/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/EMPS-2024-scheme-subsidy-for-electric-vehicles.jpg)
ઈલેક્ટ્રિક સ્કૂટર (Photo : X/@MHI_GoI)
EMPS 2024 Scheme Subsidy For Electric Vehicles : ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. 1 એપ્રિલથી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર ખરીદવા પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ડિસ્કાઉન્ટ ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ (EMPS 2024) હેઠળ આપવામાં આવી રહ્યું છે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સરકાર આ યોજના લાવી છે.
EMPS 2024 યોજના - ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે
ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકારે 1 એપ્રિ, 2024થી ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર પર જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ગત મહિને 13 માર્ચે જારી કરાયેલા એક નોટિફિકેશનમાં, સરકારે કહ્યું હતું કે દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)ની સ્વીકૃત્તિને વેગ આપવા માટે ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા મંજૂરી સાથે ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્સેન્ટિવ સ્કીમ શરૂ કરવામાં આવશે. નાણા મંત્રાલયની મંજૂરી સાથે ઇએમપીએસ 2024 (EMPS 2024) યોજના શરૂ કરવામાં આવી રહી છે.
EMPS 2024 યોજના : સરકાર 500 કરોડ ખર્ચ કરશે
સરકાર દ્વારા દેશમાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલરના વેચાણને વેગ આપવા માટે 1 એપ્રિલ, 2024થી EMPS 2024 યોજના શરૂ કરવામાં આવી છે. EMPS 2024 યોજના હેઠળ બેટરી સંચાલિત ઇ બાઈક કે ઇલે.થ્રી વ્હીકલ ખરીદનારને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. EMPS 2024 યોજના પાછળ સરકાર 500 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
MHI launches the Electric Mobility Promotion Scheme 2024 with Rs. 500 crore, fostering sustainable transportation by promoting EV adoption and boosting manufacturing for electric two and three-wheelers. #GreenMobility#ElectricVehicles#MHI@DrMNPandeyMPpic.twitter.com/mOYdwMX3GD
— Ministry of Heavy Industries (@MHI_GoI) March 14, 2024
EMPS 2024 યોજના : ચાર મહિના સુધી સબસિડી મળશે
આ 01 એપ્રિલ 2024 થી 31 જુલાઈ 2024 સુધીના 4 મહિનાના સમયગાળા માટે દેશમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (E-2W) અને થ્રી-વ્હીલર (E-3W) ના વેચાણને વેગ આપવા ઝડપથી અપનાવવા માટેની ફંડ લિમિટેડ સ્કીમ છે. કુલ ખર્ચ છે. અસરકારક ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસને વધુ વેગ આપવા રૂ. 500 કરોડ.
EMPS 2024 : ક્યા ઈલેક્ટ્રિક વ્હીકલને સબસિડી મળશે?
ઇએમપીએસ 2024 યોજના હેઠળ રજિસ્ટર્ડ ઈલેક્ટ્રિક ટુ વ્હીલર, ઇ બાઈક, ઈ-રિક્ષા અને એલ5 સહિત થ્રી-વ્હીલર પર સબસિડી મળશે.
EMPS 2024 : કોણ સબસિડી મેળવી શકશે?
જાહેર જનતાને સસ્તા અને પર્યાવરણને અનુકૂળ ટ્રાન્સપોર્ટના વિકલ્પ પ્રદાન કરવા પર વધુ ભાર મૂકવાની સાથે આ EMPS 2024 યોજના મુખ્યત્વે વ્યાવસાયિક હેતુઓ માટે નોંધાયેલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર્સને લાગુ પડશે. આ ઉપરાંત, વ્યવસાયિક ઉપયોગ સિવાય, ખાનગી અથવા કોર્પોરેટ માલિકીના રજિસ્ટર્ડ ટુ-વ્હીલર્સ પણ યોજના હેઠળ સબસિડી મેળવવા પાત્ર બનશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Rakul-Preet-Singh-Jackky-Bhagnani-71.jpg)
ક્યા ઈલેક્ટ્રિક વ્હીકલ પર કેટલી સબસિડી મળશે?
