scorecardresearch

એલોન મસ્કનું હૃદય પરિવર્તન – ફરી ટ્વિટરને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી

elon musk twitter deal : એલોન મસ્કે (elon musk) ટ્વિટર (twitter)ને ખરીદવા એપ્રિલમાં સોદો કર્યો હતો પરંતુ ફેક એકાઉન્ટના સાચા આંકડા બાબતે વિવાદ થતા મસ્કે ડીલ કેન્સલ કરી હતી. હવે મસ્કે આ સોદાને જૂના ભાવે ફરી પૂર્ણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

એલોન મસ્કનું હૃદય પરિવર્તન – ફરી ટ્વિટરને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા કંપની (tesla inc)ના માલિકી એલોન મસ્ક (elon musk) અને સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર (twitter) અંગે એક નવા સમાચાર આવ્યા છે. ટેસ્લા કંપનીના સીઈઓ એલોન મસ્કનું હૃદય પરિવર્તન થયુ છે અને તેમણે ટ્વિટરને જૂના ભાવે ખરીદવાની ઇચ્છા દર્શાવી છે. બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલ અનુસાર એલોન મસ્કે પ્રતિ શેર 54.20 ડોલરની મૂળ કિંમતે સોશિયલ મીડિયા (social media) ટ્વિટરને ટેકઓવર ખરીદવાની ઓફર કરી છે. ટ્વિટરના ઇન્વેસ્ટર રિલેશન્સ ડિપાર્ટમેન્ટે આ વાતની પુષ્ટિ કરી છે.

એલોન મસ્કે એપ્રિલ 2022માં ટ્વિટર સાથે ઇક્વિટી શેર દીઠ 54.20 ડોલરના ભાવે લગભગ 44 અબજ ડોલરના પર્ચેઝ એગ્રીમેન્ટ કર્યા હતા. જો કે આ ડીલ થયા બાદ કેટલીક બાબતો અંગે બંને પક્ષો વચ્ચે વિવાદ થતા મસ્કે ટ્વિટર સાથેનો સોદો કેન્સલ કર્યો હતો. એલોન મસ્ક અને ટ્વિટર વચ્ચેના કેસની ચાલુ મહિને કેસમાં સુનાવણી થવાની છે. ટ્વિટરે શેર દીઠ 54.20 ડોલરના ભાવે સોદો પૂર્ણ કરવા માટે મસ્કને આદેશ આપવા કોર્ટ સમક્ષ માંગણી કરી છે. તે જ સમયે, એલોન મસ્કે ટ્વિટર પર એક પત્ર લખીને આ પ્રસ્તાવ મૂક્યો છે.

ટ્વિટરે મંગળવારે પુષ્ટિ કરી કે એલોન મસ્કે એક પત્ર મોકલ્યો છે જેમાં જણાવ્યું છે કે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને 44 અબજ ડોલરમાં ખરીદવા માટેના કરારને આગળ વધારવા ઉત્સુક છે.

ટ્વિટર પર છેતરપિંડીનો આરોપ : એપ્રિલમાં ટ્વિટર સાથેની ડીલ બાદ એલોન મસ્કે ટ્વિટર પર છેતરપિંડીનો આરોપ લગાવતા કહ્યું કે ટ્વિટરે તેને ડીલ કરતી વખતે બિઝનેસ સંબંધિત સાચી માહિતી આપી ન હતી. મસ્ક પર ટ્વિટર પર માહિતી છુપાવવાનો આરોપ છે. એલોન મસ્કે કહ્યું હતું કે જ્યારે તેણે ટ્વિટર પાસેથી બોટ એકાઉન્ટ્સ (ફેક એકાઉન્ટ્સ) વિશે માહિતી માંગી તો ટ્વિટરે આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ મસ્કે જુલાઈમાં આ સોદો રદ કર્યો હતો. ટેસ્લાના સીઈઓએ પણ આ મામલે કોર્ટમાં અરજી કરી હતી.

ટ્વિટરે પણ વળતો કેસ દાખલ કર્યો હતોઃ 27 ઓગસ્ટે આ મામલાની સુનાવણી કરતી વખતે કોર્ટે ટ્વિટરને ગયા વર્ષે સર્વે કરવામાં આવેલા 9000 એકાઉન્ટ્સની વિગતો શેર કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ ટ્વિટરે પણ કેસ દાખલ કર્યો અને આ ડીલ પૂર્ણ કરવાની વાત કરી. આ કેસની સુનાવણી ઓક્ટોબરમાં કરવાનું નક્કી કરાયું છે. નોંધનિય છે કે, 14 સપ્ટેમ્બરે એલોન મસ્કના 44 અબજ ડોલરના સોદાને ટ્વિટરના શેરધારકોએ પણ મંજૂરી આપી હતી.

Web Title: Elon musk twitter takeover deal