Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર Top News

PF Balance Transfer: નોકરી બદલ્યા બાદ પીએફ બેલેન્સ ટ્રાન્સફર કરવું જરૂરી છે? જાણો ઓનલાઈન ટ્રાન્સફર કરવાની રીત

EPFO PF Fund Transfer Online: નોકરી બદલ્યા બાદ ઇપીએફ એકાઉન્ટનું બેલેન્સ જુની કંપની માંથી નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી છે. લાંબા સમય સુધી પીએફ બેલેન્સ ટ્રાન્સફર ન કરવાથી EPF એકાઉન્ટ ડિએક્ટિવ થશે અને વ્યાજ પણ મળશે નહીં.

Written byAjay Saroya

EPFO PF Fund Transfer Online: નોકરી બદલ્યા બાદ ઇપીએફ એકાઉન્ટનું બેલેન્સ જુની કંપની માંથી નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી છે. લાંબા સમય સુધી પીએફ બેલેન્સ ટ્રાન્સફર ન કરવાથી EPF એકાઉન્ટ ડિએક્ટિવ થશે અને વ્યાજ પણ મળશે નહીં.

author-image
Ajay Saroya
10 Dec 2024 15:22 IST
પર અપડેટ કર્યું 10 Dec 2024 15:23 IST

Follow Us

New Update
epfo | epfo news | pf account login | pf account balance transfer online | pf balance check | pf member login

How To To Transfer PF Balance After Leaving Job: ઇપીએફઓ અનુસાર ઇપીએફ બેલેન્સ ટ્રાન્સફર કરવા માટે જુની કંપની કે નોકરીદાતા સાથે નોકરી છોડવાની તારીખ એટલે કે ડેટ ઓફ એક્ઝિટ અપડેટ હોવું જરૂરી છે.

EPFO PF Account Balance Transfer Online: પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ કર્મચારી માટે નિવૃત્તિ ભંડોળની યોજના છે. નોકરી બદલ્યા બાદ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ એટલે કે ઇપીએફ બેલેન્સ જુની કંપની માટે માંથી નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું બહું જરૂરી છે. જો તમે લાંબા સમય સુધી પીએફ બેલેન્સ ટ્રાન્સફર નથી કરતા તો તમારું ઇપીએફ એકાઉન્ટ ડોરમેટ થઇ જાય છે. એટલે કે એક્ટિવ રહેતું નથી અને થોડાક વર્ષ બાદ વ્યાજ મળવાનું પણ બંધ થઇ જાય છે. આવી પરેશાનીથી બચવા અને પીએફ પર વ્યાજ ની કમાણી ચાલુ રાખવા માટે નોકરી બદલ્યા બાદ સમયસર ઇપીએફ બેલેન્સ ટ્રાન્સફર કરી લેવું જોઇએ.

Advertisment

ઇપીએફ એકાઉન્ટમાં ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કર્યા વગર પીએફ બેલેન્સ ટ્રાન્સફર થાય છે?

ઇપીએફઓ (EPFO) અનુસાર ઇપીએફ બેલેન્સ ટ્રાન્સફર કરવા માટે જુની કંપની કે નોકરીદાતા સાથે નોકરી છોડવાની તારીખ એટલે કે ડેટ ઓફ એક્ઝિટ અપડેટ હોવું જરૂરી છે. તેના વગર પીએફ ટ્રાન્સફ થશે નહીં.

EPFO Rules : ઇપીએફઓ નિયમ

પીએફ બેલેન્સ ઓનલાઇન ટ્રાન્સફર કરવા માટે તમારા પીએફ એકાઉન્ટમાં ડેટ ઓફ એક્ઝિટની અપડેટ હોવી જરૂરી છે. નોકરી છોડ્યાના બે મહિના બાદ જ અપડેટ કરાવી શકાય છે. આ તારીખ એ મહિનાની હોય છે જયારે કંપનીએ છેલ્લું પીએફ યોગદાન આપ્યું હશે. આ ડેટ ઓફ એક્ઝિટ તમારી જુની કંપની કે નોકરીદાતા ઇપીએફઓ ની સાઇટ પર અપડેટ કરે છે. આ પ્રોસેસ ત્યારે જ થશે જ્યારે તમારું યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) તમારા આધાર સાથે લિંક મોબાઇલ સાથે વેરિફાઇ કરેલું હશે.

