એલોન મસ્કએ થોડા દિવસ પહેલાજ ટ્વિટરનો લોગો ચેન્જ કર્યો છે, જ્યારથી તેમણે નવા લોગોની જાહેરાત કરી ત્યારથી મુખ્ય કારણો વિશે અટકળો ચાલી રહી છે. સોમવારે, મસ્કએ ટ્વિટર માટે આઇકોનિક બ્લુ બર્ડ લોગોને હટાવીને એક નવો લોગો, ”X” નું અનાવરણ કર્યું હતું.
નવો લોગો પીચ બ્લેક બેકગ્રાઉન્ડ સામે સફેદ X છે અને પોપ્યુલર માઇક્રોબ્લોગિંગ વેબસાઇટના વેબ અને મોબાઇલ વરઝ્ન પર પ્રતિબિંબિત થવાનું શરૂ કરી દીધું છે.
એક નવો અહેવાલ તેના ઇરાદાઓનો સંકેત આપે છે. CNBC પરના એક અહેવાલમાં હવે દાવો કરવામાં આવ્યો છે કે X નામ મસ્કની એક સર્વગ્રાહી પ્લેટફોર્મ ‘એવરીથિંગ એપ’ બનાવવાની મહત્વાકાંક્ષાઓને રજૂ કરે છે.
આ પણ વાંચો: Lenovo ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ ભારતમાં લોન્ચ, 7 કલાકથી વધુ બેટરી બેકઅપ; જાણો Yoga Book 9i ફિચર અને પ્રાઇસ
52 વર્ષીય ટેકનોક્રેટે કહ્યું કે ટ્વિટર નામનો અર્થ ત્યારે થયો જ્યારે પક્ષીઓની જેમ ટ્વિટ કરતા માત્ર 140 અક્ષરો આગળ પાછળ જતા હતા. જો કે, તેમના અનુસાર હવે યુઝર્સ ‘લગભગ કંઈપણ’ પોસ્ટ કરી શકે છે.
મસ્કની કમેન્ટ એવા સમયે આવી છે જ્યારે એનાલિસ્ટ દ્વારા આ પગલાને જોખમી માનવામાં આવી રહ્યું છે કારણ કે તે બ્રાન્ડિંગના દાયકાઓને પાછું ખેંચી રહ્યું છે જે ટ્વિટર બ્રાન્ડ બની ગયું હતું.
એલોન મસ્કે લાંબા સમયના ડ્રામા પછી ઓક્ટોબર 2022 માં ટ્વિટર સંભાળ્યું હતું. સંપાદન થયા બાદથી, ટેસ્લા બોસે સ્ટાફમાં ઘટાડો અને સબસ્ક્રિપ્શન મોડલ રજૂ કરવા જેવા ઘણા મોટા ફેરફારો કર્યા છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ પોપ્યુલર વેરિફાઈડ બેજ મેળવી શકે છે.
આ પણ વાંચો: Tax Saving tips: શેર-સટ્ટાના નફા પર ટેક્સ કેવી રીતે બચાવી શકાય? લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સથી બચવાની ટીપ્સ
તેમનો સૌથી તાજેતરનો ફેરફાર ટ્વિટરના CEO તરીકે ભૂતપૂર્વ NBCU યુનિવર્સલ એક્ઝિક્યુટિવ લિન્ડા યાકારિનોને તૈનાત કરવાનો હતો. તેમણે 5 જૂનના રોજ નવા સીઇઓ તરીકે પદ સંભાળ્યું હતું, અને તેના આવ્યા પછી રિબ્રાન્ડિંગને સૌથી વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.