EPFOએ વ્યાજદર વધાર્યા, 7 કરોડથી વધુ પીએફ ધારકોને ફાયદો, જાણો હવે કેટલું રિટર્ન મળશે

EPFO interest rate : ઇપીએફઓ એ નાણાંકીય વર્ષ 2021-22 માટે 40 વર્ષમાં સૌથી નીચો 8.10 ટકા વ્યાજદર નક્કી કર્યો હતો, જો કે હવે વર્ષ 2022-23 માટેના વ્યાજદરમાં વૃદ્ધિ કરતા 7 કરોડથી વધારે પીએફ ધારકોને ફાયદો થશે.

EPFO interest rate : ઇપીએફઓ એ નાણાંકીય વર્ષ 2021-22 માટે 40 વર્ષમાં સૌથી નીચો 8.10 ટકા વ્યાજદર નક્કી કર્યો હતો, જો કે હવે વર્ષ 2022-23 માટેના વ્યાજદરમાં વૃદ્ધિ કરતા 7 કરોડથી વધારે પીએફ ધારકોને ફાયદો થશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
EPFO | EPFO 3.0 | PF Withdrawal

EPFO નાણાંકીય વર્ષ 2022-23 માટે વ્યાજદર વધારીને 8.15 ટકા કર્યો.

નોકરીયાત વર્ગ માટે ખુશ ખબર આવ્યા છે. હવેથી એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના સેન્ટ્રલ બોર્ડે પ્રોવિડન્ટ ફંડ એટલેકે પીએફ પર મળતા વ્યાજદરમાં વધારો કર્યો છે. પીએફના વ્યાજદર વધતા સરકારી સહિત ખાનગી કંપનીઓના ઇપીએફઓના 7 કરોડથી વધારે સભ્યોને ઉંચા વ્યાજદરનો લાભ મળશે.

Advertisment

PF પર હવે 8.15 ટકા વ્યાજ મળશે

ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટે નાણાંકીય વર્ષ 2022-23 માટેના વ્યાજદરને 8.10 ટકાથી વધારીને 8.15 ટકા કર્યો છે, જે બેંક ફિક્સ્ડ ડિપોઝિટની તુલનાએ ઘણા ઉંચા વ્યાજદર છે. નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે બેંક એફડી સહિત વિવિધ બચત યોજનાઓન વ્યાજદરમાં ધરખમ ઘટાડો થયો હતો. જેમાં સરકારે નાણાંકીય વર્ષ 2021-22 માટે પીએફના વ્યાજદર પણ ઘટાડીને 8.10 ટકા કર્યા હતા, જે છેલ્લા 40 વર્ષમાં સૌથી નીચા હતા.

EPFOએ ભલે પીએફના વ્યાજદર વધાર્યા હોય પરંતુ હજી પણ તે નાણાંકીય વર્ષ 2018-19ના 8.55 ટકાના ઇન્ટરેસ્ટ રેટની સરખામણીએ નીચા છે. નોંધનીય છે કે, ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટની પીએફના વ્યાજદર નિર્ધારણ માટે બે દિવસથી મિટિંગ ચાલી રહી હતી.

PFના છેલ્લા 20 વર્ષના વ્યાજદર પર એક નજર

ભારતમાં સરકારી અને ખાનગી કંપનીઓના કર્મચારીઓ સહિત ઇપીએફઓના અંદાજે 6 લાખથી વધારે સભ્યો છે. આમ પીએફના વ્યાજદરમાં વધ-ઘટની ઉંડી અસર થતી હોય છે. નાણાંકીય વર્ષ 2021-22 માટે સરકારે પીએફ માટે 40 વર્ષનો સૌથી નીચો 8.10 વ્યાજદર નક્કી કર્યો હતો, તેની પહેલા પીએફના સભ્યોને 8.5 ટકા જેટલું ઉંચુ રિટર્ન મળતું હતું. વર્ષ 1977-78માં વ્યાજદર 8 ટકા હતા. ત્યારબાદથી સામાન્ય રીતે વ્યજદર 8.25 ટકાની ઉપર રહ્યા છે.

Advertisment
નાણાંકીય વર્ષવ્યાજદર
2005-06:8.50%
2006-07:8.50%
2007-08:8.50%
2008-09:8.50%
2009-10:8.50%
2010-11:9.50%
2011-12:8.25%
2012-13:8.50%
2013-14:8.75%
2014-15:8.75%
2015-16:8.80%
2016-17:8.65%
2017-18:8.55%
2018-19:8.65%
2019-20:8.50%
2020-21:8.50%
2021-22:8.10%
2022-23:8.15%

7 કરોડથી વધારે પીએફ સભ્યોને ફાયદો થશે

હાલ EPFO સાથે 6 કરોડથી વધારે સભ્યો જોડાયેલા છે અને પીએફમાં વ્યાજદરમાં વૃદ્ધિથી તેમને સારો એવો લાભ મળશે કારણ કે હાલ બેંક એફડીની તુલનાએ પીએફના વ્યાજદર વધારે આકર્ષક છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ઇપીએફઓ સાથે 14.68 લાખ સભ્યો જોડાયા હતા. આ સાથે પીએફના સભ્યોની કુલ સંખ્યા વધીને 7.77 કરોડે પહોંચી ગઇ હતી.

EPFO સભ્યોના નાણાંનું ક્યાં રોકાણ કરે છે ?

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં જમા થનાર નાણાંનું વિવિધ જગ્યાએ રોકાણ કરે છે. આ રોકાણમાંથી થતી કમાણીનો ઉપયોગ પીએફના સભ્યોને વ્યાજના સ્વરૂપે આપવામાં આવે છે. EPFO કુલ ડિપોઝિટની 85 ટકા રકમનું ડેટ સ્કીમાં રોકાણ કરે છે. તેમાં સરકારી જામીનગીરી અને બોન્ડ સામેલ છે. તેમાં કુલ 36,000 કરોડ રૂપિયાનું રોકાણ થાય છે. બાકીના 15 ટકા રકમનું ETF (સેન્સેક્સ - નિફ્ટી)માં રોકાણ કરવામાં આવે છે. ડેટ અને ઇક્વિટી સ્કીમમાં કરેલા રોકાણમાંથી થતી કમાણીના આધારે પીએફ સભ્યોને કેટલુ વ્યાજ ચૂકવવું તે નક્ક કરવામાં આવે છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ Investment