PF ઉપાડવો છે? ઉમંગ એપથી મિનિટોમાં UAN એક્ટિવેટ કરો, જાણો સંપૂર્ણ સરળ પ્રક્રિયા

UAN Activation Online By Umang App: ઇપીએફઓ એ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) બનાવવાની અને એક્ટિવ કરવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. હવે તમે માત્ર તમારા સ્માર્ટફોનથી જ UAN જાતે જનરેટ અને એક્ટિવેટ કરી શકશો. ચાલો જાણીયે

UAN Activation Online By Umang App: ઇપીએફઓ એ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) બનાવવાની અને એક્ટિવ કરવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. હવે તમે માત્ર તમારા સ્માર્ટફોનથી જ UAN જાતે જનરેટ અને એક્ટિવેટ કરી શકશો. ચાલો જાણીયે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
umang app | epfo | pf withdrawal | pf members | UAN

EFPO એ ઉમંર એપ દ્વારા UAN એક્ટિવ કરવાની સુવિધા શરૂ કરી છે. (Express Photo)

EPFO Rules For UAN Activation Online : એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) બનાવવાની અને એક્ટિવ કરવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. હવે તમે માત્ર તમારા સ્માર્ટફોનથી જ UAN જાતે જનરેટ અને એક્ટિવેટ કરી શકશો. આ મહિનાની શરૂઆતથી જ આ માટે આધાર બેઝ્ડ ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી (FAT) ફરજિયાત કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે તમારે UAN બનાવવા અથવા એક્ટિવ કરવા માટે પીએફ ઓફિસના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં.

Advertisment

EPFOએ ગયા મહિને એક સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે, 1 ઓગસ્ટથી નવું UAN આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી (FTA) સાથે ઉમંગ એપ દ્વારા જ ઉપલબ્ધ થશે. ખાસ વાત એ છે કે, આ સંપૂર્ણ પ્રક્રિયા એમ્પ્લોયર અથવા ઇપીએફઓ ઓફિસના ચક્કર કાપ્યા વગર ઉમંગ એપ દ્વારા થોડી જ મિનિટોમાં પૂર્ણ કરી શકાય છે.

ઉમંગ એપ મારફતે 3 મુખ્ય સેવા શરૂ

ઉમંગ એપ દ્વારા 3 મુખ્ય સેવાઓ શરૂ કરવામાં આવી છે. તેમાં નવા UAN ની ફાળવણી અને એક્ટિવેશન, હાલના યુએએન (UAN) નું એક્ટિવેશન, પહેલેથી જ એક્ટિવ યુએએન (UAN) માટે ફેસ ઓથેન્ટિકેશન સુવિધાનો સમાવેશ થાય છે. આ માટે માત્ર પ્લે સ્ટોરમાંથી ઉમંગ એપ અને આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરવાની રહેશે. તેમા આધાર ડેટાબેઝમાંથી તમામ માહિતી આપોઆપ ભરાઈ જશે અને થોડી જ વારમાં UAN જનરેટ થઈ જશે અને ચહેરો સ્કેન થતાં જ SMS દ્વારા તમારા મોબાઈલમાં મોકલી દેવામાં આવશે.

નવું UAN જનરેટ કરવા માટે આ વસ્તુઓની જરૂર પડશે

ઇપીએફઓની આ નવી સિસ્ટમમાં કર્મચારીને નવું UAN જનરેટ કરવા માટે માત્ર તેના આધાર કાર્ડ નંબર, મોબાઇલ નંબર અને ફેસ સ્કેનની જરૂર પડશે. ઉમંગ એપ્લિકેશન પર 'યુએએન એલોટમેન્ટ અને એક્ટિવેશન' વિકલ્પ પસંદ કરીને આ પ્રક્રિયા ઘરે બેઠા સરળતાથી પૂર્ણ કરી શકાય છે. આ ડિજિટલ સુવિધા નવા જોડાનારા કર્મચારીઓ માટે મોટી રાહત સાબિત થશે, ખાસ કરીને યુવાનો માટે જેઓ પ્રથમ વખત નોકરી કરી રહ્યા છે.

Advertisment

આ લોકો માટે જૂની વ્યવસ્થા ચાલુ રહેશે

જો કે, કેટલીક કલમોને જૂની સિસ્ટમથી પણ ઇપીએફઓ દ્વારા UAN બનાવવાની સુવિધા આપવામાં આવી છે. વિદેશી કામદારો, નેપાળ અને ભૂટાનના નાગરિકો માટે આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન જરૂરી રહેશે નહીં. આ કિસ્સાઓમાં, એમ્પ્લોયર દ્વારા અગાઉની જેમ યુએએન (UAN) જનરેટ કરી શકાય છે.

આધારમાં નામ સાથે જોડાયેલી ભૂલને કેવી રીતે સુધારવી? ઘરે બેઠા સરળતાથી થશે કામ, આ છે સરળ રીત

નવી પ્રક્રિયાના ફાયદા શું છે?

  • તમારે કોઈપણ પ્રકારના ફોર્મ ભરવાની જરૂર
  • રહેશે નહીં, સરળ, ઝડપી અને પેપરલેસ પ્રક્રિયા
  • યુએએન એક્ટિવેશન અને ઇ-યુએએન કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા ઘરની આરામથી

નવો UAN જનરેટ કરવો ક્યા દસ્તાવેજોની જરૂર પડશે?

  • આધાર સાથે જોડાયેલ
  • મોબાઈલ નંબર
  • આધાર ફેસ આરડી એપ

UAN નંબર કેવી રીતે એક્ટિવેટ કરવો?

  • મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સૌથી પહેલા ઉમંગ એપ ઓપન કરો.
  • હવે 'UAN એલોટમેન્ટ અને એક્ટિવેશન' પર ટેપ કરો.
  • આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરો, ઓટીપીથી ચકાસણી કરો.
  • આ પછી આધાર ફેસ આરડી એપ દ્વારા ચહેરાને સ્કેન કરો.
  • હવે તમારી માહિતી આપમેળે આધાર પરથી લેવામાં આવશે.
  • એક નવું યુએએન જનરેટ કરીને મેસેજ દ્વારા મોકલવામાં આવશે.
Investment બિઝનેસ