Electric Two Wheeler Care Tips: ચોમાસામાં ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક સુરક્ષિત રાખવાની 5 ટીપ્સ

Top 5 Tips to Manintain your Electric Scooter in Monsoon: ચોમાસામાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. ખાસ કરીને બેટરી અને ચાર્જર વરસાદમાં બગડી જવાનો ડર હોય છે. અહીં વરસાદમાં ઇલેક્ટ્રિક વ્હીકલની કાળજી રાખવાની 5 ટીપ્સ આપી છે.

Top 5 Tips to Manintain your Electric Scooter in Monsoon: ચોમાસામાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. ખાસ કરીને બેટરી અને ચાર્જર વરસાદમાં બગડી જવાનો ડર હોય છે. અહીં વરસાદમાં ઇલેક્ટ્રિક વ્હીકલની કાળજી રાખવાની 5 ટીપ્સ આપી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Guide to Maintain Electric Two Wheeler in Monsoon

Tips to Manintain your Electric Scooter in Monsoon : ચોમાસામાં ઇલેક્ટ્રિક સ્કૂટરની સંભાળ રાખવાની ટીપ્સ. (Photo: Freepik)

Essential Tips To Protect Your Electric Two Wheeler In Monsoon: ચોમસામાં વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જોઇએ. હાલ ભારતના રસ્તાઓ પર મોટી સંખ્યામાં બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વ્હીકલ દોડતા જોઇ શકાય છે. પેટ્રોલ ડીઝલ જેમ બેટરીવાળા વાહનોની પણ કાળજી રાખવી જરૂરી છે. ઇલેક્ટ્રિક બાઇક કે સ્કૂટર ચોમાસામાં વરસાદના પાણી ભરાયેલા રસ્તાઓ પર લઇ જતા પહેલા વિચાર કરવો જોઇએ નહીત્તર બેટરીને મોટું નુકસાન થઇ શકે છે.

Advertisment

બેટરી ચાર્જ

ઇલેક્ટ્રિક વાહનનો સૌથી મહત્વપૂર્ણ પાર્ટ્સ હોય છે તેની બેટરી. જો બેટરી પાવરફુલ અને સારી કન્ડિશનમાં હશે તો તમારું ઇલેક્ટ્રિક વાહન લાંબા સમય સુધી દોડશે. વરસાદમાં બેટરી અને મોટરને સુરક્ષિત રાખવા માટે કવર કે સીલિંગનો ઉપયોગ કરી પાણીથી બચાવી શકાય છે. વરસાદમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવ્યા બાદ બેટરી કમ્પાર્ટમેન્ટ ચેક કરવાનું ભૂલશો નહીં, જો તેની અંદર પાણી હોય તો તાત્કાલિક સાફ કરો.

પાણીથી સુરક્ષિત રાખો

ઇલેક્ટ્રિક સ્કૂટર 30 મિનિટ કરતા વધારે સમય સુધી પાણીમાં ચાલી શકતું નથી. બને ત્યાં સુધી ચોમાસામાં પાણી ભરેલા રોડ રસ્તાઓ પર ઇલેક્ટ્રિક વાહન લઇ જવાનું ટાળો.

ઇલેક્ટ્રિક વાહન પર કવર ઢાંકો

ચોમાસામાં ઇલેક્ટ્રિક વ્હીકલને પાર્ક કર્યા બાદ હંમેશા કવર વડે ઢાંકીને રાખો. બજારમાં પ્લાસ્ટિકના વોટરપ્રુફ મળે છે. ઇલેક્ટ્રિક વાહન ઢાંકીને રાખવાથી વરસાદનું પાણી અંદર જતું અટકે છે. વાહનની બેટરી અને અન્ય પાર્ટ્સ સુરક્ષિત રહે છે.

Advertisment

બેટરી ચાર્જર સુરક્ષિત રાખો

ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી ચાર્જ કરવા માટેનું ચાર્જર સુરક્ષિત રાખવું જોઇએ. ખાસ કરીને ચોમાસામાં બેટરી ચાર્જર ઇલેક્ટ્રિક વાહનની અંદર મોકલવાનું ટાળો.ચોમસામાં વાહનની અંદર પણ ભેજ લાગી શકે છે, જેના કારણે ચાર્જરની સાથે સાથે બેટરીને પણ નુકસાન થઇ શકે છે. ઉપરાંત પાણીના લીધે શોર્ટ સર્કિટ થવાનું જોખમ રહે છે. આથી ભારે વરસાદ બાદ ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરવાનું ટાળો.

વાહન વીમો ખરીદો

ભારતમાં દરેક વાહન માટે વ્હીકલ ઇન્શ્યોરન્સ પોલિસી ફરજિયાત છે. આથી ઇલેક્ટ્રિક વાહન માટે વ્હીકલ ઇન્શ્યોરન્સ લેવો જોઇએ. તેમા ઓન ડેમેજ સાથે થર્ટ પાર્ટી લાયબિલિટીનો સમાવેશ થતો હોય તેવી વ્હીકલ ઇન્શ્યોરન્સ પોલિસી લેવી જોઇએ. સૌથી ખાસ વાત વ્હીકલ ઇન્શ્યોરન્સ પોલિસી સમયસર રિન્યૂ કરવાનું ભુલશો નહીં.

Auto news electric vehicles ચોમાસું વરસાદ બિઝનેસ