/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/epfo-pension-scheme.jpg)
EPFO Pension Scheme: ઇપીએફઓ સભ્ય પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે 10 વર્ષ સુધી નોકરી કરેલી હોવી જરૂરી છે. (Photo: Freepik)
EPFO Pension Scheme: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) સંગઠિત ક્ષેત્રના લાખો કર્મચારીઓને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. તે મારફડે સભ્યોને પ્રોવિડન્ટ ફંડ, વીમા અને પેન્શન જેવા લાભ મળે છે. ઇપીએફઓ એક સરકારી સંસ્થા છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવે છે અને તેની સ્થાપના 1952માં કરવામાં આવી હતી. દેશની સૌથી મોટી સામાજિક સુરક્ષા સંસ્થા હોવાને કારણે, તે મુખ્યત્વે લોકોને રિટાયમેન્ટ ફંડ માટે બચત કરવા પ્રોત્સાહિત કરે છે. ભારતમાં ઇપીએફઓ હોવું ખૂબ જ જરૂરી છે કારણ કે તે મેમ્બર્સના પરિવારના સભ્યોને ખાસ સંજોગોમાં નિવૃત્તિ પછી અથવા તે પહેલાં આર્થિક સહાય પૂરી પાડે છે.
કોઈપણ કંપની કે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોના બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થાના 12 ટકા દર મહિને પીએફ ફંડમાં જમા થાય છે અને આટલું જ યોગદાન કંપની તરફથી પીએફમાં જાય છે. કર્મચારીના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાનો 12 ટકા હિસ્સો દર મહિને ઇપીએફ ખાતામાં જાય છે, જ્યારે કંપનીનો ફાળો બે ભાગમાં વહેંચાય છે. જેમાંથી 8.33 ટકા એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (ઇપીએસ) એટલે કે પેન્શન ફંડમાં અને 3.67 ટકા એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ એટલે કે ઇપીએફમાં જમા થાય છે. આજે આપણે અહીં એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ વિશે સમજીશું.
કર્મચારી પેન્શન યોજના શું છે? (Employee Pension Scheme)
કર્મચારી પેન્શન યોજના એક પેન્શન યોજના છે, જેનું સંચાલન ઇપીએફઓ દ્વારા કરવામાં આવે છે. ઈપીએસની શરૂઆત વર્ષ 1995માં કરવામાં આવી હતી. આ સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે છે. આ યોજનાનો લાભ મેળવવા કર્મચારીએ 10 વર્ષ સુધી નોકરી દરમિયાન ઇપીએફઓ યોગદાન આપ્યું હોવી જરૂરી છે. જો કે આ પેન્શન 58 વર્ષ પૂર્ણ થયા બાદ મળવાનું શરૂ થઇ જશે. ચાલો આપણે જાણીએ કે ઇપીએફઓના કયા સભ્ય પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર બને છે.
ઇપીએફઓ પેન્શન યોજના કોને મળવાપાત્ર છે
એમ્પ્લોયઝ પેન્શન સ્કીમ હેઠળ પેન્શન મેળવવા માટે, કર્મચારીએ અમુક માપદંડો પૂર્ણ કરવા પડશે જે નીચે મુજબ છે
કોઈ પણ કંપનીમાં કામ કરનાર કર્મચારી ઈપીએફઓ સભ્ય હોવા જોઈએ.
- આ યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમારી નોકરીનો કાર્યકાળ ઓછામાં ઓછો 10 વર્ષનો હશે.
- કર્મચારી પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે સંગઠિત ક્ષેત્રના કર્મચારીએ 58 વર્ષ પૂર્ણ કરવા પડશે.
- કર્મચારીઓ 50 વર્ષથી ઓછી ઉંમરના દરે તેમની ઇપીએસ એટલે કે પેન્શનની રકમ પણ ઉપાડી શકે છે.
- કંપનીના કર્મચારીઓની નિવૃત્તિ વય 58 વર્ષ છે. રિટાયરમેન્ટની ઉંમર પૂરી થયા બાદ કર્મચારી બે વર્ષ અથવા 60 વર્ષની ઉંમર સુધી પેન્શન સસ્પેન્ડ કરી શકે છે. આવું કર્યા બાદ તેમને વાર્ષિક 4 ટકાના વધારાના દરે પેન્શન મળશે.
