/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/EPFO-EPS-Pension-Rules.jpg)
EPFO EPS Pension Rules : પીએફ યોગદાનની રકમનો થોડો હિસ્સો પેન્શન આપવા માટે EPSમાં જમા કરવામાં આવે છે.
EPFO Pension Rules: ઇપીએફઓ કર્મચારીઓ માટે સરકાર દ્વારા સંચાલિત એક નિવૃત્તિ યોજના છે. પીએફ ખાતાધારકોને નિવૃત્તિના સમયે એક સાથે મોટી રકમ અને પેન્શન મળી શકે છે. નોકરી કરનાર ઘણા લોકો નિવૃત્તિ પહેલા પીએફના પૈસા ઉપાડી લે છે. એવી સ્થિતિમાં એક સવાલ થાય છે કે, હવે એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (EPS)ના પૈસા મળશે નહીં. ઘણા લોકો વિચારે છે કે જો પીએફના બધા જ પૈસા ઉપાડી લીધા તો, EPS બંધ થઇ જશે. પરંતુ આમ થવું જરૂરી થી. ચાલો જાણીયે પીએફ ઉપાડ્યા બાદ ઇપીએસ (Employees Pension Scheme) નું શું થાય છે. નિવૃત્તિ બાદ તેનો લાભ મળશે કે નહીં.
PF અને EPS વચ્ચેનો તફાવત
નોકરી કરનાર કર્મચારીના પગારમાંથી જે પીએફ કપાય છે, જેનો એક હિસ્સો ઇપીએફમાં અને બાકીની રકમ EPSમાં જમા થયા છે. ઇપીએફ પર વ્યાજ મળે છે, પરંતુ EPS પર નહીં. EPF એક પ્રકારની બચત હોય છે, જેને કર્મચારી કેટલાક ખાસ નિયમો હેઠળ ગમે ત્યારે ઉપાડી શકે છે.
તો EPS માં જમા થયેલા પૈસા નિવૃત્તિ બાદ પેન્શન આપવા માટે હોય છે. જો કે અમુક કિસ્સામાં આ રકમ પણ ઉપાડી શકાય છે.
PF ઉપાડી લીધું, હવે EPSનું શું થશે?
આ સવાલનો જવાબ એ વાત પર નિર્ભર કરે છે કે, તમે કેટલા વર્ષ નોકરી કરી છે. જો 10 વર્ષ ઓછી નોકરી કરી છે તો કર્મચારી EPSના પૈસા એક સાથે ઉપાડી શકે છે. તેની માટે EPFO નું Form 10C ભરવું પડે છે. આ પીએફ ઉપાડવા જેવી પ્રક્રિયા અનુસરવાની હોય છે.
10 વર્ષથી વધુ નોકરી કરી હોય તો?
કર્મચારીએ 10 વર્ષ કે તેનાથી વધુ સમય સુધી નોકરી દરમિયાન પીએફ યોગદાન આપ્યું હોય તો ઇપીએસના પૈસા ઉપાડી શકાતા નથી. પરંતુ તેનો અર્થ એવો નથી કે તે પૈસા મળશે નહીં. આ પૈસા કર્મચારીને પેન્શન આપવા માટે વપરાય છે. કર્મચારીની ઉંમર 58 વર્ષ થયા બાદ ઇપીએસની રકમમાંથી દર મહિને પેન્શન આપવામાં આવે છે.
કર્મચારી PF ઉપાડ્યા બાદ પણ EPS માટે હકદાર હોય છે?
જો કર્મચારીએ 10 વર્ષ કે તેનાથી વધુ સમય નોકરી કરી છે અને ત્યાર પછી પીએફની બધી રકમ ઉપાડી લીધી છે, તેવા સંજોગો પણ તે પેન્શન મેળવવા હકદાર રહે છે. કર્મચારી ગમે ત્યારે નિવૃત્તિ બાદ ઇપીએફઓ માં Form 10D ભરી પેન્શન મેળવવાનું શરૂ કરી શકે છે.
આથી પીએફ ઉપાડ્યા બાદ EPS ખતમ થતું નથી. ઇપીએસ તમારી માટે પેન્શનના સ્વરૂપમાં સુરક્ષિત રહે છે.
EPSની રકમ ક્યારે નથી મળતી?
અમુક પરિસ્થિતિઓમાં ઇપીએસના પૈસા ઉપાડી શકતા નથી અને પેન્શન પણ મળતું નથી. જેમ કે -
- 6 મહિના કે તેનાથી ઓછા સમયની નોકરી
- ફોર્મ 10C ભર્યું ન હોય તો.
- એક વખત EPS કલેમ કર્યા બાદ બીજી વખત ક્લેમ કરી શકાતું નથી.
- ખોટી કે અધુરી માહિતી આપી હોય.
- આવી પરિસ્થિતિમાં ઇપીએસના પૈસા ફસાઇ શકે છે અને ક્લેમ રિજેક્ટ થઇ શકે છે.
લઘુતમ 1000 પેન્શન
ઇપીએસમાં દર મહિને લઘુતમ 1000 પેન્શન મળે છે, જે સરકારે વર્ષ 2014માં લાગુ કર્યું હતું. હવે સરકાર લઘુતમ પેન્શનની રકમ વધારીને 3000 રૂપિયા માસિક કરવા વિચારી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us