Train Ticket: ઇમરજન્સી ક્વોટા હેઠળ કન્ફર્મ ટ્રેન ટિકિટ કેવી રીતે મેળવવી? જાણો પાત્રતા અને મંજૂરીની પ્રક્રિયા

Emergency Quota in Train : રેલવે ચોક્કસ કેટેગરીના મુસાફરોની તાત્કાલિક મુસાફરીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઇમરજન્સી ક્વોટા (ઇક્યુ) સહિત ઘણા બુકિંગ ક્વોટા આપે છે. અહીં ટિકિટ કેવી રીતે મેળવવી, પાત્રતા અને મંજૂરી પ્રક્રિયાની સરળ સમજૂતી આપી છે.

Emergency Quota in Train : રેલવે ચોક્કસ કેટેગરીના મુસાફરોની તાત્કાલિક મુસાફરીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઇમરજન્સી ક્વોટા (ઇક્યુ) સહિત ઘણા બુકિંગ ક્વોટા આપે છે. અહીં ટિકિટ કેવી રીતે મેળવવી, પાત્રતા અને મંજૂરી પ્રક્રિયાની સરળ સમજૂતી આપી છે.

author-image
Ajay Saroya
New Update
Train Tickets Booking | Online Train Tickets Booking

Train : ટ્રેન, પ્રતિકાત્મક તસવીર. Photograph: (Canva)

Emergency Quota in Train :  ભારતીય રેલવે ખાસ શ્રેણીના ટ્રેન મુસાફરોની તાત્કાલિક મુસાફરીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઇમરજન્સી ક્વોટા (EQ) સહિત ઘણા બુકિંગ ક્વોટા આપે છે. જો કે, આ ક્વોટા બધા માટે ઉપલબ્ધ નથી અને ફક્ત ચોક્કસ કેટેગરીના મુસાફરો માટે અનામત છે.

Advertisment

ટ્રેનમાં ઇમરજન્સી ક્વોટા માટે કોણ પાત્ર છે?

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી ક્વોટા હાઇ ઓફિશિયલ રિક્વિજિશન (HOR) ધારકો (જેમાં કેન્દ્ર સરકારના મંત્રી, સુપ્રીમ કોર્ટ / વિવિધ રાજ્યોના ન્યાયાધીશોનો સમાવેશ થાય છે), સંસદ સભ્યો અને અન્ય તાકીદની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઇમરજન્સી ક્વોટા રજૂ કરવામાં આવ્યો છે. જે વિવિધ ટ્રેનોમાં મર્યાદિત સીટ અને વિવિધ ક્લાસમાં મર્યાદિત સીટ ઇમરજન્સી ક્વોટા તરીકે અનામત હોય છે.

આ સિવાય રેલવે મંત્રાલય વિવિધ સ્થળોથી પ્રાપ્ત રિક્વેસ્ટ પર વિચાર કરે છે અને પેસેન્જરની સ્થિતિ અને ટ્રાવેલ ઇમરજન્સી જેવા પરિબળો જેવા કે સરકારી ફરજ, કૌટુંબિક દુઃખ, માંદગી અથવા નોકરીના ઇન્ટરવ્યુ જેવા પરિબળોના આધારે બાકી ક્વોટા બહાર પાડે છે.

ભારતીય રેલ્વે તેને કેવી રીતે મંજૂરી આપે છે?

રેલવે મંત્રાલયને દૈનિક ધોરણે વિવિધ સ્તરેથી વિવિધ સ્થળોથી મોટી સંખ્યામાં રિક્વેસ્ટ મળે છે, આથી આ વિનંતીઓ કેવી રીતે મંજૂર કરવામાં આવે છે તે સમજવું મહત્વપૂર્ણ છે.

Advertisment

રેલવે વોરંટ ઓફ પ્રેસિડેન્સ અને લાંબા સમયથી ચાલતી પ્રથા મુજબ પ્રાથમિકતાના ધોરણે ઇમરજન્સી ક્વોટાની ફાળવણી કરે છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સીટ ફાળવણી સમયે, ઇમરજન્સી ક્વોટા સૌથી પહેલા HOR ધારકો/સંસદ સભ્યો વગેરેની તેમની મુસાફરી, વોરંટ ઓફ પ્રેસિડેન્ટમાં તેની પરસ્પર વરિષ્ઠતા અનુસાર કડકાઇ સાથે ફાળવવામાં આવે છે.

ત્યારબાદ સાંસદો સહિત વિવિધ ક્ષેત્રો તરફથી મળેલી અન્ય વિનંતીઓ પર વિચાર કરવામાં આવે છે અને બાકીનો ક્વોટા ઇમરજન્સીની પ્રકૃતિ જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવે છે, જેમ કે મુસાફરોની સત્તાવાર સ્થિતિ, સરકારી ફરજ પરની મુસાફરી, પરિવારમાં દુ:ખ, માંદગી, નોકરીના ઇન્ટરવ્યુ વગેરે. ’

ઇમરજન્સી ક્વોટા કન્ફર્મેશન

ઇમરજન્સી ક્વોટા સેલ ઝોનલ/ ડિવિઝનલ હેડક્વાર્ટર્સ અને કેટલાક મહત્વપૂર્ણ નોન-હેડક્વાર્ટર સ્ટેશનો પર સ્થિત છે. અનૈતિક તત્વો દ્વારા ઇમરજન્સી ક્વોટા હેઠળ સીટો ઇશ્યૂ કરવાની સુવિધાનો દુરુપયોગ રોકવા માટે, રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને વિવિધ સ્થળોએથી મળેલી લેખિત વિનંતીઓના આધારે જ ઇમરજન્સી ક્વોટા સીટો ઇશ્યુ કરવાની સૂચના આપી છે.

રેલવે બિઝનેસ