Enviro Infra Engineers IPO: 650 કરોડનો SME IPO ખુલ્યો, એન્વાયરો ઈન્ફ્રા એન્જિનિયર્સ આઈપીઓમાં 35 ટકા શેર નાના રોકાણકારોને ફાળવાશે

SME IPO Enviro Infra Engineers Share Listing: એન્વાયરો ઈન્ફ્રા એન્જિનિયર્સ આઈપીઓમાં રોકાણ માટે 26 નવેમ્બર છેલ્લી તારીખ છે. IPO પહેલા જ કંપનીએ એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 194 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા છે. જાણો આઈપીઓઇ ઇસ્યુ પ્રાઇસ, શેર લિસ્ટિંગ તારીખ સહિત સંપૂર્ણ વિગત.

SME IPO Enviro Infra Engineers Share Listing: એન્વાયરો ઈન્ફ્રા એન્જિનિયર્સ આઈપીઓમાં રોકાણ માટે 26 નવેમ્બર છેલ્લી તારીખ છે. IPO પહેલા જ કંપનીએ એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 194 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા છે. જાણો આઈપીઓઇ ઇસ્યુ પ્રાઇસ, શેર લિસ્ટિંગ તારીખ સહિત સંપૂર્ણ વિગત.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Enviro Infra Engineers ipo | Enviro Infra Engineers IPO issue pirce | Enviro Infra Engineers share listing date | sme ipo news | ipo news | share market news | એન્વાયરો ઈન્ફ્રા એન્જિનિયર્સ આઈપીઓ

Enviro Infra Engineers Limited IPO : એન્વાયરો ઈન્ફ્રા એન્જિનિયર્સ આઈપીઓ 22 થી 26 નવેમ્બર સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. (Photo: Freepik)

Enviro Infra Engineers IPO News : એન્વાયરો ઈન્ફ્રા એન્જિનિયર્સ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 22 નવેમ્બર ખુલ્યો છે. આ દિલ્હી સ્થિત એસએમઇ કંપનીએ આઈપીઓ ખુલવાના એક દિવસ પહેલા એન્કર ઇન્વેસ્ટરો પાસેથી 194.7 કરોડ રૂપિયા એક્ત્ર કરી લીધા છે. રોકાણકારો 26 નવેમ્બર સુધી આઈપીઓ માટે અરજી કરી શકશે. એન્વાયરો ઈન્ફ્રા એન્જિનિયર્સ કંપનીનો શેર 29 નવેમ્બરે બીએસઇ એસએમઇ પર લિસ્ટિંગ થવાનો છે.

Advertisment

Enviro Infra Engineers IPO Issue Price : એન્વાયરો ઈ્ફ્રા એન્જિનિયર્સ આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ

એન્વાયરો ઈન્ફ્રા એન્જિનિયરિંગનો આઈપીઓ 650.43 કરોડ રૂપિયાનો છે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 140 - 148 રૂપિયા પ્રતિ શેર અને 1 લોટ સાઇઝમાં 101 શેર એલોટમેન્ટ કરવામાં આવશે. આમ 1 આઈપીઓ એપ્લિકેશન માટે 14958 રૂપિયા જોઇશે.

એન્વાયરો ઈન્ફ્રા એન્જિનિયર્સ કંપની આઈપીઓ હેઠળ 3.87 કરોડ ફ્રેશ ઇક્વિટી શેર જારી કરશે. ઉપરાંત શેરધારકો દ્વારા 52.68 લાખ ઇક્વિટી શેર ઓફર ફોર સેલ (OFS) રૂટ હેઠળ વેચવામાં આવશે. હાલ કંપનીમાં પ્રમોટરનું શેરહોલ્ડિંગ 93 ટકાથી વધારે છે. અપર પ્રાઇસ બેન્ડ પર આઈપીઓ સાઇઝ 650 કરોડ રૂપિયા છે. આમ કંપનીની માર્કેટકેપ લગભગ 2600 કરોડ રૂપિયા થઇ જશે.

Advertisment
ipo | ipo news | Next IPO | IPO Share Listing | IPO Investment |
IPO : આઈપીઓ (Photo: Freepik)

એન્વાયરો ઈન્ફ્રા એન્જિનિયર્સ આઈપીઓમાં ક્વાંટ મ્યુચ્યુઅલ ફંડ સૌથી મોટો એન્કર ઈન્વેસ્ટર છે. જેણે 16.98 લાખ શેર માટે 25 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ત્યારબાદ મોતીલાલ ઓસ્વાર મ્યુચ્યુઅલ ફંડ છે, જેણે 20 કરોડ રૂપિયાના 13.51 લાખ શેર ખરીદ્યા છે. જૈન ફેમિલી દ્વારા પ્રમોટેડ દ્વારા આ કંપનીએ આઈપીઓ માં કંપની કર્મચારી માટે 1 લાખ ઇક્વિટી શેર અને નાના રોકાણકારો માટે 35 ટકા શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે.

Enviro Infra Engineers Share Lisiting Date : એન્વાયરો ઈ્ફ્રા એન્જિનિયર્સ શેર લિસ્ટિંગ તારીખ

એન્વાયરો ઈન્ફ્રા એન્જિનિયર્સ આઈપીઓમાં 27 નવેમ્બરે શેર એલોટમેન્ટ કરવામાં આવશે. કંપનીનો શેર 29 નવેમ્બરે બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થશે. કંપનીની નાણાકીય સ્થિતિની વાત કરીયે તો નાણાકીય વર્ષ 2024માં ચોખ્ખો નફો વધીને બણો 110.5 કરોડ રૂપિયા થયો છે, જે નાણાં વર્ષ 2023માં 55 કરોડ રૂપિયા હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 338.1 કરોડ રૂપિયાથી 115 ટકા વધીને 728.9 કરોડ રૂપિયા થઇ છે.

Enviro Infra Engineers Business Portfolio : એન્વાયરો ઈન્ફ્રા એન્જિનિયર્સ ક્યો બિઝનેસ કરે છે?

એન્વાયરો ઈન્ફ્રા એન્જિનિયર્સ કંપની સરકારી સંસ્થા અને વિભાગો માટે વોટર અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર સપ્લાય સ્કીમ પ્રોજેક્ટની ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને મેન્ટેનન્સના કામકાજ સાથે સંકલાયેલી છે. છેલ્લા 7 વર્ષમાં કંપનીએ સમગ્ર ભારતમાં 28 પ્રોજેક્ટ ડેવલપ કર્યા છે. જૂન 2024માં કંપની પાસે 1906.3 કરોડ રૂપિયાની ઓર્ડર બુક હતી, જેમાં 21 ચાલુ વોટર અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર સપ્લાય સ્કીમ પ્રોજેક્ટ સામેલ છે.

(Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે રજૂ કરવામાં આવી છે. બજાર જોખમને આધિન છે, રોકાણ અને નાણાં સંબંધિત કોઇ પણ નિર્ણય લેવાની પહેલા એક્સપર્ટ્સ પાસેથી સલાહ લેવી. ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી રોકાણ કરવાની સલાહ આપતું નથી.)

આઈપીઓ બિઝનેસ Investment શેર બજાર