EPFO સભ્ય માટે ખુશખબર, પીએફ ખાતા માંથી એક સાથે 5 લાખ રૂપિયા ઉપાડી શકાશે, જાણો કેવી રીતે

PF Account Auto Settlement Limit Increase: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) માટે સારા સમાચાર છે. હાલમાં જ કેન્દ્ર સરકારે પીએફ ખાતાધારકો માટે ઓટો સેટલમેન્ટ લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.

PF Account Auto Settlement Limit Increase: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) માટે સારા સમાચાર છે. હાલમાં જ કેન્દ્ર સરકારે પીએફ ખાતાધારકો માટે ઓટો સેટલમેન્ટ લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
EPFO Pension Rules | EPFO | Pension Rules | pf withdrawal | retirement fund

EPFO EPS Pension Rules : પીએફ યોગદાનની રકમનો થોડો હિસ્સો પેન્શન આપવા માટે EPSમાં જમા કરવામાં આવે છે.

EPF Account Auto Settlement Limit Increase: ઇપીએફ સભ્યો માટે એક સારા સમાચાર આવ્યા છે. હાલમાં જ કેન્દ્ર સરકારે પીએફ ખાતાધારકો માટે ઓટો સેટલમેન્ટ લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. એટલે કે હવે પીએફ ખાતાધારકો કોઈપણ પરેશાની વગર સરળતાથી 5 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ જાહેરાત કરી છે. આવો જાણીએ વિગતવાર

Advertisment

ઓટો સેટલમેન્ટ લિમિટ વધવાથી કોને ફાયદો થશે?

EPFO ની ઓટો સેટલમેન્ટ સુવિધા હેઠળ, પીએફ ખાતાધારકો હવે કોઈપણ મેન્યુઅલ ચકાસણી વિના તેમના પીએફ ખાતામાંથી 5 લાખ રૂપિયા સુધી ઉપાડી શકે છે. પહેલા આ મર્યાદા 1 લાખ રૂપિયા હતી. અગાઉ જો સભ્યોને એક લાખ રૂપિયાથી વધુ રકમ ઉપાડવી પડતી હોય તો તેમણે મેન્યુઅલ ચેક કરાવવું પડતું હતું. જેના કારણે ક્લેમ પ્રક્રિયામાં ઘણો સમય લાગ્યો હતો. આ સમસ્યાને દૂર કરવા માટે હવે આ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

નવી સુવિધા લાગુ થયા બાદ હવે રોકાણકારોને ઇમરજન્સી (જેમ કે બીમારી, શિક્ષણ, લગ્ન) માં પૈસા ઉપાડવામાં મુશ્કેલી નહીં પડે. હવે તેઓ ખૂબ જ સરળતાથી 5 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ઇપીએફઓએ ઓટો સેટલમેન્ટની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે, જેથી હવે માત્ર 72 કલાકમાં જ દાવાઓનું સમાધાન થઇ જશે.

Advertisment

ઓટો સેટલમેન્ટ સુવિધા શું છે?

કોવિડ -19 ના સમયે 2020 માં ઓટો-સેટલમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ સુવિધાનો ઉદ્દેશ ઇપીએફઓના સભ્યોને તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવાનો હતો. આમાં, પીએફ ક્લેમ સિસ્ટમ દ્વારા સંચાલિત થાય છે, જેમાં મેન્યુઅલ હસ્તક્ષેપની જરૂર હોતી નથી.

શરૂઆતમાં EPFO એ આ સુવિધા ફક્ત મેડિકલ ઇમરજન્સી સંબંધિત ઉપાડ માટે શરૂ કરી હતી, પરંતુ પછીથી તેને લગ્ન, શિક્ષણ જેવી અન્ય જરૂરિયાતો સુધી વિસ્તૃત કરવામાં આવી હતી. ઇપીએફઓના સભ્યો હવે 5 લાખ રૂપિયા સુધીની વધેલી મર્યાદા સાથે જરૂર પડ્યે સરળતાથી પીએફ ક્લેમ કરી શકશે.

ઘરે બેઠા ઓનાલાઈન ઓટો પીએફ ક્લેમ કરવાની રીત

  • સૌથી પહેલા EPFOની સત્તાવાર વેબસાઈટ https://www.epfindia.gov.in પર જાઓ.
  • તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને લોગિન પાસવર્ડ દાખલ કરો.
  • હવે તમારે ઓનલાઇન સર્વિસ પર જવું પડશે અને ઓનલાઇન ક્લેમ માટે પ્રોસિડ પર ક્લિક કરવું પડશે.
  • તમારે એડવાન્સ ફોર્મ 19, 31, 10સી (જરૂરિયાત મુજબ) પસંદ કરવાનું રહેશે અને તેમાં માંગેલી વિગતો ભરવાની રહેશે.
  • જો કોઇ ડોક્યુમેન્ટની જરૂર હોય તો તેને અપલોડ કરો.
  • આ પછી, હવે તમારા બેંક ખાતાને ચકાસીને ફોર્મ સબમિટ કરો.
  • ઓટો સેટલમેન્ટ પ્રક્રિયા હેઠળ, સિસ્ટમ આપમેળે પીએફ ક્લેમ પ્રક્રિયા કરશે. આ સમગ્ર પ્રક્રિયા આઇટી સિસ્ટમ પર આધારિત છે, તેથી તમારા દાવાની તપાસ કરતા જ 3-4 દિવસમાં પૈસા સીધા તમારા ખાતામાં આવી જશે.
બિઝનેસ Investment