EPFO Pension: પેન્શનધારકો માટે ખુશખબર, કોઇ પણ બેંક બ્રાંચ માંથી પેન્શન ઉપાડી શકાશે, 2025થી સુવિધા શરૂ થશે

EPFO Pensioners CPPS System: ઈપીએફઓ દ્વારા ઇપીએસ પેન્શનધારકો માટે CPPS System સુવિધા જાન્યુઆરી 2025 થી શરૂ કરવામાં આવશે. આ નવી સુવિધાથી પેન્શનધારકો કોઇ પણ બેંક બ્રાન્ચ માંથી પેન્શન ઉપાડી શકશે.

EPFO Pensioners CPPS System: ઈપીએફઓ દ્વારા ઇપીએસ પેન્શનધારકો માટે CPPS System સુવિધા જાન્યુઆરી 2025 થી શરૂ કરવામાં આવશે. આ નવી સુવિધાથી પેન્શનધારકો કોઇ પણ બેંક બ્રાન્ચ માંથી પેન્શન ઉપાડી શકશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
EPFO Pension | EPFO New | Pension news | Pensioners | EPFO Pensioners CPPS System | CPPS System

EPFO Pension CPPS System: ઇપીએફઓ દ્વારા ઇપીએસ પેન્શનધારકો માટે સીપીપીએસ સર્વિસ 1 જાન્યુઆરી 2024થી શરૂ કરવામાં આવે છે. (Photo: Freepik)

EPFO Pensioners CPPS System: ઇપીએફઓ પેન્શનધારકો માટે ખુશખબર આવ્યા છે. એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (ઇપીએસ) હેઠળ પેન્શન મેળવનાર પેન્શનધારકો હવે પોતાનું પેન્શન કોઇ પણ બેંક બ્રાંચ માંથી ઉપાડી શકશે. આ સુવિધા 1 જાન્યુઆરી 2025થી લાગુ થઇ રહી છે. નવી પેન્શન સુવિધા શરૂ થતા દેશના 78 લાખથી વધુ ઇપીએસ પેન્શનધારકોને રાહત થશે.

Advertisment

હકીકતમાં સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકારે એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ 1995 માટે સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS) ને મંજૂરી આપી હતી, જે મારફતે પન્શનધારક દેશની કોઇ પણ બેંક બ્રાંચ માંથી પોતાનું પેન્શન ઉપાડી શકશે. ઓક્ટોબરમાં જમ્મુ, શ્રીનગર અને કરનાલ ક્ષેત્રમાં CPPSના પાયલોટ પ્રોજેક્ટ હેઠલ 49000 ઇપીએસ પેન્શનધારકોને 11 કરોડ રૂપિયાનું પેન્શન વિતરણ કરવામાં આવ્યુ હતુ અને હવે આ સુવિધા જાન્યુઆરી 2025થી દેશભરમાં લાગુ કરવામાં આવશે.

EPS પેન્શનધારકોને મોટી રાહત

CPPS લાગુ થયા બાદ પેન્શનધારકોને હવે પેન્શનના પેમેન્ટ આદેશ (PPO)ને ટ્રાન્સફર કરવાની જરૂર પડશે નહીં, પછી ભલે તે કોઇ પણ શહેરમાં જાય કે બેંક / બ્રાન્ચ બદલે. પેન્શનધારક હવે કોઇ પણ દેશભરમાં કોઇ પણ બેંક બ્રાંચ માંથી પોતાની પેન્શન મેળવી શકશે. પે્શન વિતરણ પ્રણાલી વિકેન્દ્રીત છે, જેમા EPFOની પ્રત્યેક પ્રાદેશિક કે ઝોનલ ઓફિસ માત્ર 3 થી 4 બેંક સાથે જ સમજૂતી કરે છે. CPPS હેઠળ આ વ્યવસ્થા બદલાશે અને પેન્શનધારકને બેંકમાં કોઇ પણ પ્રકારની વેરિફિકેશન પ્રક્રિયા વગર પેન્શન મળી જશે. પેન્શન સીધું તમારા બેંક ખાતામાં જમા થશે.

CPPS સિસ્ટમ શું છે?

CPPS સિસ્ટમ હેઠળ પેન્શન વિતરણ સમગ્ર ભારતમાં સુવ્યસ્થિત રીતે થશે. પેન્શનધારક અન્ય શહેરમાં સ્થળાંતર કરે છે અથવા પોતાની બેંક કે બ્રાંચ બદલે છે તો તેમને હવે PPO મોકલવાની જરૂરિયાત રહેશે નહીં. આ સુવિધા એવા પેન્શનધારકોને મોટી રાહત આપશે જેઓ નિવૃત્તિ બાદ પોતાના વતન કે મૂળ શહેરમાં જતા રહે છે. આ નવી સુવિધાનો ઉદ્દેશ્ય ઇપીએસ પેન્શનધારકોને સુવિધા આપવાનો છે.

Advertisment
Investment બિઝનેસ