/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/salary-hike.jpg)
EY FUTURE OF PAY 2025 ના અહેવાલ અનુસાર 60 ટકા કંપનીઓ પગાર અને પ્રોત્સાહનો નક્કી કરવા માટે એઆઈનો ઉપયોગ કરવા માંગે છે (તસવીર - ફ્રીપિક )
EY FUTURE OF PAY 2025 : કોર્પોરેટ સેક્ટરમાં તમારો બોસ નક્કી કરે છે કે તમારો પગાર કેટલો વધશે. પરંતુ હવે કર્મચારીઓના પગારના માળખામાં મોટો ફેરફાર થઈ શકે છે. બે-ત્રણ વર્ષ બાદ પગાર નક્કી કરવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ભૂમિકા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એટલે કે કંપનીઓ એઆઈ આધારિત પ્રિડિક્ટર મોડલ અપનાવીને તમારો પગાર નક્કી કરશે.
EY FUTURE OF PAY 2025 ના અહેવાલ અનુસાર 60 ટકા કંપનીઓ પગાર અને પ્રોત્સાહનો નક્કી કરવા માટે એઆઈનો ઉપયોગ કરવા માંગે છે. જ્યારે કંપનીઓ રિયલ-ટાઇમ પેઇક્વિટી એનાલિસિસ અને કસ્ટમાઇઝ્ડ લાભો માટે એઆઈનો ઉપયોગ કરવા માંગે છે.
એટલે કે આવનારા સમયમાં ફિક્સ સેલેરી સ્ટ્રક્ચર સિસ્ટમ ખતમ થઇ જશે અને તમારો પગાર એઆઇ આધારિત પ્રિડિક્ટર મોડલ દ્વારા નક્કી કરવામાં આવશે. કંપનીઓનું માનવું છે કે આનાથી પગાર નક્કી કરવાની પદ્ધતિઓ વધુ પારદર્શક બનશે. રિપોર્ટ મુજબ AI નો સેલેરી નક્કી કરવા માટે 2028 સુધી આ રીત અપનાવી શકાય છે.
કેટલો વધશે પગાર?
એક રિપોર્ટ અનુસાર 2025માં ભારતમાં સરેરાશ પગાર વધારો 9.4 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કર્મચારીઓ તેમના પગારમાં આશરે 9.14 ટકાનો વધારો થવાની અપેક્ષા રાખી શકે છે. ઈ-કોમર્સ સેક્ટરમાં આ આંકડો 10.5 ટકા હોઈ શકે છે, જ્યારે આઈટી સેક્ટરમાં આ આંકડો 9 ટકા હોઈ શકે છે.
આ પણ વાંચો - Xiaomi 15 Ultra સ્માર્ટફોન લોન્ચ, 50 MP કેમેરા અને 6000mAh બેટરી, જાણો કિંમત
સાથે જ રિપોર્ટમાં કર્મચારીઓના નોકરી છોડવાના દર પણ બતાવવામાં આવ્યા છે. 2023માં 18.3 ટકા લોકો તેમની હાલની નોકરી છોડીને અન્યત્ર જોડાયા હતા. 2024માં આ આંકડો ઘટીને 17.5 ટકા થઈ ગયો હતો. આ કંપનીઓ માટે સકારાત્મક સંકેત છે. કંપનીઓનું ધ્યાન નવી પ્રતિભાને જાળવી રાખવા પર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us