/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/EPFO.jpg)
EPF Account: ઇપીએફઓ નોકરિયાત લોકો સરકાર દ્વારા સંચાલિત કર્મચારી કલ્યાણ નિવૃત્ત યોજના છે. (Image: Freepik)
EPF Physical Claim Guidelines: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)એ ફિઝિકલ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. નવા પરિપત્ર મુજબ હવે અમુક કિસ્સાઓમાં આધાર વેરિફિકેશન વગર જ ફિઝિકલ ક્લેમ સેટલમેન્ટ કરવામાં આવશે.
ઇપીએફઓના પરિપત્રમાં જણાવાયું છે કે, નિવૃત્ત ભંડોળ સંસ્થા એ ફિલ્ડ ઓફિસોમાંથી અમુક કેસ મળ્યા છે જેમાં આધાર લિંક અને ઓથેન્ટિકેટ કરવામાં અસમર્થતા વિશે માહિતી મળી છે. આને કારણે, પીએફ સભ્યોને લગતા યોગ્ય ક્લેમ અને ફરિયાદોનું સમાધાન થઈ શક્યું નથી, એમ જણાવ્યું હતું.
ઇપીએફઓ એ સ્પષ્ટ કર્યું છે કે, જેમની પાસે આધાર લિંક નથી તેઓ ફાઈનલ સેટલમેન્ટ પ્રક્રિયા કરવા માટે બીજા માન્ય આઈડી પ્રૂફનો ઉપયોગ કરી શકે છે. આ દસ્તાવેજોની સત્યતા માટે વેરિફિકેશન કરવામાં આવશે.
આધાર વગર ફિઝિટલ પીએફ ક્લેમ સેટલમેન્ટ નિયમ
- આંતરરાષ્ટ્રીય કામદારો (IW) કે જેઓ તેમનું એસાઇન્મેન્ટ પૂર્ણ કર્યા બાદ આધાર વગર ભારત છોડી ચૂક્યા છે.
- ભારતીય કામદારો કે જેઓ કાયમી ધોરણે વિદેશમાં સ્થળાંતર કરી ગયા હતા અને પાછળથી આધાર વગર નાગરિકત્વ મેળવ્યું હતું.
- નેપાળ અને ભૂટાનના નાગરિકો કે જેઓ કર્મચારીની તમામ શરતો પૂરી કરે છે અને ઇપીએફ અને એમપી એક્ટ હેઠળ આવરી લેવામાં આવેલી કોઈપણ સંસ્થા માટે કામ કરે છે અને ઓન રોલ નોકરી કરી રહ્યા છે, પરંતુ તેઓ ભારતમાં રહેતા નથી અને તેમની પાસે આધાર કાર્ડ નથી.
- ઇપીએફઓના નવા પરિપત્ર અનુસાર, 'ઉપર જણાવેલા આ તમામ કેસોમાં UAN જનરેટ કરવું જરૂરી છે. જો આ લોકોએ પહેલેથી જ UAN લીધું નથી, તો પછી આધારને UAN સાથે લિંક કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે તેમને હવે આધાર મળી શકશે નહીં.
ઇપીએફઓ એ જણાવ્યું છે કે, આ પીએફ સભ્યો પાસેથી ફિઝિકલ ક્લેમ સ્વીકારવાની જરૂર છે અને વૈકલ્પિક આઈડી પ્રુફ, ઉદાહરણ તરીકે આંતરરાષ્ટ્રીય કામદારોના કિસ્સામાં પાસપોર્ટ, નેપાળ અને ભૂતાનના કામદારો માટે નાગરિકતા ઓળખ પ્રમાણપત્ર/દસ્તાવેજ, PAN, બેંક એકાઉન્ટના આધારે સભ્યની યોગ્ય રીતે ચકાસણી કરીને ફાઈનલ ક્લેમ માટે પ્રક્રિયા કરવાની જરૂર છે. આવા કેસોમાં સાવધાનીપૂર્વક વેરિફિકેશન કરેલી વિગતોનું રેકોર્ડિંગ કરી શકાય છે અને આ હેતુ માટે જાળવવામાં આવતી ઈ-ઓફિસ ફાઈલમાં OIC પાસેથી આવા કેસોની પ્રક્રિયા કરવાની મંજૂરી મેળવી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us