Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર Top News

EPFO: 25 વર્ષની ઉંમરે બેઝિક સેલેરી 25000, નિવૃત્તિ પર મળશે 2 કરોડ રૂપિયા, EPF માં રોકાણ બનાવશે કરોડપતિ

EPFO Retirement Savings Scheme : કર્મચારી ભવિષ્ય નિધિ એ નિવૃત્તિ બચત યોજના છે. પીએફ એકાઉન્ટનું સંચાલન ઇપીએફઓ કરે છે. નાની ઉંમરે ઇપીએફમાં રોકાણ કરવામાં આવે તો નિવૃત્તિ સમયે તમારી પાસે 2 કરોડ રૂપિયા જેટલું ફંડ જમા થઇ જશે.

Written byAjay Saroya

EPFO Retirement Savings Scheme : કર્મચારી ભવિષ્ય નિધિ એ નિવૃત્તિ બચત યોજના છે. પીએફ એકાઉન્ટનું સંચાલન ઇપીએફઓ કરે છે. નાની ઉંમરે ઇપીએફમાં રોકાણ કરવામાં આવે તો નિવૃત્તિ સમયે તમારી પાસે 2 કરોડ રૂપિયા જેટલું ફંડ જમા થઇ જશે.

author-image
Ajay Saroya
05 Jul 2024 18:04 IST
પર અપડેટ કર્યું 05 Jul 2024 18:04 IST

Follow Us

New Update
PF Withdrawal Through ATM: પીએફ એટીએમ માંથી ઉપાડી શકાશે, ક્યારે શરૂ થશે સેવા, કોને લાભ મળશે, જાણો A To Z વિગત

EPF Account: ઇપીએફઓ નોકરિયાત લોકો સરકાર દ્વારા સંચાલિત કર્મચારી કલ્યાણ નિવૃત્ત યોજના છે. (Image: Freepik)

Employees provident Fund Account : ઇપીએફઓ યોજના નોકરિયાત લોકો સરકાર દ્વારા સંચાલિત કર્મચારી કલ્યાણ યોજના છે. જો તમે ખાનગી કંપનીમાં કે સરકારી નોકરી કરો છો, તો તમારા પગાર માંથી એક હિસ્સો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એટલે કે EPF ખાતામાં જમા કરવામાં આવે છે. આ EPF એકાઉન્ટ ખૂબ મહત્વ ધરાવે છે, જે તમારા ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરી શકે છે. તેથી, આ ઇપીએફ એકાઉન્ટને નજર અંદાજ કરવું જોઇએ નહીં.

Advertisment

જો તમારો બેઝિક પગાર માત્ર 20000 કે 25000 રૂપિયા છે, તો ઈપીએફ માં રોકાણ તમને નિવૃત્તિ પર કરોડપતિ બનાવી શકે છે અને પેન્શનની પણ વ્યવસ્થા કરે છે. અહીં ગણિત સાથે સરળ સમજ આપવામાં આવી છે, જેનાથી તમે જાણી શકશો છો કે જો 25 વર્ષની ઉંમરે તમારો મૂળ પગાર 25 હજાર રૂપિયા છે તો તમને નિવૃત્તિ પર 2 કરોડ રૂપિયાનું ફંડ મળવું નક્કી છે.

કર્મચારી ભવિષ્ય નિધિ એ નિવૃત્તિ બચત યોજના છે (Retirement Savings Scheme). આ પીએફ એકાઉન્ટનું સંચાલન એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા કરવામાં આવે છે. EPF ખાતાનો ઉદ્દેશ્ય કર્મચારીઓના નિવૃત્ત જીવનને સરળ બનાવવાનો છે.

ઇપીએફ એકાઉન્ટ ડિપોઝિટના નિયમ

ઇપીએફ એકાઉન્ટ માટે કર્મચારીએ તેના પગારના 12 ટકા યોગદાન આપવું પડશે જેમાં મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું સામેલ છે. કંપની અથવા એમ્પ્લોયર પણ પોતાના વતી સમાન રકમનું યોગદાન આપે છે. કંપનીના યોગદાનમાંથી 8.33 ટકા EPS એટલે કે પેન્શન ફંડમાં જાય છે. જ્યારે EPFમાં કંપનીનું યોગદાન માત્ર 3.67 ટકા છે. દર વર્ષે સરકાર EPF ખાતામાં જમા રકમ પર વ્યાજ નક્કી કરે છે. હાલમાં આના પર વ્યાજ દર વાર્ષિક 8.25 ટકા છે.

Advertisment
epfo | epfo claims rejection | pf claims rejection | Employees Provident Fund Organisation | provident fund
EPFO : ઇપીએઓફના કુલ 29 કરોડ સભ્યો છે, જેમાંથી 6.8 કરોડ મેમ્બર સક્રિય છે. (Express File photo)

EPF Calculator: બેઝિક પગાર 25000 રૂપિયા

  • કર્મચારીની ઉંમર: 25 વર્ષ
  • નિવૃત્તિની ઉંમર: 60 વર્ષ
  • મૂળ પગાર + DA: 25000 રૂપિયા
  • કર્મચારીનું યોગદાન: 12%
  • કંપનીનું યોગદાન: 3.67%
  • વાર્ષિક ઇન્ક્રીમેન્ટ અંદાજ: 5%
  • PF પર વાર્ષિક વ્યાજ: 8.25%
  • કુલ યોગદાન: 45,05,560 રૂપિયા
  • નિવૃત્તિ સમયે ફંડ: 1,81,04,488 રૂપિયા (લગભગ 1.81 કરોડ રૂપિયા)
  • કુલ વ્યાજ લાભઃ 1,35,99,128 રૂપિયા

અહીં તમને દર વર્ષે માત્ર 5 ટકાના ઈન્ક્રિમેન્ટ પર 1.81 કરોડ રૂપિયા મળશે. પરંતુ જો વચ્ચે થોડો વધારો થશે તો આ રકમ પણ 2 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે, જે મહદંશે શક્ય છે.

આ પણ વાંચો | રોકાણમાં સફળતાના 7 મંત્ર, સફળ રોકાણકાર બનવા માટે શું કરવું અને શું ન કરવું, જાણો

દર મહિને કેટલી રકમ જમા થાય છે?

  • મૂળ પગાર + મોંઘવારી ભથ્થું (DA) = 25000 રૂપિા
  • કર્મચારીનું EPFમાં યોગદાન = 25000 રૂપિયાનું 12% = 3000 રૂપિયા
  • કંપનીનું EPFમાં યોગદાન = 25000 રૂપિયાનું 3.67% = 917.50 રૂપિયા
  • કંપનીનું EPSમાં યોગદાન = 25000 રૂપિયાના 8.33% = 2082.50 રૂપિયા
  • EPF ખાતામાં દર મહિને યોગદાન = 3000 + 917.50 રૂપિયા = 3917.50 રૂપિયા
  • દર મહિને આ રકમ પર વ્યાજ ઉમેરવામાં આવે છે.
ગુજરાતી ન્યૂઝ બિઝનેસ Investment
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!