- કર્મચારી પેન્શન યોજનામાં યોગદાન આપનારા સભ્યને આ ભથ્થાં દ્વારા સતત આવક મળતી રહેશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/EPFO.jpg)
ઇપીએસ 95 હેઠળ પેન્શનના પ્રકારો
ઇપીએફઓ ન્યૂઝલેટર અનુસાર, એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ એપ્રિલ 2024 થી જૂન 2024 સુધી અનેક પેન્શન લાભ પ્રદાન કરે છે.
સુપરએન્યુએશન પેન્શન (Superannuation Pension)
સેવાનિવૃત્તિ પેન્શન : જો કોઈ કર્મચારીએ 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી સંગઠિત ક્ષેત્રમાં કામ કર્યું હોય અને 58 વર્ષ પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત થાય તો તેને સેવાનિવૃત્તિ પેન્શનનો લાભ મળશે.
અર્લી પેન્શન (Early Pension)
જો કર્મચારીએ 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી કામ કર્યું હોય અને 58 વર્ષની ઉંમર પૂર્ણ કરતા પહેલા નિવૃત્ત થઈ જાય અથવા નોકરીમાં ચાલુ ન રહે તો તે વહેલા પેન્શન માટે હકદાર છે.
વિકલાંગતા પેન્શન (Disablement Pension)
ઇપીએસ 95 હેઠળ વિકલાંગતા પેન્શન એવા સભ્યોને નાણાકીય સહાય પૂરી પાડે છે કે જેઓ તેમની નોકરી દરમિયાન કાયમી અને સંપૂર્ણપણે અક્ષમ બની જાય છે.
વિધવા અને બાળક નું પેન્શન) (Widow and Children Pension)
વિધવા અને બાળ પેન્શન એટલે કે વિધવા/વિધુર પેન્શન ઇપીએફઓના સભ્યના જીવનસાથીને અકાળે મૃત્યુની સ્થિતિમાં નાણાકીય સહાયની ખાતરી આપે છે. આ લાભ જીવિત જીવનસાથીને માસિક પેન્શનના રૂપમાં ઉપલબ્ધ છે, જે તેમના જીવનસાથીને ગુમાવ્યા પછી તેમની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરી શકે છે.
ઇપીએસ 95 હેઠળ બાળકોનું પેન્શન મૃતક ઇપીએફઓ સભ્યના બે બાળકોને આર્થિક સહાય પૂરી પાડે છે. દરેક બાળક 25 વર્ષની ઉંમર સુધી માસિક પેન્શન માટે હકદાર છે. આ બાળકોનું પેન્શન બાળકોના શિક્ષણ અને ઉછેરમાં મદદ કરી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/National-Pension-Scheme-.jpg)
અનાથ પેન્શન (Orphan Pension)
મૃતક ઈપીએફઓના સભ્યના જીવનસાથીનું અસ્તિત્વ ન રહેવાની સ્થિતિમાં બાળકોને અનાથ પેન્શનના રૂપમાં આર્થિક મદદ મળશે. આ માસિક પેન્શન અનાથ બાળકોના ઉછેર અને શિક્ષણમાં મદદ કરે છે.
નોમિની પેન્શન (Nominee Pension)
નોમિની પેન્શન ઇપીએફઓના સભ્ય દ્વારા બનાવવામાં આવેલા નોમિનીને આ પેન્શન મળે છે. સભ્યને કોઈ જીવનસાથી કે સંતાન ન હોય તેવા સંજોગોમાં ઈપીએફઓના સભ્ય દ્વારા કરવામાં આવેલા નોમિનીને ઈપીએફઓના સભ્યના મૃત્યુ પર આ પેન્શન મળે છે. જો ઈપીએફઓના સભ્યએ પોતાના માતા અને પિતાને નોમિનેટ કર્યા છે તો આવી સ્થિતિમાં બંનેને નિર્ધારિત હિસ્સા પ્રમાણે પેન્શનની રકમ મળશે. જો તેણે પિતા કે માતામાંથી માત્ર એકને જ નોમિની બનાવ્યો છે, તો તેને પેન્શનની રકમ મળશે.
આ પણ વાંચો | EPFO પેન્શન યોજના: કેટલા વર્ષ સુધી પીએફ ભરવાથી પેન્શન માટે હકદાર બની શકાય છે?
દરેક પ્રકારનું પેન્શન વિવિધ આકસ્મિક પરિસ્થિતિઓને પૂર્ણ કરે છે, જેથી ઇપીએફઓના સભ્યો અને તેમના પરિવારો માટે વિસ્તૃત સામાજિક સુરક્ષા કવચ ઉપલબ્ધ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us