Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર Top News

EPFO સભ્યો માટે ખુશખબર, સરકારે બંધ PF ખાતાધારકો માટે લીધો મોટો નિર્ણય

EPFO New Rules: ઇપીએફઓ સભ્યો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત બંધ ઇપીએફ એકાઉન્ટમાં જમા રકમ સરકાર પીએફ સભ્યના બેંક ખાતામાં જમા કરશે. જાણો કોને ફાયદો થશે.

Written byAjay Saroya

EPFO New Rules: ઇપીએફઓ સભ્યો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત બંધ ઇપીએફ એકાઉન્ટમાં જમા રકમ સરકાર પીએફ સભ્યના બેંક ખાતામાં જમા કરશે. જાણો કોને ફાયદો થશે.

author-image
Ajay Saroya
26 Feb 2026 08:15 IST

Follow Us

New Update
PF એકાઉન્ટમાં ઘર બેઠા નોમિનેશન અપડેટ કેવી રીત થાય? એક જ ક્લિકમાં જોઇ લો સંપૂર્ણ પ્રક્રિયા

EPFO : ઇપીએફઓ Photograph: (Social Media)

EPFO News: ઇપીએફઓ સભ્યો માટે એક ખુશખબર છે. લાંબા સમયથી નિષ્ક્રિય નાના ઇપીએફ ખાતા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે પીએફ એકાઉન્ટમાં રકમ જમા છે અને ત્રણ વર્ષની કોઇ લેવડદેવડ થઇ નથી, તેની રકમ હવે પીએફ સભ્યના લિંક બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે આવા છ લાખ થી વધુ નિષ્ક્રિય પીએફ ખાતા અલગ વર્ગીકૃત કર્યા છે અને પૈસા રિફંડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે.

Advertisment

સૌથી સારી વાત એ છે કે, પીએફ ખાતાધારકોએ આ પૈસા પરત મેળવવા માટે કોઇ અરજી, દસ્તાવેજ જમા કરવાની જરૂર પડશે નહીં. મંત્રાલયના મતાનુસાર, આ રકમ સીધી આધાર કાર્ડ સાથે લિંક થયેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયા ઓટોમેટિક થશે.

માત્ર આવા PF ખાતાધારકોને લાભ મળશે

જો કે આ સુવિધાનો લાભ માત્ર એવા પીએફ ખાતાધારકોને મળશે જેમના ઇપીએફ એકાઉન્ટમાં 1000 રૂપિયા સુધીની રકમ જમા છે. જે પીએફ એકાઉન્ટમાં તેનાથી વધારે રકમ જમા છે, તેમને આ પહેલ હેઠળ ઓટોમેટિક રિફંડ મળશે નહીં.

EPF ખાતું ક્યારે નિષ્ક્રિય ગણાય છે?

ઇપીએફ ખાતું નિષ્ક્રિય ત્યારે થાય છે જ્યારે સતત ત્રણ વર્ષ સુધી તેમાં કોઇ યોગદાન જમા ન થયું હોય અથવા કોઇ લેવડદેવડ કરવામાં આવી ન હોય. અલબત્ત પીએફ એકાઉન્ટ નિષ્ક્રિય થયા બાદ પણ તેમા જમા રકમ પર નિર્ધારત વ્યાજ જમા થતું રહે છે.

Advertisment

પીએફ ખાતાધારક પોતાના ઇપીએફ ખાતાનું સ્ટેટ્સ ઓનલાઇન જાણી શકે છે. તેની માટે ઇપીએફઓની સત્તાવાર વેબસાઇટ પર જઇ UNA અને પાસવર્ડ થી લોગિન કરો અને વ્યૂ પાસબુકમાં પીએફ યોગદાનની જાણકારી જોવા મળશે. UMANG એપ મારફતે પણ પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકાય છે.

Investment બિઝનેસ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!