/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/EPFO-ELI-Scheme-Benefits.jpg)
EPFO ELI Scheme Benefits: ઈપીએફઓ દ્વારા યુએએન એક્ટિવ કરવા, બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાની અને ઇએલઆઈ સ્કીમ લાભ મેળવવા માટે ડેડલાઇન લંબાવી છે. (Photo: @socialepfo)
EPFO ELI Scheme Benefits: ઇપીએફઓ સભ્ય માટે મહત્વના સમાચાર આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને એક્ટિવ કરવા અને બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદા 15 ડિસેમ્બર, 2024 સુધી લંબાવી છે. અગાઉ આ માટેની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2024 હતી. EPFOએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ જારી કરી આ વિશે જાણકારી આપી છે. ડેડલાઇન લંબાવવાની સાથે ઇપીએફઓના નવા સભ્યો અને તેમના એમ્પ્લોયરને તેમના જરૂરી ડોક્યુમેન્ટ અપડેટ કરવાનો સમય મળશે.
કર્મચારીઓ અને નોકરીદાતાઓ માટે મોટી જાહેરાત
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે, "પ્રિય કર્મચારીઓ, UAN એક્ટિવેશન અને બેંક એકાઉન્ટના આધાર સીડિંગની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. આ નાણાકીય વર્ષમાં જોડાનારા નવા કર્મચારીઓ એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (ELI) ના લાભો મેળવવા માટે, ખાસ કરીને તાજેતરમાં નવા જોડાયેલાઓ માટે આ કામ પૂર્ણ કરો.
What Is ELI Scheme: ઇએલઆઈ સ્કીમ શું છે?
કેન્દ્ર સરકારે 2024 ના બજેટમાં એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજના શરૂ કરી છે. આ યોજનામાં 3 પ્રકારની યોજનાઓનો સમાવેશ થાય છે, A, B અને C. ત્રણેય યોજનાઓનો ઉદ્દેશ્ય રોજગાર નિર્માણને પ્રોત્સાહન આપવાનો અને નવા કર્મચારીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.
ELI Scheme A : ઇએલઆઈ સ્કીમ એ
આ યોજના એવા લોકો માટે છે જેઓ પ્રથમ વખત ઔપચારિક ક્ષેત્રમાં કામ શરૂ કરે છે. આ અંતર્ગત EPFOમાં નોંધાયેલા નવા કર્મચારીઓને સીધો લાભ આપવામાં આવશે. સરકાર તેમનો એક મહિનાનો પગાર ત્રણ હપ્તામાં ચૂકવશે, જે મહત્તમ રૂ. 15,000 સુધીનો હશે. આ યોજના માટે પાત્રતા મર્યાદા રૂ. 1 લાખ માસિક પગાર નક્કી કરવામાં આવી છે.
ELI Scheme B : ઇએલઆઈ સ્કીમ બી
આ યોજના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વધારાની રોજગારીને પ્રોત્સાહન આપવા માટે છે. આમાં સરકાર નવા કર્મચારીઓ અને એમ્પ્લોયરના EPFO ​​યોગદાન પર પ્રથમ 4 વર્ષ માટે પ્રોત્સાહન આપશે.
ELI Scheme C : ઇએલઆઈ સ્કીમ સી
આ યોજનાનો ઉદ્દેશ્ય વધારાના રોજગાર નિર્માણ એટલે કે તમામ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન કરવાનો છે. જે કર્મચારીઓનો માસિક પગાર 1 લાખ રૂપિયા સુધી છે, તેમને સરકાર એમ્પ્લોયરોને 2 વર્ષ માટે પ્રતિ કર્મચારી 3,000 રૂપિયા સુધીના યોગદાનની ભરપાઈ કરશે.
ડેડલાઈન લંબાવવાથી ફાયદો થશે
ELI યોજનાના લાભો મેળવવા માટે આધાર અને બેંક એકાઉન્ટ લિંક કરવું ફરજિયાત છે. આ સમયમર્યાદા લંબાવવાથી, નોકરીદાતાઓ અને કર્મચારીઓને તેમના ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે વધારાનો સમય મળ્યો છે.
ELI યોજના દ્વારા, સરકાર રોજગાર નિર્માણને પ્રોત્સાહન આપવા તેમજ કામદારોના હિતોનું રક્ષણ કરવાનો પ્રયાસ કરી રહી છે. UAN એક્ટિવેશન અને આધાર લિંકિંગની પ્રક્રિયા પૂર્ણ કરવાથી નવા કર્મચારીઓને નાણાકીય સહાય તેમજ નોકરીદાતાઓને નાણાકીય સહાય મળશે. જે કર્મચારીઓ કે નોકરીદાતાઓ હજુ સુધી UAN એક્ટિવેટ કરી શક્યા નથી અથવા બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરી શક્યા નથી, તેમના માટે જરૂરી કામ પૂર્ણ કરવાની આ છેલ્લી તક છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us