PF Member Account Contribution Complaint Against Employer To EPFO : ઇપીએફઓ કર્મચારીઓ માટે બેસ્ટ રિયાટમેન્ટ સેવિંગ પ્લાન છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન સરકાર દ્વારા સંચાલિત છે. પીએફના પૈસા કર્મચારીના પગારમાં કાપવામાં આવે છે અને તે ઇપીએફઓમાં જવા કરવાની જવાબદારી કંપનીની હોય છે. જો એમ્પ્લોયર કંપની સમયસર પીએફના પૈસા જમા નથી કરતી તો કર્મચારીની ભવિષ્યની નાણાંકીય સુરક્ષા સામે જોખમ રહે છે.
ઘણી કંપનીઓ કર્મચારીઓના પીએફના પૈસા સમયસર ઇપીએફઓમાં જમા કરતી નથી. કર્મચારીને પણ ખબર નથી હોતી કે તેમની કંપની પીએફના પૈસા ઈપીએફઓમાં જમા કરાતી નથી. જો તમારી કંપની પણ આમ કરી રહી છે તો તેની વિરુદ્ધ તમે ફરિયાદ કરી શકો છો. ચાલો જાણીયે વિગતવાર
એમ્પ્લોયર કે કંપની પીએફના પૈસા જમા કરાવે છે કે નહીં આ રીતે ચેક કરો
જો કોઇ કંપની કે એમ્પ્લોયર પોતાના કર્મચારીના પીએફના પૈસા પીએફ એકાઉન્ટમાં સમયસર જમા નથી કરતી તો તેણે ઈપીએફઓ તરફથી નિર્ધારિત વ્યાજ મુજબ વ્યાજ ચૂકવવી પડે છે. કર્મચારી આ મામલે ઈપીએફઓમાં ફરિયાદ કરી શકે છે. કર્મચારી ત્યારે જ ફરિયાદ કરી શકે છે જ્યારે તેના પગારમાંથી પીએફના પૈસા કપાઇ ગયા છે પરંતુ તેના પીએફ એકાઉન્ટમાં જમા થયા નથી. પીએફ એકાઉન્ટમાં પૈસા જમા થયા છે કે તેની જાણકારી પીએફ એકાઉન્ટ સ્ટેટમેન્ટથી મળશે. તમે ઇપીએફઓ મેમ્બર પોર્ટલથી ઓનલાઈન કે પીએફ ઓફિસ થી તમે જાણકારી મેળવી શકો છો.
કસૂરવાર કંપની સામે કાર્યવાહી થશે
જો કંપની કર્મચારીના પીએફ એકાઉન્ટમાં પૈસા જમા કરવામાં ડિફોલ્ટ થાય છે તો તેને સેક્શન 14બી અને સેક્શન 7ક્યુ હેઠળ વ્યાજ ચૂકવવો પડે છે. 2 મહિનાથી ઓછા ડિફોલ્ટના કિસ્સામાં 5 ટકા વ્યાજ અને 2 થી 4 મહિનાના ડિફોલ્ટના કિસ્સામાં 10 ટકા વ્યાજ ચૂકવવો પડે છે.જો 4 થી 6 મહિના સુધી પીએફના પૈસા જમા ન કરાવે તો કંપનીએ 15 ટકા વ્યાજ ચૂકવવો પડે છે. 6 મહિનાથી વધુ ડિફોલ્ટના કિસ્સામાં 25 ટકાના દરે વ્યાજ ચૂકવવો પડે છે.

પીએફ અંગે કંપની વિરુદ્ધ ફરિયાદ ક્યા અને કેવી રીતે કરવી?
જો કોઇ કંપની કર્મચારીના પીએફના પૈસા પીએફ એકાઉન્ટમાં જમા નથી કરાવી રહી તો તે EPFiGMS પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. આ પોર્ટલ પર ફરિયાદ કરવા માટે કર્મચારીએ તેના પીએફ એકાઉન્ટમાં જમા રોકાણ વિશે જાણકારી આપવાની હોય છે. તેમાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર, એમ્પ્લોયર્સ એસ્ટાબ્લિશમેન્ટ કોડ અને પોતાની ફરિયાદની વિગત હોય છે. જો તમને ઓનલાઈન ફરિયાદ કરવામાં મુશ્કેલી પડે છે તો તમે તમારા શહેરની પીએફ ઓફિસમાં જઇને પણ ફરિયાદ કરી શકો છો.
આ પણ વાંચો | EPFO : બે કરતા વધુ પીએફ એકાઉન્ટ ઓનલાઈન મર્જ કેવી રીતે કરવા? જાણો અહીં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ઉમંગ એપ વડે પણ ઓનલાઈન ફરિયાદ કરો
EPFiGMS ની સુવિધા ઈપીએફઓની ઓનલાઈન એપ UMANG એપ પર ઉપલબ્ધ છે. તમે ઉમંર મોબાઈલ એપ મારફતે પોતાની ફરિયાદ નોંધાવી શકો છો. એક વાર ફરિયાદ થયા બાદ સિસ્ટમ એક યુનિટ રજિસ્ટ્રેશન નંબર જનરેટ કરે છે. તેની જાણકારી સબ્સક્રાઇબરને એસએમએસ કે ઇમેજથી મોકલવામાં આવે છે. તમને જણાવી દઇયે કે ઇપીએફઓ સરકાર દ્વારા સંચાલિત સંસ્થા છે. આ સંસ્થા શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવે છે.





