1984 – ચીન તેમજ બ્રિટનની વચ્ચે 1997 સુધીમાં હોંગકોંગ ચીનને પરત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કરાયા.
 • 1974 – ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડી અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રિકી પોન્ટિંગનો જન્મ થયો હતો.
 • 1961 – ગોવા મુક્તિ દિવસ : ગોવાને પોર્ટુગીઝની ગુલામીમાંથી આઝાદી મળી. ભારતીય સૈનિકોએ ઓપરેશન વિજય હેઠળ ગોવા, દમણ અને દીવને પોર્ટુગલથી મુક્ત કરાવ્યા.
 • 1958 – સુકુમાર સેનઃ ભારતીય પ્રજાસત્તાકના મુખ્ય ચૂંટણી કમિશનર/મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
 • 1941 – જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરે સેનાની સંપૂર્ણ કમાન સંભાળી અને જર્મન આર્મીના કમાન્ડર-ઇન-ચીફ બન્યા.
 • 1934 – ભારતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલનો જન્મ થયો.
 • 1927 – ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાહ ખાન અને રોશન સિંહને અંગ્રેજોએ ફાંસી આપી હતી.
 • 1919 – અમેરિકામાં હવામાન વિજ્ઞાન સોસાયટીની સ્થાપના કરવામાં આવી.
 • 1842 – અમેરિકાએ હુવેઈને પ્રાંત તરીકે માન્યતા આપી.
 • 1154 – કિંગ હેનરી દ્રિતિય ઇંગ્લેન્ડના રાજા બન્યા.
ગોવા મુક્તિ દિવસ

19 ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સૈનિકોએ 450 વર્ષ સુધી પોર્ટુગીઝની ગુલામીમાંથી ગોવાને વર્ષ 1967માં 19 ડિસેમ્બરે આઝાદ કરાવ્યુ હતુ. ગોવા ઉપરાંત ગુજરાતમાં આવેલા દીવ, દમણ પોર્ટુગીઝની ગુલાબીમાંથી આઝાદ થયા હતા. આ સાથે જ આજના દિવસે ભારત યુરોપિયન શાસનમાંથી સંપૂર્ણપણે મુક્ત થયું હતું.

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 17 ડિસેમ્બર ભારતના મહાન ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીનો શહીદ દિન

ભારતીય નૌકાદળના જહાજ ગોમાંતક ખાતે યુદ્ધ સ્મારકનું નિર્માણ સાત યુવાન બહાદુર ખલાસીઓ અને અન્ય કર્મચારીઓની યાદમાં કરવામાં આવ્યું હતું જેમણે ૧૯ ડિસેમ્બર, ૧૯૬૧ના રોજ ભારતીય નૌકાદળ દ્વારા ભારતમાં પોર્ટુગીઝ શાસનમાંથી ગોવા, દમણ અને દીવના પ્રદેશોને મુક્ત કરવા માટે હાથ ધરવામાં આવેલા “ઓપરેશન વિજય (૧૯૬૧)” માં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.

ફોટો ક્રેડિટ – વિકિપીડિયા
19 ડિસેમ્બરે ક્યાં મહાન વ્યક્તિનો જન્મ થયો
 • જમુના ટુડુ – 1980માં પદ્મશ્રીથી પુરસ્કૃત એક મહિલા વૃક્ષોના રક્ષણ માટે સમર્પિત મહિલાનો જન્મ થયો હતો.
 • રિકી પોન્ટિંગ – 1974માં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી અને કેપ્ટનનો જન્મ થયો.
 • નયન મોંગિયા – 1969, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર છે.
 • રતન લાલ કટારિયા – 1951, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ રાજનેતા પૈકીના એક.
 • જી. બી. પટનાયક – 1937, ભારતના ભૂતપૂર્વ 32માં મુખ્ય ન્યાયાધીશ.
 • પ્રતિભા દેવી સિંહ પાટીલ – 1934, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ.
 • ઓમ પ્રકાશ – 1919, ભારતીય સિનેમાના પ્રખ્યાત અભિનેતા.

આજનો ઇતિહાસઃ- આજનો ઇતિહાસ : 18 ડિસેમ્બર રસાયણશાસ્ત્રના પિતા જર્મન વૈજ્ઞાનિક ઓટોહાને અણુ વિભાજનની શોધ

 • મેરેમ્બમ કોઈરાંગ સિંહ – 1915, ભારતના મણિપુર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા.
 • માર્ટિન લ્યુથર કિંગ સિનિયર – 1899, માનવ અધિકારો માટે લડનાર અમેરિકના મહાન નેતા.
 • રામ નારાયણ સિંહ – 1884, હજારીબાગના પ્રખ્યાત સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી.
 • ઉપેન્દ્રનાથ બ્રહ્મચારી – 1873, ભારતીય વૈજ્ઞાનિક અને તેમના સમયના અગ્રણી ડૉક્ટર હતા.
આજના દિવસે ક્યા મહાન વ્યક્તિનું મૃત્યુ થયુ
 • અનુપમ મિશ્રા – 2016, લેખક અને ગાંધીવાદી પર્યાવરણવાદી હતા.
 • બાબુભાઈ પટેલ – 2002 , જનતા પાર્ટીના નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
 • રામ પ્રસાદ બિસ્મિલ – 1927, ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીને આજના દિવસે ફ્રાંસી આપવામાં આવી, તેઓ કવિ, અનુવાદક, ઘણી ભાષાઓના જાણકાર અને સાહિત્યકાર પણ હતા.
 • અશફાક ઉલ્લા ખાન – 1927, ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની ફાંસી આપવામાં આવી.
 • ઠાકુર રોશન સિંહ – 1927, ભારતની આઝાદી માટે લડનારા ક્રાંતિકારીને ફાંસી આપવામાં આવી.
 • ઉમાશંકર જોશી – 1988, જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા અને પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર
 • લોર્ડ ડેલહાઉસી (1860) – વર્ષ 1848થી 1856 સુધી ભારતના ગવર્નર જનરલ હતા.

Web Title: Today history 19 december goa independence day know about today history and important events

Best of Express