Advertisment

EPFO ની વેબસાઇટ પર કર્મચારી પોતે Date of Exit અપડેટ કરી શકે છે?

આ સારી વાત છે કે, જો જુની કંપની ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરતી નથી તો કર્મચારી પોતે ઇપીએફઓના ઓનલાઇન પોર્ટલ પર અપડેટ કરી શકે છે.

ઇપીએફ માટે ડેટ ઓફ એક્ઝિટ ઓનલાઈન અપડેટ કરવાની રીત

  • EPFO યુનિવફાઈડ પોર્ટલ પર જાઓ અને UAN અને પાસવર્ડ દાખલ કરી લોગ ઈન કરો.
  • મેનેજ (Manage) ટેબ પર ક્લિક કરો અને માર્ક એક્ઝિટ (Mark Exit) ઓપ્શન પસંદ કરો.
  • ડ્રોપડાઉન માંથી જુનો પીએફ એકાઉન્ટ નંબર સિલેક્ટ કરો.
  • નોકરી માંથી એક્ઝિટની તારીખ અને કારણ દાખલ કરો. આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી દાખલ કરો અને રિક્વેસ્ટ સબમિટ કરો. એક વાત ધ્યાનમાં રાખો કે એક વખત ડેટ ઓફ એક્ઝિટ થઇ ગયા બાદ તેને બદલી શકતા નથી.

EPF બેલેન્સ ટ્રાન્સફર થયું કે નહીં, કેવી રીતે ચેક કરવું?

EPFO અનુસાર તમારા પીએફ બેલેન્સને પાસબુકમાં જોઇ ચેક કરી શકો છો. આ માટે સૌથી પહેલા ઇપીએફઓ પોર્ટલ પર લોગ ઇન કરો.
View મેન્યૂમાં જાઓ અને પાસબુક (Passbook) વિકલ્પ પસંદ કરો.
તારું પીએફ એકાઉન્ટનું UAN અને પાસવર્ડ દાખલ કરી લોગ ઇન કરો.

તમારા MIDs (Member ID) પાસબુક ચેક કરો

જો પીએફ એકાઉન્ટ બેલેન્સ ટ્રાન્સફર થયું હશે તો તેને નવી કંપનીના પીએફ એકાઉન્ટમાં ક્રેડિટ એન્ટ્રી તરીકે દેખાશે. જો પીએફ બેલેન્સ ટ્રાન્સફર નથી થયું તો જુની કંપનીના પીએફ એકાઉન્ટમાં બેલેન્સ દેખાશે. આવી સ્થિતિમાં તમે ઓનલાઈન ટ્રાન્સફર ક્લેમ કરી શકો છો.

EPF બેલેન્સ ટ્રાન્સફર કરવું કેમ જરૂરી છે?

નોકરી બદલવાની સાથે ઇપીએફ બેલેન્સ ટ્રાન્સફર કરવું જરુરી છે. આમ કરવાથી તમારી જુની નોકરી દરમિયાન જમા સંપૂર્ણ પીએફ બેલેન્સ એક એકાઉન્ટમાં આવી જશે. તમારું પીએફ બેલેન્સ વધી જશે અને વ્યાજ મેળવવામાં મુશ્કેલી પડશે નહીં. આ સાથે જ જમા રકમ વધવાથી પીએફ એકાઉન્ટમાં મળતનાર વ્યાજ રૂપી કમાણી પણ વધી જશે.

બિઝનેસ Investment
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!