Sandalwood Farming : ગુજરાત સહિત ભારતમાં અનેક ખેડૂતો ખેતી છોડી નોકરીની શોધમાં લાગી જાય છે, પરંતુ આજે અમને તમને એવી ખેતી વિશે વાત કરી રહ્યા છીએ જેમાં ઓછી જમીન પર પણ કરોડો રૂપિયાની કમાણી કરી શકો છો. આ ખેતી છે ચંદનના વૃક્ષની. તમને જણાવી દઈએ કે, ભારતના ચંદનની સમગ્ર વિશ્વમાં ખૂબ માંગ છે, જે પૂરી કરવી ભારતના ખેડૂતો માટે એક પડકારજનક કાર્ય છે, કારણ કે, વિશ્વમાં ચંદનની 300 ટકા માંગ છે અને તેનું ઉત્પાદન માત્ર 30-35 ટકા જ છે. જેને પગલે ચંદનની વધતી માંગને કારણે તેના લાકડાની કિંમત ઘણી હદે વધી ગઈ છે. આ જ કારણ છે કે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર પણ હવે ખેડૂતોને ચંદનની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
ચંદનની ખેતીમાં થતો ખર્ચ અને આવક
તેની નર્સરી બનાવવાની વાત કરીએ તો રૂ.100-150ના ખર્ચે એક છોડ મળે છે. જો ખેડૂત ઈચ્છે તો એક હેક્ટર જમીનમાં 600 છોડ વાવી શકે છે. આ છોડ આગામી 12-15 વર્ષમાં વૃક્ષ બની શકે છે અને 30 કરોડ રૂપિયા સુધીનો ચોખ્ખો નફો આપી શકે છે. એક ચંદનનું વૃક્ષ 6 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. જો તમે પરંપરાગત રીતે ચંદનની ખેતી 20-25 વર્ષ પછી જ નફાકારક બની શકે છે.
સરકાર મદદ કરશે, અને ચંદન તમારી પાસેથી ખરીદી પણ લેશે
થોડા વર્ષો પહેલા સુધી ચંદનની ખેતી પર પ્રતિબંધ હતો એટલે કે ખેડૂતો સરકારની પરવાનગી લીધા પછી જ ચંદનની ખેતી કરી શકતા હતા. પરંતુ હવે તેની પરવાનગી સાથે સરકાર તેની ખેતી માટે 28-30 હજાર રૂપિયા સુધીની ગ્રાન્ટ પણ આપી રહી છે. એટલું જ નહીં, સરકારે ચંદનની ખરીદી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે ખેડૂતો પાસેથી માત્ર સરકાર જ ચંદન ખરીદી શકે છે.
કઈ બાબતો ધ્યાનમાં રાખવી
એકલા ચંદનનું ઝાડ ક્યારેય ન વાવવા, કારણ કે તે પરોપજીવી પ્રજાતિ છે જે અન્ય વૃક્ષોમાંથી પોષણ મેળવે છે. ચંદનના ઝાડની સાથે હોસ્ટનું ઝાડ વાવવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે કૃષિ વિશેષજ્ઞ પાસેથી જાણકારી લઈ ખેતી કરી શકો છો. બીજી મહત્વની વાત ચંદનનાં વૃક્ષો ભેજવાળા વિસ્તારોમાં ઉગાડવા જોઈએ નહીં, કારણ કે તેની ખેતી માટે વધારે પાણીની જરૂર પડતી નથી. ચંદનના ઝાડને 4-5 ફૂટના અંતરની દુરી રાખી વાવવા જોઈએ. તેની ખેતી માટે ઓછામાં ઓછો 2 થી 2.5 વર્ષ જૂનો છોડ વાવો. ચંદનના વૃક્ષોની આસપાસ સ્વચ્છતા જાળવો કારણ કે પ્રદૂષણ તેના વિકાસને અટકાવે છે.
ગુજરાતમાં ચંદનની ખેતી કરી શકાય?
ચંદનની ખેતી ગુજરાતમાં પણ કરી શકાય છે. ગુજરાતના કેટલાએ જિલ્લામાં ખેડૂતો ચંદનની ખેતી કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કાંતાસયન ગામના અલ્કેશભાઈ પટેલે આજથી 12 વર્ષ પહેલા ચંદના છોડ વાવ્યા હતા અને ખેતી શરૂ કરી દીધી હતી, તેમના ઝાડ હવે 15-20 ફૂટથી વદારે ઊંચા થઈ ગયા છે, જે એક-બે વર્ષમાં કાપવા યોગ્ય પણ થઈ જશે.
