EPFO New Rule : ઇપીએફઓ સભ્યો માટે મોટા સમાચાર આવ્યા છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટની 13 ઓક્ટોબરે યોજાયેલી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. કેટલાક નિયમમાં છુટછાટ આપી છે તો અમુક નિયમ કડક બનાવ્યા છે, જેના વિશે ઇપીએફ ખાતાધારકોને જાણકારી હોવી જ જોઇએ. પીએફ ધારકો માટે લગ્ન અને શિક્ષણ માટે પીએફ રકમ ઉપાડવાની નિયમ વધુ સરળ કર્યા છે. ચાલો જાણીયે EPFના નવા નિયમ અને પીએફ ખાતાધારક પર કેવી અસર થશે?
ઇપીએફઓ બેઠક કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાઇ હતતી. ઇપીએફઓ સભ્યોને આંશિક ઉપાડ એટલે કે અમુક અંશ સુધી જમા રકમ ઉપડવાના નિયમોમાં મોટી છુટછાટ આપી છે. પાત્ર રકમ 100 ટકા સુધીના વિડ્રોલને મંજૂરી આપી છે. શ્રમ મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે, હવે ઇપીએફઓ સભ્ય પોતાના પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારી અને કંપની સહિત યોગદાનના સહિત પાત્ર બેલેન્સના 100 ટકા સુધી આંશિક ઉપાડ હેઠળ રકમ ઉપાડી શકશે. તે ઉપરાંત તમામ પ્રકારના આંશિક ઉપાડ માટે મિનિમય સર્વિસની સમયમર્યાદા ઘટાડીને 12 ટકા કરી દીધી છે.
લગ્ન અને શિક્ષણ માટે પીએફ ઉપાડવાની મર્યાદા વધી
આ સાથે જ પીએફ ખાતા માંથી આંશિક ઉપાડની 13 જટિલ જોગવાઇને સરળ કરવા હવે 3 કેટેગરી બનાવી છે. આ કેટેગરી છે – આવશ્યક જરૂરિયાત જેમ કે બીમારી, શિક્ષણ, લગ્ન, ઘર ખરીદવા કે રિનોવેશન અને ખાસ પરિસ્થિતિઓ. શિક્ષણ માટે હવે પીએફ સભ્ય 10 વખત પીએફ ઉપાડી શકાશે. તો પીએફ ખાતાધારક લગ્ન માટે 5 વખત પીએફ રકમ ઉપાડી શકે છે. અગાઉ શિક્ષણ અને લગ્ન માત્ર 3 વખત પીએફ ઉપાડવાની મંજૂરી હતી.
ખાસ પરિસ્થિતિઓમાં પીએફ ઉપાડવા માટે હવે કારણ જણાવવાની જરૂરિયાત રહેશે નહીં. અગાણ કારણ જણાવવું પડતું હતું, જેમ કે કુદરતી આફત, એસ્ટેબિલિશમેન્ટ કે કંપની બંધ થવી, સતત બેરોજગાર, મહામારી વગેરે. આ કારણ હેઠળ થયેલા પીએફ ક્લેમ રિજેક્ટ થઇ જતા હતા.
પીએફ ખાતામાં 25 ટકા મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી
EPFO એ એવું પણ નક્કી કર્યું છે કે, પીએફ સભ્ય તેના યોગદાનની રકમના 25 ટકા હિસ્સો હંમેશા મિનિમમ બેલેન્સ તરીકે EPF એકાઉન્ટમાં રાખવું પડશે. તેનાથી નિવૃત્તિ ભંડોળ બનાવી શકાશે, તેના પર વ્યાજ મળતું રહશે.
EPFO એ હવે નક્કી કર્યું છે કે, જો કર્મચારી કે પીએપ સભ્ય બેરોજગારીની સ્થિતિમાં મેચ્યોરિટી પહેલા EPFની બધી જ રકમ ઉપાડવા માંગે છે તો નોકરી ગુમાવવાની અને પૈસા ઉપાડવા વચ્ચેનો સમયગાળો 12 મહિના હોવો જોઇએ. એટલે કે કર્મચારી 12 મહિના બાદ જ સંપૂર્ણ પીએફ વિડ્રોલ કરી શકશે. અગાઉ આવા કિસ્સામાં 2 મહિનાની મુદ્દત હતી. આમ આવા કિસ્સામાં સંપૂર્ણ પીએફ ઉપાડવાના મામલે પણ પીએફ ખાતાધારકો એ હવે 2 મહિનાના બદલે 36 મહિના રાહ જોવી પડશે.
EPFO વિશ્વાસ યોજના
EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટે ‘વિશ્વાસ યોજના’ પણ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેનો હેતુ ઇપીએફ યોગદાન જમા કરવામાં વિલંબ પર લાગતો દંડ ઓછો કરવા અને પેન્ડિંગ દાવાનું સમાધાન કરવાનો છે. વિશ્વાસ યોજના હેઠલ દંડનો દર 1 ટકા પ્રતિ માસિક સુધી નક્કી કરાયો છે. આ યોજના છ મહિના માટે લાગુ થશે અને જરૂરિયાત પડવા પર વધુ 6 મહિના સુધી લંબાવાઇ શકાય છે.
ઉપરાંત ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે એક સમજૂતી કરાર પણ થયા છે. જે હેઠલ હવે કર્મચારી પેન્શન યોજના, 1995 (ઇપીએસ-95) ના પેન્શનધારકોને ઘર જ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જારી કરવામાં આવશે. આ સર્ટિફિકેટ માટે 50 રૂપિયા ચાર્જ લાગશે, જે EPFO ભોગવશે.