scorecardresearch

કાર વેચતા પહેલા ભૂલ્યા વગર FASTagને ડિએક્ટિવ કરો, નહીંતર થશે મોટું નુકસાન, જાણો ફાસ્ટેગને બંધ કરવાની સરળ રીત

Fastag deactivate tips : ટોલ પ્લાઝા પર લાંબી લાઇનથી બચવા અને સમય બગાડ્યા વગર ઓનલાઇન ટોલ ટેક્સ ચૂકવવા NHAI દ્વારા વર્ષ 2071માં FASTagની સુવિધા શરૂ કરવામાં આવી છે.

FASTag
જો તમે તમારી કાર વેચવા જઈ રહ્યા છો અથવા તમારા વાહનની માલિકી અન્ય કોઈને ટ્રાન્સફર કરી રહ્યા છો, તો વાહનનું FASTag એકાઉન્ટ ડિએક્ટિવ કરવાનું ભુલશો નહીં.

શું તમે તમારી કાર વેચવાનું વિચારી રહ્યા છો? જો હા, તો તમારી વાર અન્યને વેચતા પહેલા તેના પર લાગેલું Fastag ( ફાસ્ટેગ) એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવાનું ભુલશો નહી, નહીંતર તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. આ Fastag તમને કાર ચલાવતી વખતે ટોલ લેનને સરળતાથી પાર કરવામાં ઘણી મદદ કરી ઉપરાંત ટોલ ટેક્સ ભરવામાં પણ સમય બગડતો નથી. પરંતુ હવે જો તમે FASTagને ડિએક્ટિવ કર્યા વગર જ તમારી કાર અન્યને વેચવા જઈ રહ્યા છો, તો તમારે આ ભૂલની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. આવી સ્થિતિમાં કારનું Fastag ડિએક્ટિવ કર્યા બાદ જ વેચવાનું નક્કી કરો. Fastagને ડિએક્ટિવ કરવાની સરળ રીત જાણો…

ટોલ પ્લાઝા પર રહેલા FASTag રીડર્સ બારકોડને સ્કેન કરે છે અને FASTag એકાઉન્ટમાંથી ટોલ ચાર્જ આપમેળે કપાઈ જાય છે. આવી સ્થિતિમાં સમય બગાડ્યા વગર જ તમે તમારી કારથી FASTag લેન પાર કરી શકો છો. હવે જો તમે તમારી એ જ કાર વેચવા જઈ રહ્યા છો અથવા તમારા વાહનની માલિકી બીજાને ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છો, તો તે કારના FASTag એકાઉન્ટને એક્ટિવ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

FASTag એકાઉન્ટને ડિએક્ટિવ કરવું કેમ જરૂરી છે?

દરેક FASTag પેમેન્ટ એકાઉન્ટ સાથે જોડાયેલું હોય છે. જો તમે કાર વેચતી વખતે અથવા વાહનની માલિકી ટ્રાન્સફર કરતી વખતે FASTag એકાઉન્ટને ડિએક્ટિવ નહીં કરો, તો કાર ખરીદનાર તમારા FASTag એકાઉન્ટનો ઉપયોગ ટોલ ચાર્જ ચૂકવવા માટે કરી શકે છે અને આવા કિસ્સામાં ટોલ ટેક્સની ચૂકવણીના નાણાં તમારા બેંક એકાઉન્ટમાં કપાશે. ઉપરાંત FASTag સાથે માત્ર એક જ વાહન જોડી શકાય છે. આવી સ્થિતિમાં, જ્યાં સુધી તમે ફાસ્ટેગને ડિએક્ટિવ નહીં કરો, ત્યાં સુધી કાર ખરીદનારને સેકન્ડ હેન્ડ કાર માટે નવો ફાસ્ટેગ આપવામાં આવશે નહીં.

Fastag એકાઉન્ટને ડિએક્ટિવ કરવાની સરળ રીત

  • કોઈપણ FASTagને ડિએક્ટિવ કરવાનો સૌથી સરળ રસ્તો FASTag પ્રોવાઇડર કસ્ટમર કેરનો સંપર્ક કરવો છે. આમ કરવાથી, FASTag સાથે જોડાયેલા એકાઉન્ટને બંધ અથવા ડિએક્ટિવ કરવા માટે વિનંતી કરી શકાય છે. કેન્દ્ર સરકારની NHAI દ્વારા શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન 1033 પર કૉલ કરીને, તમે ફાસ્ટેગ બંધ થવાને લગતી ફરિયાદો પણ નોંધાવી શકો છો.
  • NHAI (IHMCL) યુઝર્સ યુઝર્સ 1033 પર કૉલ કરીને FASTag સંબંધિત તમામ ફરિયાદો વિશે પણ માહિતી મેળવી શકે છે.
  • ICICI બેંકના યુઝર્સ 18002100104 પર કૉલ કરીને FASTagને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા વિશેની તમામ માહિતી મેળવી શકે છે.
  • PayTmના યુઝર્સ 18001204210 પર કૉલ કરીને તેમના FASTag એકાઉન્ટને બંધ કરવા સંબંધિત માહિતી મેળવી શકે છે.
  • એક્સિસ બેંકના કસ્ટમર્સ તેમના FASTag એકાઉન્ટને ડિએક્ટિવ કરવા માટે 18004198585 પર કૉલ કરી શકે છે.
  • HDFC બેંકના યુઝર્સ 18001201243 પર સંપર્ક કરીને FASTag બંધ કરવા સંબંધિત તમામ માહિતી મેળવી શકે છે.
  • એરટેલ પેમેન્ટ્સ બેંકના યુઝર્સ 8800688006 પર કૉલ કરીને FASTag એકાઉન્ટને ડિએક્ટિવ કરવા સંબંધિત માહિતી મેળવી શકે છે.

Web Title: Fastag deactivate tips must close fastag account before sale old car

Best of Express