scorecardresearch

એક્સ્ટ્રા ઇન્કમ મેળવવાના 6 આઇડિયા, ઘરેથી કામ કરી વધારો તમારી આવક

Extra Income ideas : આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજીની મદદથી વર્ક કલ્ચરમાં બહુ જ મોટું પરિવર્તન આવ્યું છે. તમે ટેકનોલોજીની મદદથી ઘરે બેસીને એક સાથે ઘણા બધા કામ (work form home) કરીને એકથી વધારે કમાણી (Extra Income) કરી શકો છો.

એક્સ્ટ્રા ઇન્કમ મેળવવાના 6 આઇડિયા, ઘરેથી કામ કરી વધારો તમારી આવક

આજના સમયમાં એક જ નોકરીમાંથી મળતા પગાર પર ઘર ચલાવવું મુશ્કેલ છે. આજના સમયમાં પુરતી સુખ- સુવિધા સાથે જીવવા માટે વ્યક્તિ પાસે કમાણીના એક કરતા વધારે સ્ત્રોત હોવા જરૂરી છે. જેમાં કોરોના મહામારી બાદ ઝડપથી વિકસી રહેલુ વર્ક ફ્રોમ હોમનું કલ્ચર તમને ફાયદો કરાવી શકે છે.

આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજીની મદદથી ઘરેથી કામ કરવાનું (work from home) કલ્ચર ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ વર્ક કલ્ચર (work culture)માં લોકોને માત્ર ઘરે રહીને કામ કરવાનું હોય છે. આ વર્ક કલ્ચર ફાયદાકારક હોવાની સાથે આરામદાયક પણ છે. જો તમારી પાસે કન્ટેન્ટ રાઈટિંગ (content writing), વિડિયો એડિટિંગ (video editing), વેબસાઈટ ડેવલપિંગ (website design) અને ગ્રાફિક ડિઝાઈનિંગ (graphic design) જેવું કોઈ ટેલેન્ટ છે, જેની માર્કેટમાં ડિમાન્ડ છે, તો તમારે કોઈની ઑફિસમાં બેસીને કામ કરવાની જરૂર નથી. તમે તમારા ઘરે બેસીને કામ કરીને એક કરતા વધુ પગાર મેળવી શકો છો. પ્રોફેશનલ ભાષામાં આને ‘ફ્રિલાન્સિંગ વર્ક’ (freelance work) કહેવામાં આવે છે.

કોરોના મહામારી બાદ વર્ક ફ્રોમ હોમ અને ફ્રિલાન્સિંગ વર્કનું ચલણ બહુ ઝડપથી વધી રહ્યુ છે. અમે તમને ઘરે બેસીને એક્સ્ટ્રા કમાણા કરી શકાય તેવા 6 ફ્રિલાન્સિંગ વર્ક (freelancer jobs) વિશે જણાવીશું.

(1) યુટ્યુબ ચેનલ શરૂ કરોઃ-

જો તમે કોઈ વિષયમાં એક્સપર્ટ્સ છો તેમજ કુશળતા કે નોલેજ ધરાવો છો અને તમને લાગે છે કે લોકોને પણ તે ગમશે, તો તમારે તે ટેલેન્ટ (talent)નો ઉપયોગ કરીને વીડિયો બનાવવાનું શરૂ કરવું જોઈએ અને પછી આ વીડિયોને તમારી યુટ્યુબ ચેનલ (youtube channel) પર અપલોડ કરવા જોઈએ. Moto vlogging; પ્રોડક્ટ્સ, ફિલ્મો, ગીતો, ફૂડ રિવ્યૂ (food review), ગેમિંગ વીડિયો (gaming video), કૂકિંગ વીડિયો (cooking video), ડાન્સ વીડિયો (dance video) સંબંધિત ટિપ્સ અને ટ્રિક્સ સામાન્ય રીતે YouTube પર મોટી સંખ્યામાં જોવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે વાતચીત અને વિડિયો એડિટિંગમાં એક્સપર્ટ્સ છો, તો તમે દર મહિને હજારો રૂપિયાની કમાણી કરી શકો છો.

