EPF Withdrawal Rules 2025: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) દેશના કરોડો પીએફ ખાતાધારકો માટે ટૂંક સમયમાં મોટો ફેરફાર કરવા જઇ રહ્યું છે. ઇપીએફઓ 3.0 ટૂંક સમયમાં લોન્ચ થઇ રહ્યું છે. આનાથી કર્મચારીઓને પીએફ માંથી પૈસા ઉપાડવામાં ઘણી સરળતા રહેશે. ઇપીએફ સભ્યોને હવે લાંબી ઓનલાઇન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં. હવે તેઓ એટીએમ અને યુપીઆઈ દ્વારા સીધા જ પીએફ ખાતામાંથી 1 લાખ રૂપિયા સુધીની રકમ સરળતાથી ઉપાડી શકશે.
ATM અને UPI વડે પીએફના પૈસા ઉપાડી શકાશે
ઇપીએફઓ 3.0 હેઠળ પીએફ ખાતાધારકોને તેમના પૈસાની સરળતાથી એક્સેસ મળી શકશે. અત્યાર સુધી પીએફ માંથી પૈસા ઉપાડવા માટે ઓનલાઈન પોર્ટલ પર એક ફોર્મ ભરવું પડતું હતું અને પૈસા આવતા અનેક દિવસો લાગી જતા હતા. પરંતુ જ્યારે નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે ત્યારે તમે તમારા મોબાઇલ પર બેંક એટીએમ અથવા યુપીઆઈ એપ દ્વારા તરત જ પીએફની રકમ ઉપાડી શકશો.
EPFO 3.0 : પીએફ સભ્યોને શું લાભ થશે?
પીએફ આપમેળે ટ્રાન્સફર થઈ જશે
નોકરી બદલ્યા બાદ કર્મચારીઓને નવા પીએફમાં પોતાના પીએફ ટ્રાન્સફર કરવા માટે અરજી કરવી પડી હતી. ઇપીએફઓ 3.0 લાગુ થયા બાદ આ પ્રક્રિયા સ્વયંસંચાલિત થઇ જશે. નવી કંપનીમાં જોડાતાની સાથે જ તમારો પીએફ નવા એમ્પ્લોયર સાથે લિંક થઈ જશે.
એપ્લિકેશન અને પોર્ટલ વધુ સારું રહેશે
ઇપીએફઓની હાલની સત્તાવાર વેબસાઇટ અને એપ્લિકેશનને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવશે. આનાથી બેલેન્સ ચેક કરવું, ક્લેમ સ્ટેટસ અને અન્ય સુવિધાઓનો ઉપયોગ કરવો ઘણો સરળ થઈ જશે.
પેન્શન સેવાઓમાં સુધારો
ઇપીએફઓ 3.0 પણ કર્મચારીઓની પેન્શન સંબંધિત સેવાઓને ડિજિટલ અને પારદર્શક બનાવવાની યોજના ધરાવે છે.
ડિજિટલ વેરિફિકેશન સરળ બનશે
ઘણીવાર કર્મચારીઓને આધાર નંબર લિંક કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સાથે જ ઘણી વખત કેવાયસી અપડેટ કરવામાં પણ સમસ્યાઓ આવે છે. પરંતુ નવી સિસ્ટમમાં ડિજિટલ વેરિફિકેશન સરળ બનશે અને ઓનલાઇન સેવાઓનો વ્યાપ વધશે. વળી, ઈપીએફઓ 3.0 બાદ પીએફ બેલેન્સને બેંક ખાતાની જેમ જ રિયલ ટાઈમમાં અપડેટ કરવામાં આવશે.