બે એકર જમીનમાં 30 કરોડની કમાણી
ઝી બિઝનેસ હિન્દીના એક અહેવાલ અનુસાર, અલ્પેશભાઈ પટેલે બે એકર જમીનમાં તે સમયે 1000 છોડ વાવ્યા હતા, જેનાથી અલ્કેશભાઈને 30 કરોડની કમાણી થશે. જેના સચોટ આયોજનથી તેમની સાત પેઢી તરી જઈ શકે છે.
ગુજરાત સરકારનો કાયદો
ગુજરાત સરકારે 2003માં ચંદનની ખેતી ખેડૂતો કરી શકે તે માટે વિધાનસભામાં એક કાયદો પસાર કર્યો હતો, જેમાં ડાંગ જિલ્લા સિવાય તમામ જિલ્લામાં ચંદનની ખેતી કરવાની મંજુરી આપવામાં આવી છે. દરેક ખેડૂત તેના સર્વે નંબરમાં ચંદનની ખેતી કરી શકે છે.
સફેદ ચંદનની ખેતી માટે કેવી જમીન જોઈએ
સફેદ ચંદનીન ખેતી તમે સરળતાથી કરી શકો છો. આ ખેતી માટે પાણીની જરૂરિયાત પણ ઓછી રહે છે. આ સિવાય તમે ભેજ વગરની જમીન, પથ્થરવાળી જમીનમાં પણ ચંદનની ખેતી કરી શકો છો. સફેદ ચંદનની ખેતી માટે લોમી જમીન શ્રેષ્ઠ માનવામાં આવે છે. સફેદ ચંદનનો છોડ લાલ ગોરાડુ જમીનમાં જબરદસ્ત ઉગે છે. બસ માત્ર પાણી ભરાતુ હોય તેવી જમીન ચંદનની ખેતી માટે અનુકૂળ નથી, કારણ કે વધારે પાણી ભરાવાથી ચંદનના ઝાડમાં સડો લાગે છે.
ચંદનની સાથે અન્ય પાક લઈ શકાય છે
ચંદનના ઝાડની સાથે શરૂઆતના પાંચ વર્ષ તમે અન્ય પાક પણ લઈ શકો છો, જેથી તેને પોષણ મળતું રહે છે.
ચંદનની ખેતી માટે ખેડૂતોનો સંઘ
ચંદનની ખેતીથી સારી કાણીને જોતા અનેક ખેડૂતો ચંદનની ખેતી ગુજરાતમાં કરી રહ્યા છે. વર્તમાનમાં લગભગ પાંચ હજારથી વધુ ખેડીતો ચંદનની ખેતી કરી રહ્યા છે. ખેડૂતોએ એક સંઘ પણ બનાવ્યો છે અને કર્ણાટક સરકારને ચંદન સીધુ વેંચી શકે તે માટે એમઓયુની પણ તૈયારીઓ કરી છે.
કૃષિ વૈજ્ઞાનિક શું કહે છે?
કૃષિ વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે, જો ખેડીત પાસે ઓછી જમીન હોય અને થોડી ધીરજ હોય તો તે ચંદનની ખેતી કરી સારી કમાણી કરી શકે છે.
આ પણ વાંચો – Best Stocks: કંપનીઓનો નફો વધ્યો, હવે શેરથી થશે કમાણી, રોકાણ માટે પસંદ કરો આ 14 લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ
ચંદનની ખેતીમાં ચોરીનો ભય
ચંદનની ખેતીમાં સૌથી મોટી ખેડૂતોને ચિંતા હોય તો તે તેની ચોરીની છે. ચંદનનું ઝાડ જેમ-જેમ મોટુ થાય છે તેમ તેમ ચોરીનો ડર સતાવે છે. મોટાભાગે 10 વર્ષ બાદ વધારે ચિંતા રહે છે. ખેડૂતો ચંદનની ખેતીનો ફસલ વીમો લઈ શકે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોને સુરક્ષા માટે વીમો આપે છે.





