ઇપીએફઓ : બે કરતા વધુ પીએફ એકાઉન્ટ ઓનલાઈન મર્જ કેવી રીતે કરવા? જાણો અહીં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

How to merge multiple UANs/EPF Accounts: ઈપીએફઓ દ્વારા દરેક પીએફ મેમ્બરને યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલ કે UAN આપવામાં આવે છે. કર્મચારીની સમગ્ર કારકિર્દી દરમિયાન આ નંબર એક જ હોવો જોઈએ. જો એક થી વધુ પીએફ એકાઉન્ટ હશે તો તમારે તમામ એકાઉન્ટને એકમાં મર્જ કરવુા પડશે.

Written by Ajay Saroya
February 25, 2024 15:59 IST
ઇપીએફઓ : બે કરતા વધુ પીએફ એકાઉન્ટ ઓનલાઈન મર્જ કેવી રીતે કરવા? જાણો અહીં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO : ઇપીએઓફના કુલ 29 કરોડ સભ્યો છે, જેમાંથી 6.8 કરોડ મેમ્બર સક્રિય છે. (Express File photo)

How to merge multiple UANs/EPF Accounts: ઇપીએફઓ કર્મચારીઓના ભવિષ્યને નાણાંકીય સુરક્ષા પુરી પાડે છે. યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે UAN કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા કર્મચારીઓને આપવામાં આવેલ 12 આંકડાનો યુનિક નંબર છે. નિયમ પ્રમાણે, તમારી સમગ્ર કારકિર્દી દરમિયાન તમારું UAN એક જ રહેવું જોઈએ. જો તમે નોકરી બદલો તો પણ તમારો UAN એ જ રહેવો જોઈએ.

જો કે ક્યારેક એવું પણ બને છે કે નોકરી બદલતી વખતે કેટલાક લોકોને નવો યુનિવર્સલ એકાઉન્ટ નંબર ફાળવવામાં આવે છે. જો તમારી સાથે પણ આવું થયું છે, તો તમારે તમારા બંને UAN ને મર્જ કરવા જોઈએ. આવું એટલા માટે છે કારણ કે જો તમારી પાસે એકથી વધુ UAN છે, તો તમને EPFમાંથી પૈસા ઉપાડવામાં મુશ્કેલી પડી શકે છે.

PF | PF Withdrawal Process | Online PF Withdrawal Process | Employees Provident Fund Withdraw | PF Rules
PF Withdrawal Online : ઓનલાઈન પીએફ વિથ્રો કરી શકાય છે. (Photo – Freepik)

એક કરતાં વધુ UAN બનવાના કારણે

ઘણી વખત, નોકરી બદલતી વખતે, નવા એમ્પ્લોયર દ્વારા કર્મચારીના નામે નવું UAN અને EPF એકાઉન્ટ બનાવવામાં આવે છે. આવું કર્મચારી તેના જૂના UAN અને EPF એકાઉન્ટ નંબર ન આપવાને કારણે બની શકે છે અથવા નવા એમ્પ્લોયરની બેદરકારીને કારણે પણ હોઈ શકે છે. જો તમારી સાથે આવું બન્યું હોય, તો તમે તમારા મલ્ટિપલ UAN નંબર અને EPF એકાઉન્ટને સરળતાથી એકમાં મર્જ કરી શકો છો.

UAN ઓનલાઈન કેવી રીતે મર્જ કરવું?

તમે નીચેની પ્રક્રિયા અનુસરીને તમારા બે અથવા વધુ UAN અને EPF એકાઉન્ટને ઑનલાઇન મર્જ કરી શકો છો:

  • સૌ પ્રથમ મેમ્બર સર્વિસ પોર્ટલ પર unifiedportal-mem.epfindia.gov.in જાઓ
  • Online Services ટેબ પર જાઓ અને ‘One Member – One EPF Account (Transfer Request) સિલેક્ટ કરો.
  • કોમ્પ્યુટરની સ્કીન પર તમારી પર્સનલ ડિટેલ દેખાશે. તેમા તમારા વર્તમાન એમ્પ્લોયર સાથે જોડાયેલા EPF એકાઉન્ટની વિગતો પણ આપવામાં આવશે, જેમાં તમારું પાછળું એકાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવશે.
  • જૂનું/અગાઉનું એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે, તમારે તેને અગાઉના અથવા વર્તમાન એમ્પ્લોયર દ્વારા એટેસ્ટ કરાવવાની જરૂર રહેશે. આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે, તમે વર્તમાન એમ્પ્લોયર દ્વારા એટેસ્ટ કરાવવાનો વિકલ્પ (attestation via present employer) સિલેક્ટ કરી શકો છો.
  • તમારું જૂનું ID એટલે કે અગાઉનો PF એકાઉન્ટ નંબર અથવા UAN દાખલ કરો અને Get Details પર ક્લિક કરો.
  • તમારા જૂના EPF એકાઉન્ટની વિગતો સ્ક્રીન પર દેખાશે.
  • Get OTP પર ક્લિક કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર OTP આવશે. જે દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

એમ્પ્લોયરની મંજૂરી પછી મર્જર પૂર્ણ થશે

આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારા EPF ખાતાના મર્જરની રિક્વેસ્ટ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવશે. તમારી રિક્વેસ્ટ તમારા વર્તમાન એમ્પ્લોયર દ્વારા મંજૂર કરવી પડશે. વર્તમાન એમ્પ્લોયર પાસેથી મંજૂરી મેળવ્યા પછી, EPFO ​​અધિકારીઓ તમારા બધા EPF એકાઉન્ટને એક પીએફ એકાઉન્ટમાં મર્જ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. નોંધનિય છે કે, પીએપ એ ભવિષ્યની નાણાંકીય સુરક્ષા માટે કરવામાં આવતું રોકાણ છે.

આ પણ વાંચો | ઘરે બેઠા ઓનલાઈન PFના પૈસા ઉપાડવા ક્યા દસ્તાવેજો જરૂરી છે? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

તમે થોડા દિવસો પછી પોર્ટલમાં લૉગ ઇન કરીને તમારી રિક્વેસ્ટનું સ્ટેટસ ચેક કરી શકો છો. એ પણ ધ્યાનમાં રાખો કે ઓનલાઈન રિક્વેસ્ટ મંજૂર કરવા માટે, તમારા જૂના EPF એકાઉન્ટનું KYC પૂર્ણ કરવું જરૂરી છે. જો તમારી પાસે બે કરતાં વધુ EPF એકાઉન્ટ્સ છે, તો તમારે તે તમામ પીએફ એકાઉન્ટ માટે અલગ અલગ મર્જરની રિક્વેસ્ટ સબમિટ કરવી પડશે.


Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