(2) ફ્રિલાન્સ વર્ક (freelance work)

જો તમે કન્ટેન્ટ રાઈટર, વિડિયો એડિટર, ડેવલપર, ગ્રાફિક ડિઝાઈનર છો અથવા બજારમાં જેની માંગ છે તેવું ટેલેન્ટ ધરાવો છો, તો તમે ઘરે બેસીને જ ફ્રિલાન્સિંગ વર્ક (freelance work) મારફતે સારી એવી કમાણી (Extra Income) કરી શકો છો. આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (social media platforms) પર ઘણી બધી સાઇટ્સ છે, જે ફ્રિલાન્સિંગ વર્ક શોધવામાં કે આપવામાં મદદ કરે છે.

(3) એરબીએનબી હોસ્ટિંગ (Airbnb Hosting)

જો તમારું ઘર મોટું છે, તો તમે તેનો ઉપયોગ એરબીએનબી હોસ્ટિંગ (Airbnb Hosting) માટે કરી શકો છો. આ હેઠળ તમે તમારા ઘરનો એક ભાગ અથવા રૂમ હોટલના રૂમ તરીકે ભાડે (room rent) આપી શકો છો. આ માટે તમારે Airbnbની સાઈટ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ, જે લોકો શહેરમાં ફરવા આવે છે, તે તમારા ઘરનો તે ભાગ થોડાક સમય માટે ભાડે લેશે, તેના તમે ભાડા રૂપે મોટી કમાણી કરી શકો છો.

(4) ટ્યુટરિંગ (Tutoring)

જો તમને ભણાવવાનો શોખ છે અને તમે કોઈ ચોક્કસ વિષયમાં નિષ્ણાંત છો, તો તમે વિદ્યાર્થીઓને ઑનલાઇન (online education) અથવા ઑફલાઇન ભણાવીને સારી કમાણી કરી શકો છો. તમે આ કામગીરી માટે યુટ્યુબ અથવા વિડિયો કોન્ફરન્સિંગ સાઇટ્સનો ઉપયોગ કરી શકો છો.

(5) એફિલિએટ માર્કેટિંગ (Affiliate Marketing)

આજના સમયમાં બ્લોગિંગ ક્ષેત્રે ઘણી હરીફાઈ ચાલી રહી છે. જો તમે સારા કન્ટેન્ટ ક્રિયેટર છો અથવા તમારી પાસે એવી પ્રતિભા છે કે તમે લોકોને જેની જરૂરી નથી તેવી વસ્તુઓ પણ વેચી શકો છો, તો તમે એફિલિએટ માર્કેટિંગ ((Affiliate Marketing)માંથી કમિશન સ્વરૂપે ઘણા પૈસા કમાઈ શકો છો. એવા ઘણા બિઝનેસ, ઈ-કોમર્સ સાઇટ્સ અને બ્રાન્ડ્સને તેમની પ્રોડક્ટોસનું વેચાણ કરી શકે તેવા લોકોની શોધ હોય છે.

(6) ઓનલાઈન સપોર્ટ અને કાઉન્સેલિંગ જોબ (counselling job)

આજના સમયમાં જ્યારે લોકો કોઈ કામને લઈને મૂંઝવણ અનુભવતા હોય છે ત્યારે તેઓ સૌથી પહેલા તેની વિશે મોબાઈલમાં સર્ચ કરે છે. આજના સમયમાં આવી ઘણી કંપનીઓ છે, જે ન માત્ર લોકોને ટેક્નિકલ સમસ્યાઓ હલ કરવામાં મદદ કરે છે, પરંતુ હવે તે લોકોને માનસિક, સામાજિક, કૌટુંબિક જીવન સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં પણ મદદ કરી રહી છે. જો તમને લાગે કે તમે લોકોની સમસ્યાઓ સાંભળીને ઉકેલ લાવી શકો છો, તો તમે ઓનલાઈન મીડિયમથી કાઉન્સેલિંગ આપી શકો છો. આ રીત એક્સ્ટ્રા કમાણી કરવાનો એક સારો રસ્તો બની શકે છે.

Web Title: Extra income tips work from home freelancer jobs

Best of Express