Wages Limit Hike: વેતન મર્યાદા વધી 21000 થશે! જાણો તમારા પગાર, પીએફ અને પેન્શન પર કેટલી અસર થશે

EPFO Minimum Wages Limit Increase: કેન્દ્ર સરકાર ઇપીએફઓ હેઠળ લઘુતમ વેતન મર્યાદા 18000 થી વધારી 21000 કરવાની વિચારણા કરી રહ્યું છે. વેતન મર્યાદા વધવાથી કર્મચારીના પગરા, પીએફ અને પેન્શન પર ઉંડી અસર થાય છે. ચાલો જાણીયે કેવી રીતે

EPFO Minimum Wages Limit Increase: કેન્દ્ર સરકાર ઇપીએફઓ હેઠળ લઘુતમ વેતન મર્યાદા 18000 થી વધારી 21000 કરવાની વિચારણા કરી રહ્યું છે. વેતન મર્યાદા વધવાથી કર્મચારીના પગરા, પીએફ અને પેન્શન પર ઉંડી અસર થાય છે. ચાલો જાણીયે કેવી રીતે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
indian notes | 500 rupee nots

Minimum Wages Limit Hike: ભારતીય ચલણ 500 રૂપિયાની ચલણી નોટ. (File Photo)

EPFO Minimum Wages Limit Increase: કેન્દ્ર સરકાર EPFO ​​હેઠળ વેતન મર્યાદા વધારીને 21000 રૂપિયા પ્રતિ મહિને કરી શકે છે, આવા સમાચાર હાલ ચર્ચામાં છે. હાલ ભારતમાં લઘુતમ વેતન મર્યાદા 18000 રૂપિયા માસિક છે. જો કે, આ સમાચારની હજુ સુધી કોઈ સત્તાવાર સ્ત્રોત દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ જો આ અટકળો સાચી પડે છે અને આવા ફેરફારો લાગુ કરવામાં આવે છે, તો તે પગારદાર કર્મચારીઓને મોટી અસર કરી શકે છે.

Advertisment

તેથી, નોકરીયાત કર્મચારીઓ માટે હવેથી સમજવું અગત્યનું છે કે આ સંભવિત નિર્ણય તેમના પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન પર શું અસર કરી શકે છે. અલબત્ત આ મુદ્દા પર આવતા પહેલા ચાલો જાણીએ કે વેતન મર્યાદા શું છે.

What Is Wages Limit? વેતન મર્યાદા શું છે?

વેતન મર્યાદા એ લઘુત્તમ પગાર મર્યાદા છે જેના આધારે EPF અને EPS (એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ અને એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ)માં કર્મચારીઓનું યોગદાન નક્કી કરવામાં આવે છે. હાલમાં આ મર્યાદા 15000 રૂપિયા પ્રતિ માસ છે, પરંતુ સરકાર તે વધારીને 21000 રૂપિયા પ્રતિ માસ કરવા પર વિચાર કરી રહી છે.

Wages Limit Hike Impact : વેતન મર્યાદા વધવાથી કેવી અસર થશે?

વર્તમાન નિયમો અનુસાર, જે કર્મચારીઓનો બેઝિક પગાર 15000 રૂપિયા પ્રતિ માસથી વધુ છે તેઓ EPS યોજનામાં જોડાઈ શકતા નથી. એકવાર નવી મર્યાદા લાગુ થયા પછી, 21000 રૂપિયાનો પગાર મેળવતા કર્મચારીઓ પણ EPS યોજનામાં જોડાઈ શકશે અને નિવૃત્તિ પછી પેન્શન મેળવવા માટે હકદાર બનશે. તેનાથી આ સુવિધા મેળવનાર કર્મચારીઓની સંખ્યામાં વધારો થશે.

Advertisment

આ ઉપરાંત, હાલ કર્મચારીના 12 ટકા ઇપીએફઓ યોગદાન માંથી 8.33% EPS (પેન્શન) ખાતામાં અને 3.67% EPF ખાતામાં જમા થાય છે. હાલમાં, EPSમાં યોગદાન માટેની મહત્તમ મર્યાદા દર મહિને 1250 રૂપિયા છે, જે 15000 રૂપિયાની વેતન મર્યાદા પર આધારિત છે. જો વેતન મર્યાદા વધારીને 21000 રૂપિયા કરવામાં આવે તો EPSમાં યોગદાન વધીને 1749 રૂપિયા માસિક થશે. આના કારણે એક બાજુ EPSમાં જમા રકમ વધશે તો બીજી બાજુ EPF ખાતામાં જમા રકમમાં ઘટાડો થશે.

નિવૃત્તિ સમયે કેટલું પેન્શન મળશે?

EPS હેઠળ પેન્શન ગણતરી માટે એક ચોક્કસ પદ્ધતિ છે: (નોકરીના વર્ષોની સંખ્યા x સરેરાશ માસિક પગાર)/70. આ ફોર્મ્યુલા હેઠળ જો વેતન મર્યાદા 15000 રૂપિયાથી વધીને 21000 રૂપિયા થાય છે, તો નિવૃત્તિ સમયે મળતું પેન્શન પણ વધારે હશે. ઉદાહરણ તરીકે, 30 વર્ષની નોકરી પછી વર્તમાન લઘુતમ વતેન મર્યાદા પર આધારિત પેન્શન 6857 રૂપિયા થઈ જાય છે, જ્યારે નવી મર્યાદા લાગુ કરવામાં આવે તો તે 9600 રૂપિયા થઈ જશે. આને નીચેના ઉદાહરણની મદદથી પણ સમજી શકાય છે.

  • ધારો કે કર્મચારીનો બેઝિક પગાર 25000 રૂપિયા પ્રતિ માસ છે. તેના એમ્પ્લોયરનું 12% યોગદાન 3000 રૂપિયા છે
  • આવી સ્થિતિમાં હાલના નિયમો હેઠળ 8.33 ટકાના દરે EPSમાં 1250 રૂપિયા અને EPF ખાતામાં 1750 રૂપિયા જમા કરવામાં આવે છે.
  • જો વેતન મર્યાદા વધીને 21000 રૂપિયા થાય છે, તો EPSમાં 1749 રૂપિયા અને EPFમાં 1251 રૂપિયા જમા થશે.

કર્મચારીને ફાયદો કે નુકસાન થશે?

જો વેતન મર્યાદા વધારવામાં આવે તો કર્મચારીઓને પેન્શનના રૂપમાં વધુ લાભ મળશે. આ ઉપરાંત, EPS યોજના હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થશે. આનાથી નિવૃત્તિ પછી સ્થિર આવક મેળવવામાં સરળતા રહેશે. પરંતુ EPAS ખાતામાં યોગદાન વધારવાનો અર્થ એ પણ છે કે EPF ખાતામાં યોગદાન ઘટશે, જે નિવૃત્તિ સમયે પ્રાપ્ત થતી રકમમાં ઘટાડો કરી શકે છે.

કેન્દ્ર સરકાર બિઝનેસ Investment