EPF Transfer Rules 2025: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના લગભગ 8 કરોડ સભ્યો માટે રાહતના સમાચાર છે. કારણ કે હવે કર્મચારીને પોતાની નોકરી બદલવા પર મેન્યુઅલ ઇપીએફ ટ્રાન્સફર કરવાની રાહ જોવી પડશે નહીં. ઇપીએફઓએ ઓટોમેટિક ટ્રાન્સફર સિસ્ટમ શરૂ કરી છે, જે 2025 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. આ અંતર્ગત કર્મચારીઓનું પીએફ બેલેન્સ ઓટોમેટિક તેમના નવા એમ્પ્લોયરના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.
EPFO ના નવો નિયમ
ઈપીએફઓએ નોકરી બદલવા પર પીએફ ખાતાના ટ્રાન્સફરની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દીધી છે. હવે, મોટાભાગના કિસ્સાઓમાં અગાઉના અથવા હાલના એમ્પ્લોયર દ્વારા ઑનલાઇન ટ્રાન્સફર ક્લેમ મોકલવાની જરૂર નથી. નવા નિયમ લાગુ થયા પછી હવે દાવાઓ એમ્પ્લોયરના હસ્તક્ષેપ વિના સીધા ઇપીએફઓને મોકલવામાં આવશે.
હવે મોટાભાગના કિસ્સાઓમાં જ્યારે ઇપીએફઓના સભ્ય એક સંસ્થા છોડીને બીજી સંસ્થામાં જોડાય છે તો તેને ઇપીએફ ટ્રાન્સફર ક્લેમ માટે હવે એમ્પ્લોયરની મંજૂરીની જરૂરી નથી. આનાથી સભ્યો દ્વારા સબમિટ કરાયેલા ક્લેમની પતાવટ માટે લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
થોડા દિવસોમાં ઈપીએફ ટ્રાન્સફર થઈ જશે
કર્મચારીઓએ થોડાક સમય પહેલા સુધી ફોર્મ 13 નો ઉપયોગ કરીને ઇપીએફ ટ્રાન્સફર માટે જાતે અરજી કરવી પડતી હતી. તેમના અગાઉના એમ્પ્લોયર દ્વારા તેની ચકાસણી કરાવવી પડતી હતી અને પ્રક્રિયા પૂર્ણ થવા માટે અઠવાડિયા અથવા મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી. ટેકનિકલી ભૂલો અથવા વ્યાજના નુકસાનને કારણે ઘણા દાવાઓ નકારી કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – યામાહાએ નવી દમદાર બાઇક FZ-RAVE લોન્ચ કરી, જાણો કિંમત અને ફિચર્સ
નવી ઓટોમેટેડ ટ્રાન્સફર સિસ્ટમ સાથે આ સમસ્યાઓ હલ થઈ જશે અને ઇપીએફ ટ્રાન્સફર હવે થોડા દિવસો (3 થી 5 દિવસ)માં પૂર્ણ થઈ જશે, જે કર્મચારીઓ માટે ઝડપી અને પરેશાની મુક્ત પ્રક્રિયા સુનિશ્ચિત કરશે.
નવા ઈપીએફ ટ્રાન્સફર નિયમના ફાયદા
- હવે ઈપીએફ ટ્રાન્સફર મહિનાઓને બદલે થોડા દિવસોમાં પૂર્ણ થઈ જશે.
- તમારે કોઇપણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નથી કારણ કે સિસ્ટમ ટ્રાન્સફરને ઓટોમેટિક રુપથી પ્રોસેસ કરે છે.
- વ્યાજ મળતું રહેશે, કોઈ નુકસાન નહીં થાય.
- સંપૂર્ણ રકમ નિવૃત્તિ પર એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે.





