/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/EPFO.jpg)
EPF Account: ઇપીએફઓ નોકરિયાત લોકો સરકાર દ્વારા સંચાલિત કર્મચારી કલ્યાણ નિવૃત્ત યોજના છે. (Image: Freepik)
EPFO Aadhar Based UAN Activation Rules: ઇપીએફઓ દ્વારા પીએફ સભ્યો માટે યુએએન (UAN) એક્ટિવેશન ફરજિયાત કર્યું છે. 30 નવેમ્બર 2024 સુધી નવા કર્મચારીઓ માટે આધાર આધારિત ઓટીપી મારફતે UAN એક્ટિવેટ કરવાનું રહેશે. ત્યારબાદ તમામ ઇપીએફઓ સભ્યોએ આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે ઇપીએફઓને નિર્દેશ કર્યો છે કે, રોજગાર સંબંધિત પ્રોત્સાહન (ELI) યોજનાનો લાભ ઉઠાવવા માટે કર્મચારીનું UAN સક્રિય હોવું જરૂરી છે. જો UAN એક્ટિવ નહીં તો ઇપીએફઓની ઘણી સેવાનો લાભ ઉઠાવી શકાશે નહીં. ચાલો જાણીયે UAN શું છે, તેના લાભ અને કેવી રીતે એક્ટિવેટ કરવું.
પીએફ સભ્ય માટે UAN સક્રિય કરાવવું કેમ જરૂરી છે?
ઇપીએફઓ ની વેબસાઇટ મુજબ, સભ્યોએ ઇપીએફઓની ઓનલાઇન સેવાનો લાભ ઉઠાવવા માટે UAN એક્ટિવેશન જરૂરી છે. આથી તમામ નોકરીદાતાને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ આધાર બેઝ્ડ ઓટીપી મારફતે પોતાના કર્મચારીઓનું UAN એક્ટિવેશન કરાવી લે.
પ્રથમ તબક્કામાં નોકરીદાતાએ પોતાના તમામ નવા કર્મચારી માટે આધાર બેઝ્ડ ઓટીપી મારફતે UAN એક્ટિવેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ એવા કર્મચારીઓ છે જે ચાલુ નાણાકીય વર્ષમાં 30 નવેમ્બર 2024 સુધી ઇપીએફઓ સાથે જોડાયા છે.
બીજા તબક્કામાં આગળ જતા UAN એક્ટિવેશનમાં ફેસ રિકગ્નિશન ટેકનોલોજી મારફતે બાયોમેટ્રિક ઓથેંટિકેશનની એડવાન્સ સર્વિસ સામેલ થશે. આથી કર્મચારીએ કોઇ પણ ઇપીએફઓ સેવાનો ઓનલાઇન લાભ ઉઠાવવા માટે UAN સક્રિય કરવું જરૂરી છે.
UAN શું છે?
UAN (યુએએન)નું પુરું નામ યુનિવર્સલ એકાઉન્ટ નંબર છે. યુએએન 12 આંકડાનો એક ખાસ નંબર છે, જે ઇપીએફઓ દ્વારા દરેક સભ્યને આપવામાં આવે છે. આ નંબર એક જ સભ્ય કર્મચારીને ફાળવેલા ઘણા મેમ્બર આઈડીને એક યુનિવર્સલ એકાઉન્ટ નંબર હેઠળ જોડે છે. UAN ન કર્મચારીની કેવાયસી વિગત સાથે લિંક કરવું જરૂરી છે.
UAN વડે ઇપીએફઓ મેમ્બર પોર્ટલ પર ઉપલબ્ધ સેવા
- યુનિવર્સલ એકાઉન્ટ નંબર જાતે બનાવવું
- ઇ નોમિનેશન
- નામ, જન્મ તારીખ અને લિંગમાં ફેરફાર
- સભ્ય તેની કેવાયસી વિગત ઉમેરી શકે છે
- પાછલી નોકરી માંથી જમા પીએફ ટ્રાન્સફરની સુવિધા
- મહામારી સંબંધિત ક્લેમ
- આધાર આધારિત ઓનલાઇન ક્લેમ
- સર્વિસ માંથી બહાર નીકળવાની તારીખની એન્ટ્રી
પીએફ સભ્ય માટે ઓનલાઇન સેવાના ફાયદા
- પાસબુક ડાઉનલોડ
- UAN કાર્ડ ડાઉનલોડ
- ઓનલાઇન ટ્રાન્સફર ક્લેમ કરવા માટે પાત્રતાની યાદી
- 10 ભાષામાં 7738299899 પર એસએમએસ મોકલી પોતાના પીએફ ખાતામાં જમા રકમની માહિતી જાણી શકાશે
- 011-22901406 પર મિસ કોલ કરી પીએફ ખાતની વિગત મેળવી શકાય
ઇપીએફઓ સેવાનો ઓનલાઇન લાભ ઉઠાવવા માટે UAN એક્ટિવેટ કેવી રીતે કરવું
- UAN સક્રિય કરવા માટે નીચે જણાવેલી માહિતી EPFO ડોક્યુમેન્ટ અનુસાર દાખલ કરવાની રહેશે
- સભ્યનો UAN
- સભ્યનો આધાર નંબર
- સભ્યનું નામ
- જન્મ તારીખ
પીએફ ખાતાધારક પાસે UIDAI ડોક્યુમેન્ટ મુજબ આધાર નંબર સાથે લિંક મોબાઇલ નંબર હોવું જોઇએ. આધાર કાર્ડમાં દર્શાવેલા નામ, નંબર અને જન્મ તારીખ પીએફ ખાતાની માહિતી સાથે સુસુંગત જોવી જરૂરી છે.
ઘરે બેઠાં UAN એક્ટિવ કરવાની ટીપ્સ
- EPF મેમ્બર પોર્ટલ પર જાઓ અને Activate UAN (એક્ટિવ યુએએન) પર ક્લિર કરો
- અહીં દર્શાવેલા UAN, મેમ્બર આઈડી, આધાર કે PAN માંથી કોઇ એક વિકલ્પ પસંદ કરો
- નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર અને મેલ આઈડી જેવી વિગત દાખલ કરો અને Get Authorization PIN પર ક્લિક કરો
- મેમ્બરને EPFOમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એખ ઓથોરાઇઝેશન PIN આવશે
- આ PIN દાખલ કરો અને Validate OTP and Activate UAN પર ક્લિક કરો
- UAN એક્ટિવ થઇ જશે અે પાસવર્ડ સભ્યના મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. હવે પીએફ સભ્ય પોતાના UAN અને પાસવર્ડનો ઉપયોગ કરી ઇન્ટિગ્રેટેડ મેમ્બર પર લોગ ઇન કરી શકે છે.
તમારો UAN આ રીતે ચકાશો?
- EPFO ના ઇન્ટિગ્રેટેડ મેમ્બર પોર્ટલ પર જાઓ
- EPFO રેકોર્ડમાં રજિસ્ટર્ડ તમાર મોબાઇલ નંબર દાખલ કરો
- Get Authorization Pin વિકલ્પ પર ક્લિક કરો
- તમારા EPFO માં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલો એક PIN દાખલ કરો
- EPFO માં રજિસ્ટર્ડ નામ, જન્મ તારીખ અને જરૂરી વિગત દાખલ કરો અને આધાર, પાન કાર્ડ, મેમ્બર આઈડી માંથી કોઇ એક પસંદ કરો અને વિગત દાખલ કરો. ત્યારબાદ Show My UAN પર ક્લિક કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us