FASTag : ફાસ્ટેગમાંથી ભૂલથી પૈસા કપાઈ ગયા છે, ક્યા ફરિયાદ કરવી, કેટલા દિવસમાં રિફંડ મળશે? અહીં જાણો

FASTag Customer Care Complaint Number : ફાસ્ટેગ ઓનલાઇન ટોલ ટેક્સ પેમેન્ટ કરવાની સુવિધા છે. ઘણી વખતે બે વખત કે કે વધારે પેમેન્ટ કપાવવાની ઘટના બને છે. અહીં જાણો ફાસ્ટેગ પેમેન્ટ સંબંધિત ફરિયાદ ક્યા કરવી અને કેટલા દિવસમાં રિફંડ મળશે.

Written by Ajay Saroya
February 20, 2024 14:35 IST
FASTag : ફાસ્ટેગમાંથી ભૂલથી પૈસા કપાઈ ગયા છે, ક્યા ફરિયાદ કરવી, કેટલા દિવસમાં રિફંડ મળશે? અહીં જાણો
ભારતમાં ફાસ્ટેગથી વાહનોને ઓનલાઇન ટોલ ટેક્સ પેમેન્ટ કરવું ફરજિયાત છે. (Photo - Jansatta)

FASTag Customer Care Complaint Number : ફાસ્ટેગ ટોલ ટેક્સનું ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા છે. FASTag માં રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, હાલના સમયમાં ટોલ ટેક્સને લઈને ઘણા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

ઘણા સ્થળોએ બે વખત ફાસ્ટેગ પેમેન્ટ કપાવવાની કે વધારે પેમેન્ટ વિથ્રો થવા જેવી ઘટનાઓ સામે આવી રહી છે. લોકોને ફાસ્ટેગ પેમેન્ટ સંબંધિત ફરિયાદ ક્યા અને કેવી રીતે કરવી તેના વિશે પુરતી જાણકારી હોતી નથી. અહીંયા અમે તમને ફાસ્ટેગની ફરિયાદ કર્યા અને કેવી રીતે કરવી જેના વિશે જણાવીશું

175 કિમી દૂર રહેલી કારના ફાસ્ટેગમાંથી પેમેન્ટ વિથ્રો થયુ

ફાસ્ટેગ ઓનલાઇન એક ટોલ ટેક્સ પેમેન્ટ કરવાની સુવિધા છે. જો કે, ઘણા સમયથી લોકોને ટોલ ટેક્સને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. થોડાક મહિના અગાઉ મધ્યપ્રદેશના રહેવાસી દયાનંદ પચૌરીએ ફાસ્ટેગ સામે આરોપ મૂક્યો હતો કે તેમની કાર 175 કિલોમીટર દૂર પાર્ક કર્યા પછી પણ તેમના પૈસા ફાસ્ટેકમાંથી કપાઇ ગયા. તેમણે આ અંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને ફરિયાદ કરી હતી. આવા સંજોગોમાં વાહન માલિક ફાસ્ટેકના કપાયેલા પૈસા પરત મેળવવા માટે હકદાર છે. આ માટે તેમણે ફરિયાદ કરવી પડશે.

ફાસ્ટેક વિશે ફરિયાદ અહીં કરવી

ફાસ્ટેગ વિશે બે રીતે ફરિયાદ કરી શકાય છે. તમે NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર-1033 પર ફરિયાદ નોંધાવી શકો છે. તમે તમારા વિસ્તારના અધિકારીઓ અને ઓફિસમાં ફરિયાદ કરી શકો છો. NHAI વેબસાઈટ અનુસાર, જો ફરિયાદ સાચી હોય તો કામકાજના 20 થી 30 દિવસમાં ગ્રાહકને ખોટી રીતે કાપવામાં આવેલા પૈસા પરત કરવામાં આવે છે.

આ પણ વાંચો | પેટીએમમાં જમા થાપણનું શું થશે, વોલેટ, ફાસ્ટેગ અને યુપીઆઈ ચાલુ રહેશે? અહીં મેળવો તમારા તમામ પ્રશ્નોના જવાબ

તમને 30 દિવસમાં પૈસા પરત મળી જશે

ફાસ્ટેગ વિશે ફરિયાદ કરવાનો વિકલ્પ છે બેંક હેલ્પલાઇન નંબર. તમે ફાસ્ટેગ ઇશ્યુ કરનાર બેંકના હેલ્પલાઇન નંબર પર પણ ફરિયાદ નોંધાવી શકે છે. ઘણી બેંકો ફાસ્ટેગ સાથે જોડાયેલી છે. યુઝર્સ આ બેંકોના હેલ્પલાઈન નંબર પર જાણકારી મેળવી શકે છે. તેઓ NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન વેબસાઈટ ઓફ ઈન્ડિયા)ની વેબસાઈટ પર પણ ક્લિક કરીને હેલ્પલાઈન નંબર જાણી શકે છે. વેબસાઇટ છે- www.npci.org.in/what-we-do/netc-fastag/netc-fastag-helpline-number છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