X Down : એલન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) મંગળવારે વિશ્વભરના યુઝર્સ માટે ડાઉન થયું છે. ભારત સિવાય અમેરિકામાં પણ હજારો યુઝર્સ માઇક્રોબ્લોગિંગ વેબસાઈટનો ઉપયોગ કરી શકતા નથી. સમાચાર એજન્સી એપીએ આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ Downdetector.com ને ટાંકીને આ માહિતી આપી છે.
તમને જણાવી દઈએ કે હાલમાં Cloudflare ની સેવાઓ વિશ્વભરમાં કામ કરી રહી નથી. CDN, WAF તેના DN નેટવર્ક્સ વગેરે પર આ ટેકનિકલી ખામીની અસર પડી છે. ક્લાઉડફ્લેર સેવાઓના ડાઉનએજથી વિશ્વભરના ઇન્ટરનેટ યુઝર્સ પ્રભાવિત થયા છે. અડધું વૈશ્વિક ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે. આ ટેકનિકલી ખામીથી પ્રભાવિત વેબસાઇટ્સમાં X ઉપરાંત ChatGPT, Perplexity નો પણ સમાવેશ થાય છે.
Downdetector ના જણાવ્યા અનુસાર અમેરિકામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના આઉટેજ અંગે અત્યાર સુધીમાં 11500થી વધુ ફરિયાદો મળી છે. આ વેબસાઇટ વિવિધ સ્ત્રોતોમાંથી સ્ટેટસ રિપોર્ટ કલેક્ટ કરે છે.
અલગ-અલગ વેબસાઈટ કેમ ઠપ થઇ ગઇ?
Cloudflare આવેલી ટેકનિકલ ખામીને કારણે ઇન્ટરનેટના મોટા ભાગે કામ કરવાનું બંધ કરી દીધું છે, જેના કારણે દુનિયાભરમાં સર્વિસિસે કામ કરવાનું બંધ કરી દીધું છે. એક્સ અને અન્ય ક્લાઉડફ્લેર આધારિત વેબસાઇટ્સની મુલાકાત લેવા પર યુઝર્સને એરર મેસેજ મળી રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે Cloudflare નું નેટવર્ક પેજ લોડ કરવામાં અસમર્થ છે.
આ પણ વાંચો – મોટોરોલાનો આ દમદાર ફોન આ તારીખે થશે લોન્ચ, 7000mAh બેટરી, જાણો ફિચર્સ
Cloudflare શા માટે મહત્વપૂર્ણ છે?
Cloudflare મોર્ડન ઇન્ટરનેટના એક મોટા ભાગને સંચાલિત કરે છે. તે સામગ્રી વિતરણ, સુરક્ષા પ્રોટેક્શન અને તે ટૂલ્સને ઓફર કરે છે જે વેબસાઇટને ટ્રાફિક વધવા અથવા સાયબર હુમલાઓ દરમિયાન પણ વેબસાઇટ્સને ઓનલાઇન રાખે છે. પરંતુ જ્યારે તેની સિસ્ટમ નિષ્ફળ જાય છે, ત્યારે તે એક સેવાને નહીં પરંતુ ઘણી સેવાને અસર કરે છે અને આ વખતે પણ તેમ થયું છે.
Cloudflare તેના પ્રારંભિક અપડેટમાં પુષ્ટિ કરી છે કે તે ઘણા ગ્રાહકો પર સંભવિત રુપથી અસર કરનાર સમસ્યા વિશે જાગૃત છે અને તેની તપાસ કરી રહ્યું છે. પરંતુ તેણે કોઈ કારણ જણાવ્યું નથી અને સમાધાનની સમયરેખા પણ આપી નથી. કેટલાક પેજ રિફ્રેશ કરવા પર ખુલ્યા છે, પરંતુ મોટાભાગના યુઝર્સને ““internal server error on Cloudflare’s network” મેસેજ દેખાઇ રહ્યો છે, જેમાં તેમને પછીથી ફરીથી પ્રયાસ કરવા કહ્યું છે.
આઉટેજ ટ્રેક કરનારી વેબસાઇટ Downdetector પણ લોડ થઈ શકી ન હતી કારણ કે તે Cloudflare પર પણ આધાર રાખે છે. Cloudflare 15 મિનિટ પછી બીજું અપડેટ પોસ્ટ કર્યું હતું કે તપાસ ચાલુ છે, પરંતુ ફરી એકવાર સમસ્યાના વાસ્તવિક કારણ વિશે કોઈ સંકેત આપ્યો નથી.





