/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/500-Rupee-indian-notes.jpg)
ભારતીય ચલણ 500 રૂપિયાની નોટ. (File Photo)
EPF Pension Scheme: ખાનગી ક્ષેત્રના કર્મચારીના પેન્શન વિશે એક મોટા સમાચાર આવ્યા છે. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ પોતાના બેઝિક સેલરીના 12 ટકા હિસ્સો પ્રોવિડન્ટ ફંડમાં આપે છે. પ્રોવિડન્ટ ફંડ (પીએફ)નું નિયમન એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત કંપનીઓ પણ 12 ટકા યોગદાન છે અને તે રકમ ઇપીએફઓમાં જમા કરાવે છે. કંપની દ્વારા જમા કરવામાં આવતી પીએફની રકમને બે ભાગમાં વહેંચવામાં આવે છે - 8.33 ટકા રકમ એમ્પ્લોયી પેન્શન સ્કીમ (ઇપીએસ)માં અને બાકીની રકમ 3.67 ટકા રકમ ઇપીએફ સ્કીમમાં જમા થાય છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014થી ઈપીએસ-1995 હેઠળ દર 1000 રૂપિયા માસિક લઘુતમ પેન્શન નક્કી કર્યું છે. લાંબા સમયથી ઈપીએસ હેઠળ પેન્શન વધારીને ઓછામાં ઓછા 7500 રૂપિયા પ્રતિ માસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
પેન્શન ધારક માટે ઇપીએસ -95 નેશનલ એજિટેશન કમિટી (National Agitation Committee) દ્વારા 31 જુલાઈ, 2024 બુધવારના રોજ દિલ્હીના જંતર-મંતર પર લઘુતમ માસિક પેન્શન 7500 રૂપિયા કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે.
કમિટીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી લગભગ 7.8 પેન્શન ધારક મિનિમમ પેન્શન મર્યાદા વધારવા માટે ઇપીએફઓના દરવાજા ખટખટાવી રહ્યા છે, પરંતુ સરકારે તેમની માંગણીઓ પણ સાંભળી નથી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/EPFO.jpg)
ઇપીએફ અને ઇપીએસ-95 વચ્ચે શું તફાવત છે?
ઇપીએફ અને ઇપીએસ બંને નિવૃત્તિ લાભ યોજનાઓ છે, જે સરકાર દ્વારા ઇપીએફ અને વિવિધ જોગવાઈઓ ધારા, 1952 હેઠળ સંચાલિત કરવામાં આવે છે. ઇપીએફ હેઠળ કર્મચારી અને કંપની બંને યોગદાન આપે છે. તો બીજી બાજુ EPS માં કર્મચારીના યોગદાન પેન્શન મળે છે. હવે ઈપીએસ-95 રાષ્ટ્રીય આંદોલન સમિતિના સભ્યોએ સરકાર દ્વારા તેમની માંગણીઓ ન સાંભળવાને લઈને 31 જુલાઈના રોજ જંતર-મંતર ખાતે મોટું પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે.
સમિતિના અધ્યક્ષ અશોક રાઉત કહે છે, હાલ પેન્શન ધારકોને 1450 રૂપિયા સરેરાશ માસિક પેન્શન મળે છે, જ્યારે 36 લાખ પેન્શન ધારકો 1000 રૂપિયાથી ઓછી રકમ પેન્શન તરીકે મેળવી રહ્યા છે. હવે અમે તે રાજકીય પક્ષોને ટેકો આપીશું જે અમારી સમસ્યાઓનું નિરાકરણ લાવશે. જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેગ્યુલર પેન્શન ફંડમાં લાંબાગાળાનું યોગદાન હોવા છતાં પેન્શનરોને ખૂબ જ ઓછું પેન્શન મળે છે. જો આપણે વર્તમાન સમયમાં મળતા પેન્શનને ઉમેરીએ, તો આ રકમ એક વૃદ્ધ દંપતીને જીવવા માટે ખૂબ ઓછી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/epfo_9f8511.jpg)
ઈપીએસ હેઠળ કોણે પેન્શન મેળવવા હકકાર છે?
કર્મચારી પેન્શન યોજના અનુસાર, ઇપીએસ હેઠળ કોઈ પણ કર્મચારી તેની નોકરીના કાર્યકાળના 10 વર્ષ પૂર્ણ કર્યા પછી જ પેન્શન માટે હકદાર બને છે. સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી વિરેન્દ્રસિંહ કહે છે, તમામ રાજકીય પક્ષો, પછી તે સત્તામાં હોય કે વિપક્ષમાં હોય, તેમના પર દર મહિને ઓછામાં ઓછું 7500 રૂપિયા માસિક પેન્શનની ખાતરી કરવાની મોટી જવાબદારી છે. તેની સાથે જ મોંઘવારી ભથ્થું અને મફત હેલ્થકેર સેવા પણ મળવી જોઇએ. જેથી વૃદ્ધ લોકો પોતાનું બાકીનું જીવન સમ્માન સાથે જીવી શકે.
આ પણ વાંચો | 31 જુલાઇ સુધી આઈટી રિટર્ન ફાઈલ ન કરવાથી થશે મોટું નુકસાન, 80સી સહિત ઘણા કર લાભ નહીં મળે
ઈપીએસ-95 રાષ્ટ્રીય આંદોલન સમિતિની મુખ્ય ઓફિસ મહારાષ્ટ્રમાં આવેલી છે અને તેમાં 78 લાખ નિવૃત્ત પેન્શન ધારકો અને ઔદ્યોગિક ક્ષેત્રના 7.5 કરોડ નોકરિયાત કર્મચારીઓનો સમાવેશ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us