EPFO: ઇપીએફઓ દ્વારા PF ઉપાડના નિયમ બદલાયા, પીએફ મેમ્બર હવે આ કામ માટે પૈસા ઉપાડી નહીં શકે

EPFO Withdrawal Rules: ઇપીએફઓ દ્વારા પીએફ એકાઉન્ટ માંથી ઉપાડના નિયમમાં ફેરફાર કર્યો છે. ઇપીએફઓ હવે કોવિડ 19 એડવાન્સ હેઠળ પીએફ મેમ્બરને પૈસા ઉપાડવાની મંજૂરી આપશે નહીં.

Written by Ajay Saroya
June 14, 2024 16:00 IST
EPFO: ઇપીએફઓ દ્વારા PF ઉપાડના નિયમ બદલાયા, પીએફ મેમ્બર હવે આ કામ માટે પૈસા ઉપાડી નહીં શકે
EPFO : ઇપીએઓફના કુલ 29 કરોડ સભ્યો છે, જેમાંથી 6.8 કરોડ મેમ્બર સક્રિય છે. (Express File photo)

EPFO Withdrawal Rules: ઇપીએફઓ દ્વારા પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા સંબંધિત નિયમમાં ફેરફાર કર્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) એ ઘોષણા કરી છે કે, કોવિડ 19 એડવાન્સ આપવાનું બંધ કરી દીધી છે, આ નિર્ણય તાત્કાલિક ધોરણે લાગુ થશે. નોંધનિય છે કે, ઇપીએફઓ દ્વારા કોરોના મહામારી દરમિયાન પીએફ ખાતાધારકોને આર્થિક મદદ માટે નોન રિફંડેબલ એડવાન્સની સુવિધા આપી હતી.

ઇપીએફઓ દ્વારા કોવિડ 19 એડવાન્સની સુવિધા (EPFO Covid 19 Advances Stop)

ઈપીએફઓ દ્વારા કોરોના મહામારી દરમિયાન પીએફ સભ્યોને કોવિડ – 19 પ્રથમ લહેરના પ્રકોપ સમયે નોન રિફંડેબલ એડવાન્સ આપ્યા હતા અને 31 મે, 2022 થી બીજી લહેરને ધ્યાનમાં રાખી વધુ એક પૈસા ઉપાડવાની મંજૂરી આપી હતી.

ઇપીએફઓ – હવે કોવિડ 19 મહામારી નથી

ઇપીએફઓ દ્વારા કોવિડ 19 એડવાન્સ બંધ કરવા મામલે એક પરિપત્ર જારી કરવામાં આવ્યું છે. 12 જૂનના ઇપીએફઓ પરિપત્ર અનુસાર કોવિડ 19 હવે એક મહામારી નથી. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે કોવિડ 19 એડવાન્સ બંધ કરવાનો નિર્ણય લીધો છો. આ છુટછાટ ટ્રસ્ટોને પણ લાગુ થશે અને તેની જાણકારી તમામ ટ્રસ્ટોને કરવામાં આવી છે.

PF New Rule
પીએફ નવો નિયમ (ફાઈલ ફોટો – એક્સપ્રેસ)

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) હેઠળ ઇપીએફઓ ખાતામાં પૈસા ઉપાડવાની જોગવાઇ પ્રથમવાર માર્ચ 2020માં જાહેર કરવામાં આવી હતી. જૂન 2021માં શ્રમ મંત્રાલયે ઘોષણા કરી હતી કે પીએફ સભ્ય કોરોના વાયરસ સંબંધિત નાણાકીય આપદાની સ્થિતિને પૂર્ણ કરવા માટે પોતાના ઇપીએફ ખાતામાંથી નોન રિફંડેબલ એડવાન્સનો ફાયદો ઉઠાવી શકતા હતા. આ અગાઉ પીએફ સભ્યો માટે માત્ર વન ટાઇમ એડવાન્સ મળી રહ્યુ હતુ. 12 જૂન 2024ના ઇપીએફઓ પરિપત્ર અનુસાર હવે કોવિડ 19 હાલ એક મહામારી નથી.

આ પણ વાંચો | IP69 રેટિંગ વાળો પ્રથમ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો

પીએફ એકાઉન્ટ એડવાન્સ ક્લેમ નિયમ (EPF Account Withdrawal Limit)

ઇપીએફઓ પોતાના સભ્યોને ત્રણ મહિના સુધી બેઝિક સેલેરી અને મોંઘવારી ભત્તા કે પીએફ એકાઉન્ટમાં ઉપલબ્ધ રકમના 75 ટકા પૈસા ઉપાડી શકે છે. ઇપીએફઓ સભ્યો તેમાથી જે પણ ઓછું હોય, તેટલી રકમ ઉપાડી શકે છે. અલબત્ત પીએફ સભ્ય કુલ રોકાણ માંથી ઓછી રકમ ઉપાડવા માટે પણ અરજી કરી શકે છે. ઘર ખરીદવા, હોમ લોન પેમેન્ટ, લગ્ન અને એજ્યુકેશન માટે પીએફ એડવાન્સ ક્લેમ કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