EMPS 2024 યોજના હેઠળ સરકારે 500 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં બેટરી સંચાલિત વાહન ખરીદનારને સબસિડી રૂપે નાણાકીય સહાય આપવામાં આવશે. ઇલેક્ટ્રિક ટુ વ્હીકર અને થ્રી વ્હીકલ માટે અલગ અલગ સબસિડી નક્કી કરવામાં આવી છે.
EMPS 2024 યોજનામાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા પર 10000 રૂપિયા સબસિડી મળશે. અગાઉ ફેમા -2 સ્કીમ હેઠળ 22500 રૂપિયા સબસિડી મળતી હતી. આ યોજના હેઠળ 3.33 લાખ ઇ સ્કૂટર અને મોટરસાયકલને નાણાંકીય સહાય આપવાનો લક્ષ્યાંક છે.
EMPS 2024 યોજના હેઠળ નાના ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ઉપર 25000 રૂપિયા અને મોટા ઇલે. થ્રી વ્હીલર પર 50000 રૂપિયા સબસિડી આપવામાં આવશે.
કેટલા ઈલેક્ટ્રિક વ્હીકલને સબસિડી મળશે?
EMPS 2024 યોજનાનો ઉદ્દેશ્ય કુલ 3,72,215 ઇલેક્ટ્રિક વ્હીકલ સબસિડીઆપવાનો છે જેમાં 3,33,387 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને 38,828 ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરનો સમાવેશ થાય છે. અદ્યતન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે, આ પ્રોત્સાહનોનો લાભ ફક્ત તે ઈલે. વ્હીકલ ને જ આપવામાં આવશે જે અદ્યતન બેટરીથી સજ્જ છે. એડવાન્સ બેટરીનો અર્થ છે ન્યુ જનરેશનની બેટરી. જેમ કે લિથિયમ ડેરિવેટિવ્ઝ, મેટલ હાઈડ્રાઈડ, ઝીંક એર, સોડિયમ એર, નિકલ ઝીંક, સોડિયમ આયન, સોલિડ સ્ટેટ ઈલેક્ટ્રોલાઈટ બેટરી અને સમાન કેમિસ્ટ્રી ધરાવતી અન્ય બેટરીઓ. આ ઉપરાંત આ બેટરીની ડેન્સિટી ઓછામાં ઓછી 70Wh/kg અને યુઝેસ ટાઈમ ઓછામાં ઓછું 1000 સાયકલ હોવું જોઈએ.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/image.png)
આ પણ વાંચો |શાઓમીએ આપી ટેસ્લાને ટક્કર, ચીનમાં SU7 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી, જાણો ફીચર્સ અને કિંમત
EMPS 2024 યોજના માટે માત્ર એવા જ ઈલેક્ટ્રિક વ્હીકલ પાત્ર હશે જે કેન્દ્રીય મોટર વાહન નિયમો (CMVR) મુજબ મોટર વાહન તરીકે નોંધાયેલા છે અને એડવાન્સ બેટરીથી સજ્જ હશે. આ ઉપરાંત, વાહનની એક્સ-ફેક્ટરી કિંમત પણ ડિસ્કાઉન્ટ મેળવવા માટે એક મહત્વપૂર્ણ પરિબળ છે. એક્સ-ફેક્ટરી કિંમતનો અર્થ ટેક્સ લાદવામાં આવે તે પહેલાં ફેક્ટરીના ગેટ પર વાહનની કિંમત હશે. એક્સ-ફેક્ટરી કિંમતની વિગતો ઉપરોક્ત શુલ્કમાં દર્શાવવામાં આવી છે. આ ધોરણોને પૂર્ણ કરતા ઇલેક્ટ્રિક વાહનો રિબેટ/ ડિસ્કાઉન્ટ મેળવવા માટે પાત્ર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us